કોરોનાની બીજી લહેરના કેસ ઘટ્યા પણ આ રાજ્યમાં ટેન્શન વધ્યું, આટલા દિવસ કડક લોકડાઉન

-કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટે હાઈ લેવલ મીટીંગ આયોજિત કરવામાં આવી.

-તા. ૮ જુન, ૨૦૨૧થી કડક લોકડાઉન લાગુ કરવામાં આવશે.

કેરળ રાજ્યમાં તા. ૯ જુન, ૨૦૨૧ સુધી લોકડાઉન લાગુ કરવામાં આવશે.

image source

કેરળ રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસ સંક્રમણને અટકાવવા માટે તા. ૯ જુન, ૨૦૨૧ સુધી લોકડાઉન લાગુ કરવામાં આવે છે. તેમજ કેરળ રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસ સંક્રમણના પોઝેટિવીટી રેટમાં હજી વધારે ઘટાડો લાવવા માટે તા. ૫ જુન, ૨૦૨૧થી તા. ૯ જુન, ૨૦૨૧ દરમિયાન વધારે પ્રતિબંધ લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વ્યવસાયિક કમકાજને શુક્રવારના રોજ સવારના ૯ વાગ્યાથી લઈને સાંજના ૭ વાગ્યા સુધી શરુ રાખવાની મંજુરી આપવામાં આવી હતી. પણ હવેથી શનિવારના દિવસથી આવનાર બુધવાર સુધી તમામ વ્યવસાયિક કામકાજ બંધ રાખવામાં આવશે.
કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે હાઈ લેવલ મીટીંગ કરવામાં આવી.

image source

ગુરુવારના રોજ કોરોના વાયરસ સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે હાઈ લેવલ મીટીંગ આયોજિત કરવામાં આવી. આ મીટીંગમાં મુખ્યમંત્રી પિનરાઈ વિજય પાસે કોરોના વાયરસ સંક્રમણના રેટમાં ઘટાડો કરવા માટે કેટલાક પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યા. અત્યારના લોકડાઉન દરમિયાન પીડીએસ હેઠળ આવતા કરીયાણાની દુકાનો, ખાણીપીણીના સામાનની દુકાન, શાકભાજી, દૂધ અને ડેરી પ્રોડક્ટ્સ, માંસ, જાનવરોનો ચારો, બેકરી સ્ટોર્સ ખુલ્લી રાખવામાં આવશે. એટલું જ નહી, ઈલેક્ટ્રીકલ અને કન્સ્ટ્રકશન સાથે સંબંધિત દુકાનોને ખુલ્લી રાખવામાં આવશે.

તા. ૮ જુન, ૨૦૨૧થી સખ્ત લોકડાઉન લાગુ.

image source

કેરળ રાજ્યમાં પણ કોરોના વાયરસ સંક્રમણનો દર ૧૫% કરતા વધારે છે. કેરળ રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે તા. ૮ જુન, ૨૦૨૧થી સખ્ત લોકડાઉન લાગુ કરવામાં આવશે. કેરળ રાજ્યમાં હોટ સ્પોટની લિસ્ટમાં ૬ વિસ્તાર માંથી દુર કરી દઈને કુલ સંખ્યા ૮૭૧ રહી જાય છે. કેરળ રાજ્ય સરકારે તા. ૧૦ જુન, ૨૦૨૧થી સરકારી કાર્યાલયો, નિગમો અને આયોગોને ૫૦%ની ક્ષમતાની સાથે કર્મચારીઓને મંજુરી આપવામાં આવી છે. આની પહેલા લોકડાઉન તા. ૭ જુન, ૨૦૨૧થી લાગુ થવાનું હતું.

કેરળ રાજ્યમાં આ નિયમોનું પાલન કરવું ફરજીયાત છે.

image source

કેરળ સરકાર દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે, જો એપાર્ટમેન્ટ કે પછી રેસીડેન્ટ એસોસિયેશનમાં કોઇપણ વ્યક્તિનો કોરોના વાયરસ રીપોર્ટ પોઝેટીવ આવે છે તો તેમણે તાત્કાલિક હેલ્થ સેન્ટર, પોલીસ અને સ્થાનિક અધિકારીઓને જણાવવાનું રહેશે. તેમજ નોટીસ બોર્ડ પર કોરોના વાયરસથી સંક્રમિત આવી જનાર ફલેટનો નંબર લખવામાં આવશે. તેમજ એપાર્ટમેન્ટમાં આવેલ લીફ્ટને દિવસ દરમિયાન ઓછામાં ઓછી ત્રણવાર સેનેટાઈઝ કરવાની રહેશે. કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેરને અટકાવવા માટે પ્રવાસી મજુરોને કોરોના વાયરસની વેક્સિન ફરજીયાત લગાવવી પડશે, એટલું જ નહી સમયે- સમયે તપાસ પણ કરાવવી જરૂરી છે. આ સાથે જ કેરળ રાજ્ય સરકાર સરહદ પર આવેલ વિસ્તારોમાં વેક્સિનેશન કરવાની તૈયારીમાં લાગી ગયા છે. તેમજ કેરળ રાજ્યમાં અન્ય રાજ્યો માંથી આવનાર મુસાફરોને કોરોના વાયરસ રીપોર્ટ નેગેટીવ રીપોર્ટ ફરજીયાત બતાવવાનો રહેશે.

શું છે કોરોના વાયરસની સ્થિતિ?

image source

કેરળ રાજ્યમાં ગુરુવારના રોજ કોરોના વાયરસ સંક્રમણના ૧૮૮૫૩ નવા કેસ નોંધવામાં આવ્યા. જયારે કેરળ રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલ દર્દીઓની કુલ સંખ્યા હવે ૨૫.૫૪ લાખ જેટલી થઈ ગઈ છે. જયારે કેરળ રાજ્યમાં કોરોના વાયરસના લીધે ૧૫૩ દર્દીઓનું મૃત્યુ થઈ જવાથી મૃત્યુઆંક ૯૩૭૫ થઈ ગયો છે. ગુરુવારના રોજ મલપ્પુરમમાં સૌથી વધારે ૨૪૪૮ કેસ નોંધવામાં આવ્યા છે, ત્યાર બાદ કોલ્લમમાં ૨૨૭૨ કેસ અને પલકકડમાં ૨૨૦૧ કેસ નોધવામાં આવ્યા છે. ગઈકાલના રોજ નવા નોંધવામાં આવેલ કેસમાં ૭૯ હેલ્થકેર વર્કર સામેલ છે. કેરળ રાજ્યમાં અત્યારે 1.૮૪ લાખ જેટલા સક્રિય કેસ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong