એક ઘટનાએ બદલી દીધું દિવ્યાંકાનું જીવન, પહેલા બનવા ઈચ્છતી હતી આર્મી

દિવ્યાંકા ત્રિપાઠી આજે નાના પડદાની જાણીતી અભિનેત્રી છે. બનું મેં તેરી દુલહનથી લઈને યે હે મોહબ્બતે સુધી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીએ બધા હિટ શો ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીને આપ્યા છે. આજે દિવ્યાંકા ત્રિપાઠીને નાના પડદાની ટોપ એક્ટ્રેસ માનવમા આવે છે પણ શું તમે જાણો છો કે દિવ્યાંકા ત્રિપાઠી ક્યારેય એક્ટ્રેસ બનવા નહોતી માંગતી પણ એમનું સપનું હતું આર્મી ઓફિસર બનવાનું. આ સપનું પૂરું કરવા માટે દિવ્યાંકા ત્રિપાઠીએ એનસીસી પણ જોઈન કર્યું હતું અને ઉતરકાશીના મામ્ફટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન પણ લીધું હતું. પણ પછી કિસ્મત એમને ચકમકથી ભરેલા આ ગ્લેમર વર્લ્ડમાં લઈ આવી.

image source

દિવ્યાંકા ત્રિપાઠીનું સપનું હતું કે એ આર્મીમાં જાય. અને એ માટેની તૈયારી એમને ખૂબ જ પહેલેથી શરૂ કરી દીધી હતી. એમને સ્કૂલમાં એનસીસી જોઈન કર્યું હતું. તો ઉત્તરકાશીમાં મોટેનેયરિંગ ઇન્સ્ટિટ્યૂટમાં કોર્સ પણ કર્યો હતો એટલું જ નહીં એ રાઈફળમાં પણ માહિર હતી. એમને ગોલ્ડ મેડલ પણ જીત્યું હતું. એ આર્મી ઓફિસર બનવાની પુરી કોશિશ કરી રહી હતી પણ એમની જિંદગી એકદમ બદલાઈ ગઈ.

image source

દિવ્યાંકા ત્રિપાઠીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન ખુલાસો કર્યો હતો કે એમને ભોપાલમાં ઓડિશન માટે ફોન આવ્યો હતો. જો કે ત્યારે દિવ્યાંકાએ એને ફેક સમજ્યો હતો. કારણ કે એમને લાગતું હતું કે મુંબઈથી ભલા એમને કોઈ ઓડિશન માટે ફોન કેમ કરશે? પણ પછી વારંવાર ફોન આવતા રહ્યા તો દિવ્યાંકા ત્રિપાઠીએ મુંબઈ આવવાનું મન બનાવી લીધું. પણ એ માટે એમને પોતાના ઘરના લોકોને મનાવવા પડ્યા.

image source

ત્યારે એ પિતા સાથે મુંબઈ આવી હતી. ઓડિશન આપ્યું અને સિલેક્ટ થઈ ગઈ હતી. આ શો હતો બનું મેં તેરી દુલહન. આ શોએ દિવ્યાંકા ત્રિપાઠીની કિસ્મત બદલી નાખી. એ પછી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીએ ક્યારેય પાછું વળીને નથી જોયું. એ એક પછી એક ટીવી શો સાથે જોડાતી રહી અને નાના પડદાની ટોપ એક્ટ્રેસ બની ગઈ. એમની સિરિયલ યે હે મોહબ્બતે પણ હિટ રહી હતી

image source

તમને જણાવી દઈએ કે ગયા મહિને જ દિવ્યાંકા ત્રિપાઠી સાઉથ આફ્રિકાના કેપ ટાઉન જઈને આવી છે. અહીં દિવ્યાંકા આગામી શો ‘ખતરોં કે ખિલાડી 11’ના શૂટિંગ માટે ગઈ હતી. દિવ્યાંકા અને વિવેકની એનિવર્સરી હતી એ દિવસે ‘ખતરોં કે ખિલાડી 11’નું લોન્ચિંગ હતું અને તેણે ત્યાં બાકીના કન્ટેસ્ટન્ટ્સ તેમજ હોસ્ટ રોહિત શેટ્ટી સાથે કેક કટિંગ કરીને સેલિબ્રેશન કર્યું હતું. ત્યા

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong