પેરન્ટિંગમાં આ ખાસ વાતનું રાખી લેવું જોઈએ ખાસ ધ્યાન, તમે પણ જાણો તે જરૂરી

પોતાના બાળકોને સુસંસ્કૃત, યોગ્ય, બુદ્ધિમાન અને તેજસ્વી બનાવવા માટે આજના મોર્ડન પેરેન્ટ્સ સ્પિરિચ્યુલ પેરેન્ટિંગ કોન્સેપટને અપનાવી શકે છે. આજના મોર્ડન પેરેન્ટ્સ આ રીતે બનાવી શકે છે પોતાના બાળકોને ઉત્તમ સંતાન.

ગર્ભથી કરો શરૂઆત.

image source

એ વાત વૈજ્ઞાનિક રૂપે સિદ્ધ થઈ ચૂકી છે જે જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય છે તો માતાની મનઃસ્થિતિની બાળક પર અસર થાય છે. એટલે માતા ગર્ભાવસ્થામાં સારા વાતાવરણમાં રહીને, સારા પુસ્તકો વાંચીને, સારા વિચારોથી બાળકને ગર્ભમાં જ સારા સંસ્કાર આપવાની શરૂઆત કરી શકે છે. તમે પણ જ્યારે પેરેન્ટ બનવાનો નિર્ણય કરો તો પોતાના બાળકને માતાના ગર્ભમાં આવતા જ સારા સંસ્કાર આપવાની શરૂઆત કરો.

પહેલા તમારે જાતે બદલવું પડશે.

image soucre

જો તમે તમારા બાળકને સારા સંસ્કાર આપવા માંગો છો તો એ માટે પહેલા તમારે તમારી ખરાબ આદતો બદલવી પડશે કારણ કે બાળક એ જ કરે છે જે એ પોતાની આજુબાજુ જોવે છે. જો એ પોતાના પેરેન્ટ્સને હંમેશા લડત ઝગળતા જોવે છે તો એનો વ્યવહાર પણ ઝગડાલું અને નકારાત્મક થવા લાગે છે. જો તમે તમારા બાળકને સાચો, ઈમાનદાર, આત્મનિર્ભર, દયાળુ, બીજાને પ્રેમ કરનાર, પોતાની જાત પર વિશવાસ કરનાર અને પરિવર્તન અનુસાર પોતાને ઢાળવામાં સક્ષમ બનાવવા માંગો છો તો પહેલા તમારે તમારા આ ગુણ વિકસિત કરવા પડશે.

આવું કરીને તમે બાળકને ગુસ્સેલ બનાવી શકો છો.

બાળકની વાત ન માનવા કે કોઈ વસ્તુ માટે જીદ કરવા પર સામાન્ય રીતે આપણે એને લડીએ છીએ પણ એની બાળક પર ઉલટી અસર થાય છે. જ્યારે આપણે જોરથી બોલીએ છીએ તો બાળક પણ મોટેથી રડવા અને ચીસો પાડવા લાગે છે. એવામાં સ્વાભાવિક છે કે તમારો ગુસ્સો સાતમા આસમાને પહોચી જાય છે પણ આ સ્થિતિમાં ગુસ્સે થવાથી કામ બગડી શકે છે. એટલે શાંત દિમાગે એમને સમજાવવાનો પ્રયત્ન કરો જે એ જે કહી રહ્યું છે એ ખોટું છે. જો તો ય એ ન માને તો થોડી વાર માટે શાંત થઈ જાય અને એની સાથે કઈ વાત ન કરો. તમને ચૂપ જોઈને એ પણ ચૂપ થઈ જશે.

બાળકની દરેક વાત ન માનો.

image source

બાળકને પ્રેમ કરવાનો એ અર્થ ક્યારેય નથી કે તમે એની દરેક બિનજરૂરી માંગ પુરી કરો. જો તમે ઇચ્છો છો કે આગળ જતાં તમારું બાળક અનુશાષિત બને તો અત્યારથી જ એની ખોટી માંગણીઓ માનવાનું છોડી દો. રડવા પર હંમેશા આપણે બાળકને એ વસ્તુ આપી દઈએ છે જેની એ ડિમાન્ડ કરે છે, પણ એવું કરવાથી આપણે એનું ભવિષ્ય બગાડીએ છીએ. એવું કરવાથી મોટું થશે તો એને પોતાની વાત મનાવવાની આદત પડી જશે અને એ ક્યારેય ડીસીપ્લીનનું પાલન કરવાનું નહિ શીખી શકે.

આવી રીતે ઓળખો બાળકોના ગુણોને.

image soucre

દરેક બાળક ખાસ હોય છે, તમારા પડોશીનું બાળક અભ્યાડમાં ટોપર હોય અને તમારું બાળક સ્પોર્ટ્સમાં. એવામાં ઓછા માર્ક્સ આવે તો એની તુલના બીજા બાળકો સાથે કરીને એનો આત્મવિશ્વાસ કમજોર ન કરો પણ સ્પોર્ટ્સમાં મેડલ મળે તો એની પ્રશંસા કરો. તમે એને અભ્યાસ પર ધ્યાન આપવાનું કહી શકો છો પણ ભૂલથી પણ એ ન કહો કે ફલાણાનો છોકરો તારા કરતા વધારે ઇન્ટેલિજન્ટ છે. એવું કરવાથી બાળકનો આત્મવિશ્વાસ ડગી જાય છે અને એમનામાં હીનભાવના આવી શકે છે

બાળકોને નિર્ણય લેતા શીખવો.

એ વાત સાચી છે કે બાળકોને સાચા ખોટાનો ફરક સમજાવવો જરૂરી છે પણ એનો એ અર્થ નથી કે તમે એને એની મરજીથી કોઇ નિણર્ય જ ન લેવા દો. એવું કરીને તમે એની નિર્ણય લેવાની ક્ષમતાને કમજોર કરી શકો છો. જો તમે ઇચ્છો છો કે ભવિષ્યમાં તમારું બાળક પોતાના નિણર્ય જાતે લેવામાં સક્ષમ બને તો અત્યારથી એને પોતાના નાના મોટા નિર્ણય જાતે લેવા દો જેમ કે મિત્રોની પસંદગી, રજાના દિવસનું પ્લાનિંગ વગેરે. બાળકને એમની રીતે આગળ વધવા દો. એનાથી ન ફક્ત એ આત્મનિર્ભર બનશે પણ એની ક્રિએટીવીટી પણ વધશે.

બાળકો માટે સકારાત્મક માહોલ બનાવો.

image source

માતા પિતા જે પણ કહે છે એની બાળકો પર ઊંડી અસર થાય છે. એટલે બાળકોને કઈ પણ કહેતી વખતે એ ધ્યાન રાખો કે તમારી વાતોની એના પર સકારાત્મક અસર થાય. એનો વિશ્વાસ વધે, એના મનમાં બીજા પ્રત્યે દયા ભાવ રહે, એ નીડર થઈને આગળ વધવા માટે પ્રેરિત થાય અને સમજી વિચારીને કોઈપણ વસ્તુની પસંદગી કરે.:

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong