પાવરફુલ એન્જીન ધરાવતી આ 5 દમદાર બાઇક જોઈને તમને પણ થઇ જશે લેવાનું મન, જાણો કિંમત અને ખાસિયત

આ દિવાળીમાં જો તમે 300 સીસી સેગમેન્ટની કોઈ નવી બાઇક ખરીદવાનું વિચારી રહ્યા હોય તો આ આર્ટિકલ તમારે માટે ખાસ વાંચવો જરૂરી છે. આજના આ આર્ટિકલમાં અમે આપને 300 સીસી સેગમેન્ટની એવી પાંચ બાઇક વિશે વાત કરવાના છીએ જે દમદાર છે. આ લિસ્ટમાં Royal Enfield Meteor 350, Benelli Imperiale 400, Honda H’Ness CB 350, Jawa Forty Two અને Jawa બાઇક શામેલ છે.

અમે અહીં આપને એ બાઈકસની પરફોર્મન્સ અને કિંમતો વિશે જણાવીશું. બધી માહિતી જાણ્યા બાદ તમે પોતે જ નક્કી કરી શકશો કે કઈ બાઇક તમારા બજેટ અને શોખ મુજબ શ્રેષ્ઠ છે. તો ચાલો જાણીએ વિસ્તારથી..

1). Royal Enfield Meteor 350

image source

પરફોર્મન્સ – Royal Enfield Meteor 350 માં G સિરિઝનું 349 સીસી, 4 સ્ટ્રોક, ઍર ઓઇલ કુલ્ડ એન્જીન આપવામાં આવ્યું છે. આ એન્જીન 20.4 PS નો મેક્સિમમ પાવર અને 27 Nm નો પિક ટોર્ક જનરેટ કરી શકે છે. તેમાં ઇલેક્ટ્રિક ફ્યુલ ઇન્જેક્શન (EFI) ટેક્નિકનો પણ ઉપયોગ કરાયો છે. સાથે જ એન્જીનમાં 5 સ્પીડ ગેયર બોક્સ પણ છે.

ફ્યુલ કેપેસિટી – Royal Enfield Meteor 350 માં 15 લીટરની ફ્યુલ ટેન્ક આપવામાં આવી છે.

कीमत- Royal Enfield Meteor 350 की शुरुआती एक्स-शोरूम कीमत 1.75 लाख रुपये है, जो इसके टॉप एंड वेरिएंट पर 1.90 लाख रुपये तक जाती है।

કિંમત – Royal Enfield Meteor 350 ની શરુઆતી એક્સ શો રૂમની કિંમત 1.75 લાખ રૂપિયા છે જે તેના ટોપ એન્ડ વેરીએન્ટ પર 1.90 લાખ સુધી પહોંચે છે.

2). Jawa

image source

પરફોર્મન્સ – Jawa માં પાવર માટે 293 સીસીનું લિકવિડ કુલ્ડ, સિંગલ સિલિન્ડર, 4 સ્ટ્રોક, DOHC, BS6 એન્જીન આપવામાં આવ્યું છે. તેનું એન્જીન 36.51 PS નો.મેક્સિમમ પાવર અને 28 Nm નો પિક ટોર્ક જનરેટ કરે છે. સાથે એન્જીનમાં 6 સ્પીડ ગેયરબોક્સ આપવામાં આવ્યું છે.

ફ્યુલ કેપેસિટી – Jawa માં 14 લીટરની ક્ષમતા ધરાવતી ફ્યુલ ટેન્ક આપવામાં આવી છે.

કિંમત – Jawa ના સિંગલ ચેનલ એબીએસની દિલ્હી એક્સ શો રૂમની કિંમત 1.74 લાખ રૂપિયા છે જ્યારે તેના ડ્યુઅલ ચેનલ એબીએસ વેરીએન્ટની કિંમત 1.83 લાખ રૂપિયા છે.

3). Honda H’Ness CB 350

image source

પરફોર્મન્સ – Honda H’Ness CB 350 માં પાવર માટે 348 સીસી, સિંગલ સિલિન્ડર, ઍર કુલ, 4 સ્ટ્રોક, OHC એન્જીન આપવામાં આવ્યું છે. આ એન્જીન 5500 આરપીએમ પર 20.8bhp નો મેક્સિમમ પાવર અને 3000 આરપીએમ પર 30 Nm નો પિક ટોર્ક જનરેટ કરે છે. એન્જીમાં 5 સ્પીડ ગેયરબોક્સ આપવામાં આવ્યું છે.

ફ્યુલ કેપેસિટી – Honda H’Ness CB 350 માં 15 લીટરની ક્ષમતા ધરાવતી ફ્યુલ ટેન્ક આપવામાં આવી છે.

કિંમત – Honda H’Ness CB 350 ની શરૂઆતી એક્સ શો રૂમની કિંમત 1.90 લાખ રૂપિયા છે.

4). Jawa Forty Two

image source

પરફોર્મન્સ – Jawa Forty Two માં પાવર માટે 293 સીસીનું લિકવિડ કુલ્ડ, સિંગલ સિલિન્ડર, 4 સ્ટ્રોક, DOHC, BS6 એન્જીન આપવામાં આવ્યું છે. આ એન્જીન 27bhp નો મેક્સિમમ પાવર અને 28 Nm નો પિક ટોર્ક જનરેટ કરે છે. એન્જીનમાં 6 સ્પીડ ગેયરબોક્સ આપવામાં આવ્યું છે.

ફ્યુલ કેપેસિટી – Jawa Forty Two માં 14 લીટર ક્ષમતા ધરાવતી ફ્યુલ ટેન્ક આપવામાં આવી છે.

કિંમત – Jawa Forty Two ના સિંગલ ચેનલ એબીએસની દિલ્હી એક્સ શો રૂમની કિંમત 1.65 લાખ રૂપિયા છે જ્યારે તેના ડ્યુઅલ ચેનલ એબીએસ વેરીએન્ટની કિંમત 1.74 લાખ રૂપિયા છે.</p.

5). Benelli Imperiale 400

image source

પરફોર્મન્સ – Benelli Imperiale 400 માં 374 સીસી, સિંગલ સિલિન્ડર, 4 સ્ટ્રોક, ઍર કુલ્ડ, 4 વાલ્વ/ સિલિન્ડર, SOHC, BS6 એન્જીન આપવામાં આવ્યું છે. આ એન્જીન 5500 આરપીએમ પર 21 PS નો મેક્સિમમ પાવર અને 4500 આરપીએમ પર 29 Nm નો પિક ટ્રોક જનરેટ કરે છે. એન્જીનમાં 5 સ્પીડ ગેયરબોક્સ આપવામાં આવ્યું છે.

ફ્યુક કેપેસિટી – Benelli Imperiale 400 માં 12 લીટરની ક્ષમતા ધરાવતી ફ્યુલ ટેન્ક આપવામા આવી છે.

કિંમત – Benelli Imperiale 400 ના BS6 મોડલની એક્સ શો રૂમની કિંમત 1.99 લાખ રૂપિયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ