આવી રીતે વજન વધારે છે સેલેબ્સ, ખતરનાક રીતો જાણીને તમારી આંખો થઈ જશે પહોળી

ફિલ્મ સ્ટાર્સના ફિટ સેક્સી ફિગર અને એમના એબ્સના એમના ફેન્સ હંમેશા દીવાના રહે છે અને એમની જેવી બોડીના સપના જોતા રહે છે. એ હકીકત છે કે ફિટનેસ મેઈન્ટેન રાખવા માટે આ સ્ટાર્સ કલાકો જીમમાં પરસેવો વહાવે છે અને સ્ટ્રીકટ ડાયટ રૂટિન ફોલો કરે છે પણ ઘણીવાર ફિલ્મોમાં પોતાના રોલ માટે એમને ઘણું વધારે વજન ઘટાડવા કે વધારવું પડે છે. પણ શું તમે જાણો છો કે આ ઈન્સ્ટન્ટ બોડી ટ્રાન્સફોર્મેશન માટે આ સ્ટાર્સ ફેટ બર્નર, ગ્રોથ હોર્મોન્સથી લઈને જુલાબની ગોળીઓ સુધી ઘણા ખતરનાક રસ્તાઓ સહારો લે છે. તો ચાલો તમને જણાવી દઈએ કે આ ફિલ્મ સ્ટાર્સના ઈન્સ્ટન્ટ બોડી ટ્રાન્સફોર્મેશનનું કાળું સત્ય.

વોટર પીલ્સ.

image source

વોટર પીલ્સ જેને ડ્યુરેટિક પીલ્સના નામે પણ ઓળખવામાં આવે છે ,આ સેલેબ્સમાં વેઇટલોસની પોપ્યુલર રીત છે. એમાં શરીરમાં મીઠા અને પાણીની માત્રા ઓછી થઈ જાય છે જેનાથી વજન તો ઓછું લાગે છે પણ એના ઘણા સાઈડ ઇફેક્ટસ પણ છે. જેમ કે ડિહાઇડ્રેશન, એબનોર્મલ હાર્ટ બીટ, કિડની ફેલિયર વગેરે.

જુલાબની ગોળીઓ.

image soucre

ઇન્સ્ટન્ટ વેઇટ લોસ માટે ફિલ્મ સ્ટાર્સ આ રીતનો સૌથી વધુ ઉપયોગ કરે છે. એને લેવાથી એમને વારંવાર લુઝ મોશન થઈ જાય છે જેનાથી એમનું વજન ઘટી જાય છે. પણ આ રીત પણ ખતરનાક જ છે એનાથી ડિહાઇડ્રેશન થઈ શકે છે અને કિડની લીવર સુધી આ ઇફેક્ટ કરી શકે છે.

ફેટ બર્નર્સ.

image soucre

ફેટને ઝડપથી બર્ન કરવાની આ સૌથી સરળ પણ ખૂબ જ ખતરનાક રીત છે. એને લેવાથી બોડીનો મેટાબોલિઝમ રેટ વધી જાય છે અને ઝડપથી ફેટ ઘટવા લાગે છે. એક્સરસાઇઝની સાથે ફેટ બર્નર્સ લેવાથી વજન ઝડપથી ઘટવા લાગે છે. ઘણા સેલેબ્સ વજન ઘટાડવા માટે ફેટ બર્નર્સનો ઉપયોગ કરે છે. પણ એ એટલું રિસ્કી હોય છે કે એનાથી હાર્ટ પ્રોબ્લમ અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે.

ગ્રોથ હોર્મોન્સ.

image soucre

એ સિવાય બેલી ફેટને ઘટાડવા માટે સેલેબ્સ ગ્રોથ હોર્મોન્સનો ઉપયોગ પણ કરે છે. એમાં હોર્મોન્સને બોડીમાં ઇન્જેકટ કરવામાં આવે છે. સ્લીમિંગ સિવાય એ યંગ લુક પણ આપે છે એટલે સેલેબ્સમાં એ ખૂબ જ પોપ્યુલર છે. પણ એના પણ જબરદસ્ત સાઈડ ઇફેક્ટ છે. સૌથી ખતરનાક સાઈડ ઇફેક્ટ છે કે એ તમારા જોઇન્ટ્સને નુકશાન પહોંચાડે છે.

થાયરોક્સિન.

image soucre

થાયરોક્સિન ટેબ્લેટ્સ થાઇરોઇડની તકલીફ થાય તો આપવામાં આવે છે પણ ફિલ્મ સ્ટાર્સ એનો ઉપયોગ વેઇટ લોસ માટે કરે છે. થાયરોક્સીન શરીરમાં મેટાબોલિઝમ વધારે છે જેના કારણે વજન જલ્દી જલ્દી ઘટી જાય છે. સેલેબ્સ કાં તો થાયરોક્સીનની ટેબ્લેટ્સ લે છે કે પછી એને ઇન્જેકટ કરાવે છે. પણ થાયરોક્સીન લેતી વખતે પણ ઘણી બધી વાતોનું ધ્યાન રાખવું પડે છે. નહિ તો એના કારણે ઘણા સિરિયસ સાઈડ ઇફેક્ટસ થઈ શકે છે.

એનીમાં.

image soucre

એનિમાનો ઉપયોગ જો કે કોન્સ્ટિપેશનની તકલીફ કે અમુક અન્ય મેડિકલ કન્ડિશનમાં કરવામાં આવે છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે બૉલીવુડ સેલેબ્સ એનો ઉપયોગ વેઇટ લોસ માટે કરે છે. પણ વારંવાર એનીમાં લેવાની આદતથી ઘણી સાઈડ ઇફેક્ટસ થઈ શકે છે. એટલે વેઇટ લોસ માટે એ શોર્ટ કટ ટ્રાય ન કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong