દિલીપ કુમાર અને મધુબાલાના પ્રેમ સંબંધોમાં ખટાશ આવવા પાછળ આ કારણ છે જવાબદાર, જાણીને તમને પણ લાગશે નવાઇ

જ્યારે દિલીપ કુમારે મધુબાલાની વિરુધ્ધ કોર્ટમાં જુબાની આપી, ત્યારે એમનો સંબંધ તૂટી ગયો.

દિલીપકુમાર તરીકે વ્યાવસાયિક રૂપે જાણીતા મુહમ્મદ યુસુફ ખાન એક અભિનેતા, નિર્માતા અને પરોપકારી વ્યક્તિ છે, જે પછીથી ભારતની સંસદ માટે ચૂંટાયા હતા. ટ્રેજેડી કિંગ અને ધ ફર્સ્ટ ખાન તરીકે જાણીતા, તેમની પ્રથમ ફિલ્મથી જ ફિલ્મના અભિનયમાં વાસ્તવિકતા લાવવાનો શ્રેય આપવામાં આવે છે. તેમને ૧૯૯૪માં દાદા સાહેબ ફાળકે અને ૧૯૯૮માં પાકિસ્તાનના સર્વોચ્ચ પારિતોષિક નિશાન-એ-ઇમ્તિઆઝ એનાયત કરવામાં આવ્યા હતા.

image source

સત્યજીત રાયે તેમને “the ultimate method actor” તરીકે ઓળખાવ્યા છે. તેમણે પોતાની કારકિર્દીની શરુઆત ‘જ્વાર ભાટા’ નામની ફિલ્મથી ૧૯૪૪માં કરી હતી. તેમની કારકિર્દી ૬ દાયકામાં ૬૦ ફિલ્મો વડે પથરાયેલી છે. તેમણે વિવિધ પ્રકારની ફિલ્મો જેવી કે પ્રણય આધારિત ‘અંદાજ’ (૧૯૪૯), ‘આન’ (૧૯૫૨) તેમજ નાટકીય ‘દેવદાસ’ (૧૯૫૫), રમુજી ફિલ્મ ‘આઝાદ’ (૧૯૫૫), ઐતહાસિક ‘મુગલ-એ-આઝમ’ (૧૯૬૦) તેમજ સામાજીક ‘ગંગા જમુના’ (૧૯૬૧)માં અભિનય કર્યો છે.

image source

મધુબાલાના પિતા અતાઉલ્લાહ ખાન આ સંબંધના સખત વિરોધમાં હતા. આ દરમિયાન જ બી.આર. ચોપરાની ફિલ્મ નયા દૌરનું શૂટિંગ શરૂ થઈ ગયું હતું. દિલીપ કુમાર અને મધુબાલા આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા કરી રહ્યા હતા. આ ફિલ્મના શૂટિંગ માટે બંને મધ્યપ્રદેશ જવાના હતા, પરંતુ મધુબાલાના પિતા આ માટે સહમત ન હતા.

image source

ટ્રેજેડી કિંગ દિલીપ કુમારનું જીવન કોઈ ફિલ્મની કહાનીથી ઓછું નથી. તેમનું વર્ક ફંટ જોઈએ કે વાસ્તવિક જીવનની વાત કરીએ, દિલીપ કુમારના જીવનના ઘણા પરિમાણો છે. દિલીપ કુમારની પર્સનલ લાઇફ વિશે વાત કરીએ તો, તેમના અને મધુબાલાના સંબંધોની વાતો ખૂબ જ પ્રખ્યાત થઈ હતી. બંનેની મિત્રતાની શરૂઆત ફિલ્મ તરાના (1951) ના સેટ પર થઈ હતી અને પછી ટૂંક સમયમાં જ આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. બંને એકબીજા સાથે ઘણો લાંબો સમય વિતાવતા હતા. દિલીપ કુમાર મધુબાલાના દિવાના હતા અને તે તેની સાથે લગ્ન કરવા માંગતા હતા.

image source

પરંતુ પ્રેમની મંજિલ ક્યારેય સરળ હોતી નથી. મધુબાલાનો પરિવાર આ સંબંધ માટે તૈયાર નહોતો. મધુબાલાના પિતા અતાઉલ્લાહ ખાન આ સંબંધના સખત વિરોધમાં હતા. આ દરમિયાન બી.આર. ચોપરાની ફિલ્મ નયા દૌરનું શૂટિંગ શરૂ થઈ ગયું હતું. દિલીપ કુમાર અને મધુબાલા આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા કરી રહ્યા હતા. બંને ફિલ્મના શૂટિંગ માટે મધ્યપ્રદેશ જવાના હતા પરંતુ મધુબાલાના પિતા તે માટે સહમત ન હતા. તેનને ચિંતા હતી કે, આમ થતા બંને વચ્ચે નિકટતા વધી જશે.

image source

કરાર પર હસ્તાક્ષર કર્યા હતા અને તેને તોડવો બિલકુલ ખોટું હતું, તો બી. આર. ચોપરાએ મધુબાલા સામે કોર્ટમાં કેસ કરી દીધો હતો. દિલીપ કુમારે જ્યારે એની જુબાની આપવી પડી ત્યારે તેણે વાત હકીકતમાં જેવી હતી એવી ને એવી રીતે જ કોર્ટમાં રજુ કરી દીધી હતી. આમ કરતાં મધુબાલાની બાજુ નબળી પડી હતી. હવે જો તે આ કેસ હારી જાય છે તો તેને જેલમાં જવું પડે એમ છે. તેથી બી.આર.ચોપરાએ મોટું મન રાખીને કેસ પાછો ખેંચી લીધો હતો. આ ઘટનાએ દિલીપ કુમાર અને મધુબાલાના સંબંધો પર ભારે અસર કરી હતી.

મધુબાલાની આ ફરિયાદ હતી:-

image source

મધુબાલાનું માનવું હતું કે જો દિલીપ કુમાર ઇચ્છતો હોત, તો તે કોર્ટમાં તેમની તરફેણમાં નિવેદન આપી શકતો હતો. પરંતુ તેણે બી. આર. ચોપરાની તરફેણ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, દિલીપ કુમારના ચાહકોનું કહેવું છે કે, ટ્રેજેડી કિંગે તે સમયે કોર્ટમાં માત્ર સત્ય કહેવાનો જ નિર્ણય લીધો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ