આ 10 વર્ષના છોકરાના માતા-પિતાનુ મૃત્યુ થતા કરે છે ખેતી, અને ભરે છે પોતાનુ પેટ

એક દસ વર્ષના બાળકના જીવનમાં માતાપિતા કેટલા જરૂરી હોય છે. માતાપિતા વગર જીવન ઘણું મુશ્કેલ થઈ જાય છે. જયારે કોઈ દસ વર્ષીય બાળકની સંભાળ રાખવા માટે તેની સાથે કોઈ હોતું નથી ત્યારે આવા સમયે એક દસ વર્ષીય બાળક માટે જીવન જીવવું ખરેખરમાં સહેલું નથી હોતું.

image source

આપણા માટે તો આવું વિચારવું પણ મુશ્કેલ છે કે, એક દસ વર્ષનો બાળક કેવી રીતે માતાપિતા કે પછી કોઈ વૃદ્ધ વ્યક્તિ વગર એકલો જીવન જીવી શકે છે? આજે અમે આપને આવા જ એક બાળક વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેને વાત જાણીને આપની આંખોમાં પણ આંસુ આવી જશે. તેમજ આવા સમયે આપણે તે બાળક પાસેથી પ્રેરણા લેવી જોઈએ.

વિયેતનામના એક ગામમાં એક દસ વર્ષનો બાળક એકલો રહે છે જેનું નામ ડાંગ વાન ખુયેન છે. ડાંગ પોતાના ઘરમાં એકલો નથી રહેતો પણ ડાંગ ખેતીના ક્ષેત્રમાં ખુબ જ મહેનત પણ કરે છે. ડાંગએ પોતાના દસ વર્ષના જીવનકાળ દરમિયાન ઘણા બધા દુઃખ જોયા અને કેટલીક મુસીબતોનો સામનો પણ કર્યો છે. ડાંગ ઘણો નાનો હતો ત્યારે જ તેની માતાનું અવસાન થઈ ગયું હતું.

image source

ત્યાર પછી ડાંગના પિતા રોજી-રોટીની શોધમાં શહેર જતા રહે છે. ત્યારે ડાંગની સાથે તેના દાદા દાદી રહે છે. જયારે ડાંગના પિતા રોજીરોટીની શોધમાં શહેર કમાવા માટે ગયા હતા. ત્યારે તેઓ પોતાનું ઘર ચલાવતા હતા. ત્યારે ડાંગના દાદી ગામમાં જઈને રસોઈ બનાવવાનું કામ કરતા હતા.

ડાંગના શહેરમાં કમાવા માટે ગયા હોય છે ત્યારે શહેરમાં જ તેઓ અકસ્માતનો ભોગ બને છે અને આ અકસ્માતમાં ડાંગના પિતા પોતાનો જીવ ગુમાવી દે છે. ગ્રામજનોની મદદથી ડાંગના પિતાનો પાર્થિવદેહ ગામમાં લાવવામાં આવે છે. ત્યાર પછી થોડોક સમય વીટી ગયા પછી ડાંગના દાદી અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરીને ચાલ્યા જાય છે.

image source

દાદીના ગયા પછી ડાંગ હવે પોતાના ઘરમાં એકલો રહી જાય છે. ત્યાર પછી ડાંગ રોજ ઘરની પાસે આવેલા ખેતરોમાં કામ કરવા જાય છે. જ્યાં ડાંગ પોતાના માટે શાકભાજી ઉગાડે છે. ડાંગના ઘરની આજુબાજુ રહેતા પડોશીઓ ડાંગને ભોજન આપીને મદદ કરે છે. ડાંગનું ઘર લાકડાનું બનેલ હોવાથી વાવાઝોડું કે તીવ્ર પવન આવે છે ત્યારે વિખેરાઈ જાય છે.

image source

જયારે ડાંગ પોતાના ઘરમાં એકલો રહી જાય છે ત્યારે પડોશમા રહેતા વ્યક્તિઓ તેની ઘણી મદદ કરે છે. ઉપરાંત ડાંગની આવી સ્થિતીની જાણ થતા ઘણા લોકો તેને દત્તક લેવાની વાત પણ કરી હતી. પરંતુ ડાંગએ તેઓની વાતને મનાઈ કરી દીધી અને કહ્યું કે હું મારું ધ્યાન રાખી શકું છું.

image source

આ બાબતે તેની આસપાસ રહેતા વ્યક્તિઓએ પણ સમજાવ્યો હતો પણ ડાંગ માન્યો નહી અને તેણે ઘરમાં એકલા જ રહેવાનું નક્કી કર્યું. ખાસ વાત એ છે કે, ડાંગ ખેતરોમાં કામ કર્યા પછી પણ શાળાએ અભ્યાસ કરવા જવાનું ચૂકતો નથી, નિયમિત પણે રોજ શાળાએ જાય છે.

જયારે ડાંગની શાળાના એક ટીચર દ્વારા ડાંગની વાત સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી તો તે તરત જ વાયરલ પણ થઈ ગઈ. જેટલા પણ લોકોએ ડાંગની વાત જાણી તેઓ દરેકની આંખોમાં આંસુ આવી ગયા. કેટલીક વ્યક્તિઓએ ડાંગને દત્તક લેવાની ઈચ્છા દર્શાવી હતી. તેમજ ઘણા બધા લોકો એવા પણ છે જે ડાંગને અન્ય કોઈ રીતે મદદ કરવા ઈચ્છે છે.

હજી સુધી આ વાત સ્પષ્ટ નથી થઈ કે, ડાંગ હવે આ વ્યક્તિઓની મદદ લઈ રહ્યો છે કે નહી. તેમ છતાં, આ દસ વર્ષીય બાળક ડાંગની ભાવના અને જુસ્સાને સલામ કરી રહ્યા છે. જ્યાં ઘણી બધી વ્યક્તિઓ એવી છે જે જીવનમાં એકલા રહી જવાનો ભય સતાવે છે ત્યારે આપણે આ દસ વર્ષીય બાળક પાસેથી શીખવું જોઈએ કે ગમે તેવી તકલીફો આવે, ગભરાવું જોઈએ નહી અને આગળ વધતા રહેવું જોઈએ. આ જ જીવન છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ