પોસ્ટ ઓફિસ ખાતાધારકો માટે મોટા સમાચાર, આવી જશે નવો નિયમ, 11 ડિસેમ્બર પહેલાં ચેક કરી લો આ વિગત

બેન્કના દરેક નિયમોમાં મહિનો અને વર્ષ બદલે એમ ફેરફાર થતાં રહે છે. ક્યારેક યુઝરોના ફાયદામાં હોય તો ક્યારેન નુકસાનમાં પણ હોય છે. ત્યારે હવે પોસ્ટ ઓફિસના બચત ખાતાને લગતાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. તો જો તમારૂ પણ પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોય તો આ સમાચાર તમારે જાણી લેવા જોઈએ. કારણ કે આગામી 11 ડિસેમ્બરથી PO બચત ખાતાના નિયમો બદલાવા જઈ રહ્યા છે. તો તમે પણ આ નવા નિયમો જાણી લો જેથી આગળ જતાં તકલીફ ન પડે

image source

જો વાત કરીએ તો હવે પોસ્ટ ઓફિસ ખાતામાં આ વર્ષે 11 ડિસેમ્બર સુધી ન્યૂનતમ ચાર્જ રાખવો જરૂરી છે. 11 ડિસેમ્બર સુધીમાં ન્યૂનતમ 500 રૂપિયા રાખવા જરૂરી છે. જેથી પોસ્ટ ઓફિસ બચત ખાતામાં જોઈ લેવું કે આટલી રકમ જમા તો છે ને. 11 ડિસેમ્બર પહેલાં જો જમા ન કરાવીતો ખાતાધારકોને વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. બચત ખાતા ધરાવતા ગ્રાહકોને આ અંગે પોસ્ટઓફિસમાંથી મેસેજ મોકલવામાં આવી રહ્યો છે. હવે પોસ્ટ ઓફિસ બચત ખાતામાં ન્યુનતમ બેલેન્સ જાળવવું ફરજિયાત થઈ ગયું છે. આ સિવાય વાત કરીએ તો જો તમે મેન્ટેનન્સ ચાર્જ ચૂકવવા માંગતા નથી, તો પછી તેને 11 ડિસેમ્બર 2020 પહેલાં તમારા એકાઉન્ટમાં 500 રૂપિયા જરૂર રાખો.

image source

જો કે આ વિશે ઈન્ડિયા પોસ્ટની ઓફિશિયલ વેબસાઇટમા પણ માહિતી આપવામાં આવી છે. એ માહિતી અનુસાર વાત કરીએ તો નાણાકીય વર્ષના અંત સુધીમાં ખાતા ઓછામાં ઓછા 500 રૂપિયા જાળવવામાં ન આવે તો 100 રૂપિયા મેન્ટેનન્સ ફી કાપવામાં આવશે. જો ખાતામાં બેલેન્સ નહીં હોય તો તે આપમેળે બંધ થઈ જશે. આ સમયે, બચત ખાતા હેઠળ ગ્રાહકોને 4% ના દરે વાર્ષિક વ્યાજ મળે છે. 10,000 રૂપિયા સુધીનું વ્યાજ સંપૂર્ણ રીતે કરમુક્ત છે. આ એકાઉન્ટ પર માત્ર 500 રૂપિયાનું લઘુત્તમ બેલેન્સ રાખવું પડશે. સારી વાત એ છે કે આ એકાઉન્ટ બાળકોના નામે પણ ખોલવામાં આવી શકે છે. 10 વર્ષ પછી, કોઈપણ બાળક પોતાનું ખાતું ચલાવી શકે છે. 2 લોકો તમે એક સાથે સંયુક્ત ખાતું પણ ખોલી શકો છો. એ સિવાય કેટલાક ખાતા વિશે વાક કરીએ તો….

સફળ ખાતું

image source

બાળકો માટે ઉપયોગી આ ખાતું 10 વર્ષથી વધુ ઉંમરના લોકો ખોલાવી શકે છે. જે 100 રૂપિયાની નજીવી રકમ ભરીને ચાલુ કરી શકાય છે. જેની સાથે તમને એટીએમ અને ડેબિટ કાર્ડ પણ મળશે. 1 લાખથી વધુ રકમ આ ખાતામાં રાખી શકાશે નહી. આમાં નોમિનિ રાખવાની પણ સુવિધા મળશે.

સુગમ ખાતું

image source

સુગમ ખાતું 10 વર્ષથી વધુ ઉંમરની કોઈ પણ વ્યક્તિ ખોલાવી શકે છે. આમાં શરૂઆતમાં ખાતું ખોલવા સમયે રકમ ભરવી જરૂરી નથી. અને મિનિમમ બેલેન્સ જેવી કોઈ શરત પણ નથી. વધુમાં વધુ એક લાખ રૂપિયા રાખી શકો છો. ડેબિટ કાર્ડ ફ્રીમાં મળશે અને નોમિનેશન સુવિધા પણ મળશે.

સરળ ખાતુ

image source

10 થી વધુ વર્ષના લોકો સામાન્ય કેવાઈસી ડિટેલ સાથે ખાતું ખોલાવી શકે છે. મિનિમમ બેલેન્સની કોઈ સરત નથી. પરંતુ 50,000થી વધુ બેલેન્સ રાખી શકાય નહી. આમાં પણ ફ્રી એટીએમ, ડેબિટ કાર્ડ અને નોમિનેશનની સુવિધા મળી રહેશે.

અનલિમિટેડ ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શન

image source

જો તમે ભારતીય પોસ્ટના એટીએમ અને પીએનબી બેન્કના એટીએમથી લેણ-દેણ કરો છો તો મહિનામાં બધી લેણ-દેણ પર કોઈ ચાર્જ લાગુ પડશે નહી. જો કે, મેટ્રો સિટીમાં બીજી કોઈ બેન્કના એટીએમમાંથી ત્રણ વાર ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકાશે. અને નોન મેટ્રો શહેરોમાં 5 વાર ફ્રી લેણ-દેણ કરી શકાય છે. આ ત્રણ શ્રેણીમાં જ્યારે તમે ખાતું ખોલાવો ત્યારે ડોર સ્ટેપ બેન્કીંગની સુવિધા પણ મળે છે. જેના માટે તમારે 15થી 35 રૂપિયા ચુકવવા પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ