98 વર્ષીય Dilip Kumar ની ફરી તબિયત લથડી, શ્વાસ લેવામાં તકલીફ થતા હિંદુજા હોસ્પિટલમાં દાખલ

બોલિવુડના દિગગજ અભિનેતા દિલીપ કુમારને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં આજે સવારે એડમિટ કરવામાં આવ્યા છે. અભિનેતા દિલીપ કુમારને છેલ્લા કેટલાક દિવસથી શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. દિલીપ કુમારની પત્ની અને જાણીતી અભિનેત્રી સાયરા બાનોએ જણાવ્યું છે કે દિલીપ સાહેબને રૂટિન ચેકઅપ માટે નોન કોવિડ ઓપીડી હિન્દુજા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. એમને છેલ્લા કેટલાક દિવસથી શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. હોસ્પિટલમાં ડોકટર નીતિન ગોખલેની ટીમ દિલીપ કુમારની સારસંભાળ કરી રહી છે. દિલીપ કુમારની પત્ની સાયરા બાનોએ લોકોને અપીલ કરી છે કે મહેરબાની કરીને દિલીપ સાહેબ માટે પ્રાર્થના કરતા રહો અને તમે પણ સુરક્ષિત રહો.

તમને જણાવી દઈએ કે ગયા મહિને પણ દિલીપ કુમારને આ જ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા, ત્યારે એમને રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જો કે એમના જરૂરી ટેસ્ટ કર્યા પછી જલ્દી જ એમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવ્યા હતા.

ગયા વર્ષે દિલીપ કુમારના બે નાના ભાઈઓના કોરોનાને કારણે મોત થયા હતા. વર્ષ 2020માં બંને ભાઈઓ અસલમ ખાન જેમની ઉંમર 80 વર્ષની હતી તથા અહેસાસ ખાન જેમની ઉંમર 90 વર્ષની હતી તેમનું મોત કોરોનાને કારણે થયું હતું. બંને ભાઈ લીલાવતી હોસ્પિટલમાં એડમિટ હતા. જો કે, દિલીપ કુમારને આજ સુધી બંને ભાઈના મોત અંગે ખબર નથી.

દિલીપ કુમારનો જન્મ 11 ડિસેમ્બર 1922માં પાકિસ્તાનમાં થયો હતો અને એમનું સાચું નામ યુસુફ ખાન હતું. પછીથી એમને પડદા પર દિલીપ કુમારના નામથી પ્રસિદ્ધિ મળી હતી. એકટર દિલીપ કુમારે પોતાનું નામ એક પ્રોડ્યુસરના કહેવા પર બદલ્યું હતું. એ પછી એમને સ્ક્રીન પર દિલીપ કુમારના નામથી લોકો ઓળખવા લાગ્યા. દિલીપ કુમારે એમના ફિલ્મી કરિયરમાં એકથી લઈને એક ચડિયાતી ફિલ્મો આપી છે અને દર્શકોનું મનોરંજન કર્યું છે. તેમણે ‘જ્વાર ભાટા’, ‘અંદાજ’, ‘આન’, ‘દેવદાસ’, ‘આઝાદ’, ‘મુગલ-એ-આઝમ’, ‘ગંગા જમુના’, ‘ક્રાંતિ’, ‘કર્મા’, ‘સૌદાગર’ સહિત 50થી વધુ બોલિવૂડ ફિલ્મમાં કામ કર્યું છે.

દિલીપ કુમારને બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર અવોર્ડ આઠ વાર મળ્યો છે. હિંદી સિનેમાનું સૌથી મોટું સન્માન દાદા સાહેબ ફાળકે અવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. 2015માં સરકારે તેમને પદ્મભૂષણ અવોર્ડથી સન્માનિત કર્યા હતા.

તમને જણાવી દઈએ કે સાયરા બાનુ અને દિલીપ કુમારના 11 ઓક્ટોબર 1966ના દિવસે લગ્ન થયા હતા. એ સમયે સાયરા બાનુ 22 વર્ષના અને દિલીપ કુમાર 44 વર્ષના હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong