મૂહૂર્તને લઈને દ્વિધામાં ન રહેશો, આ છે ધનતેરસથી ભાઈબીજ સુધીના શુભ મૂહૂર્ત

આવતીકાલે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવશે. દિવાળીની શરૂઆતનો આ પહેલો તહેવાર ગણાય છે. આ તહેવાર 5 દિવસ સુધી ઉજવાય છે. ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ. 5 દિવસ સુધી સતત આ ઉજવણી અવિરત ચાલુ જ રહે છે. આખા વર્ષ માટે ખાસ ગણાતા આ તહેવારોના ખાસ મૂહૂર્ત પણ હોય છે. તો જાણો આ તહેવારો આ વર્ષે કયા મૂહૂર્તમાં લાભદાયી રહેશે.

ધનતેરસ

image source

માતા લક્ષ્મી અને કુબેર યંત્રની પૂજા સાથે આ તહેવારની ખાસ રીતે ઉજવણી કરાય છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે દેવી ધન્વંતરીનો જન્મ થયો હતો. તેથી તેને ધનતેરસ નામ અપાયું છે. આ વર્ષે આ તહેવાર સવારે 7થી 11 વાગ્યા સુધી, બપોરે 12.30થી 1.40 સુધી અને સાંજે 4.45થી 5.55 મિનિટ સુધી ઉજવાશે.

કાળી ચૌદશ

image source

આ દિવસે શક્તિ ઉપાસકો ખાસ પૂજા પાઠ કરે છે. શુક્રવારે ધનતેરસના દિવસે કાળી ચૌદશની તિથિ સાંજના સમયે શરૂ થઈ રહી છે. આ વર્ષે આ જ દિવસે સાંજના સમયે હનુમાન પૂજા, મહાકાળી પૂજા, ભૈરવ પૂજા, શિવપૂજા અને રાત્રિ સાધના માટેનો ઉત્તમ સમય છે.

દિવાળી

image source

દિવાળી ખાસ તહેવાર માનવામાં આવે છે. આ દિવસે ઘરમાં લક્ષ્મીજી અને ગણેશજીની પૂજા કરાય છે. તેનાથી સમૃદ્ધિ વધે છે. વેપારીઓ લક્ષ્મી પૂજન કરે છે અને આખું વર્ષ મંગલદાયી નીવડે તેવી કામના કરે છે. આ વર્ષે 14 નવેમ્બરે જ દિવાળીનો તહેવાર ઉજવાશે. આ માટે પૂજા મૂહૂર્તની વાત કરીએ તો તમે સવારે 8.10થી 9.30 સુધી, બપોરે 12.25થી 4.30 સુધી, સાંજે 5.55થી 8.09 સુધી અને રાતે 9.10થી 1.40 સુધીના સમયમાં પૂજા કરી શકો છો. આ દિવાળીની પૂજાના ખાસ મૂહૂર્ત છે.

નવું વર્ષ અને ભાઈબીજ

image source

નવું વર્ષ આ વર્ષે 16 નવેમ્બરે ઉજવાશે. આ સિવાય 15 નવેમ્બરે મંદિરોમાં અન્નકૂટ યોજાશે અને સાથે જ ગોવર્ધન પૂજા પણ કરાશે. તો અન્ય તરફ 16 તારીખે જ સવારે 7.07 મિનિટથી જ ભાઈબીજની શરૂઆત થશે. પૂજા સવારે 11.00થી બપોરે 3.00 સુધી કરી શકાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ