અંબાણી પરિવારની મોટી જાહેરાત, કોરોનાને કારણે મૃત્યુ પામેલ રિલાયન્સ કર્મચારીઓને મળશે મોટી આર્થિક સહાય

કોરોના રોગચાળા દરમિયાન બધા પોતાના કોઈક નજીકનાં વ્યક્તિ ગુમાવ્યા છે. આવી સ્થિતિમા ઘણી ફિલ્મ હસ્તીઓ અને ઉદ્યોગપતિઓએ આ રોગના કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોના પરિવારોને મદદ કરવાની જવાબદારી લીધી છે. તે જ સમયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે પણ તેના મૃત કર્મચારીઓના પરિવારો માટે મદદ મળી રહે તે માટે ઘણા દરવાજા ખોલ્યા છે. આરઆઈએલે ‘રિલાયન્સ ફેમિલી સપોર્ટ અને કલ્યાણ યોજના’ હેઠળ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવનારા કર્મચારીઓના પરિવારોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. આ યોજના તે પરિવારોને આર્થિક સંકટને દૂર કરવામાં મદદ કરશે અને તેમના ભવિષ્યને સારું બનાવવા પણ અસરકારક સાબિત થશે.

image source

આ યોજના હેઠળ કર્મચારીઓ અને તેમના પરિવારોને નીચેના લાભો મળશે:

કોરોના ચેપને કારણે પોતાનો જીવ ગુમાવનાર દરેક કર્મચારીના પરિવારને 5 વર્ષ સુધી દર મહિને પગાર આપવામાં આવશે.

સ્કૂલથી લઈને ગ્રેજ્યુએશન સુધીના મૃતક કર્મચારીઓનાં બાળકોનો 100% ખર્ચ કંપની સહન કરશે.

image source

મૃતક કર્મચારીઓ કે જેઓ પેરોલ પર ન હતા તેમના પરિવારને 10 લાખ સુધીની આર્થિક સહાય પણ આપવામાં આવશે.

તમામ મૃત કર્મચારીઓનાં જીવનસાથી, માતા-પિતા અને બાળકોને 100% લાઇફટાઇમ મેડિકલ સેવા આપવામાં આવશે

image source

આ સાથે જાણવા મળ્યું છે કે હવે કર્મચારીઓને કોવિડ-19 માટે જરૂરી રજા મળશે. આ વિશે વિગતે વાત કરવામાં આવે તો જો કોઈ કર્મચારી અથવા તેના પરિવારના કોઈ સભ્યને ચેપ લાગ્યો હોય તો તે કર્મચારી કોવિડ -19 રજાનો ઉપયોગ ત્યાં સુધી કરી શકે છે જ્યાં સુધી તે સંપૂર્ણપણે શારિરીક અને માનસિક રીતે સ્વસ્થ નહીં લાગે. આટલું જ નહીં ચેપગ્રસ્ત વ્યક્તિની સારવારના તમામ ખર્ચ પણ કંપની દ્વારા કરવામાં આવશે જેમાં કર્મચારીઓ તેમના જીવનસાથી (પતિ / પત્ની), માતા-પિતા અને કર્મચારી પર આધારીત બાળકોના હોસ્પિટલ ખર્ચનો સમાવેશ કરવામાં આવશે.

image source

હાલમાં જ આ વિશે મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ કહ્યું છે કે રિલાયન્સ આ મુશ્કેલ સમયમાં તેના કર્મચારીઓ સાથે છે. મળતી માહિતી મુજબ મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ તેમના કર્મચારીઓ અને તેમના પરિવારોને હિંમત આપી છે. આ વિશે તેમણે તેમના કામદારોને ખાતરી આપી છે કે કંપની દરેક પરિસ્થિતિમાં તેમનું ધ્યાન રાખશે. તેમણે કહ્યું છે કે કોરોનાને કારણે જીવ ગુમાવનારા સાથીઓના પરિવાર સાથે તેઓ હંમેશા ઉભા રહેશે

image source

આ વિશે આગળ તેમણે સહાય અંગે વાત કરતા કહ્યું છે કે રિલાયન્સ પરિવારના દરેક સભ્ય માટે ‘રિલાયન્સ ફેમિલી સપોર્ટ અને કલ્યાણ યોજના’ જાહેર કરી રહ્યા છીએ. કોઈપણ મૃતકના નામાંકિત વ્યક્તિને તેના છેલ્લા પગારની સમાન રકમ આવતા 5 વર્ષ માટે સહાય આપવામાં આવશે. આ સિવાય પણ કહેવામાં આવ્યું છે કે કંપની ભારતની કોઈપણ સંસ્થામાં સ્નાતક થયા સુધી મૃત કર્મચારીઓના બાળકો માટે પુસ્તકો, ટ્યુશન ફી અને છાત્રાલયની ફીનો ખર્ચ પણ ઉપાડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong