ધનુરાસન એ બેક સ્ટ્રેચિંગ માટેની મહત્ત્વની એક્સરસાઇઝ છે, જાણો કેવી રીતે કરશો આ આસન…

ધનુરાસન એ 12 હઠ યોગ આસનોમાંનું એક છે. તે બેક સ્ટ્રેચિંગ માટેની મહત્ત્વની એક્સરસાઇઝ છે. તેનાથી સમગ્ર પીઠને એક સારું સ્ટ્રેચ મળે છે, અને તેના કારણે પીઠની લવચીકતા વધે છે અને સાથે સાથે પીઠ મજબુત પણ બને છે.


ધનુરાસન વિષે જાણવા જેવી મહત્ત્વની બાબતો

1. આ આસન કરતાં પહેલાં તમારે શું જાણવું જોઈએ

2. ધનુરાસન કેવી રીતે કરવું

3. ધનુરાસન કરતી વખતે લેવાતી સાવચેતી અને તેની વિપરિત અસરો

4. આસન શીખનાર માટે કેટલીક ટીપ્સ

5. આ આસનના વિવિધ પોઝ

6. ધનુરાસનના ફાયદા

7. ધનુરાસન પાછળનું વિજ્ઞાન

8. પ્રારંભિક પોઝ

9. અનુવર્તિ પોઝ


આ આસન કરતાં પહેલાં તમારે શું જાણવું જોઈએ

આ આસન કરતાં પહેલાં તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમારું પેટ સાફ અને ખાલી હોય. આ આસન કરતાં પહેલાં ઓછામાં ઓછા ચારથી છ કલાક પહેલાં ભોજન લઈ લેવું જોઈએ જેથી કરીને તમારું ભોજન પચી ગયું હોય અને તમારામાં આ આસન કરવા માટેની પુરતી ઉર્જા પણ હોવી જોઈએ.


યોગ વહેલી સવારે કરવા સારા રહે છે. પણ જો તમે તેમ ન કરી શકો તો સાંજે પણ તમે વ્યાયમ કરી શકો છો.

લેવલ – બેસિક

સ્ટાઇલ – વિન્યાસા

સમયગાળો- 15થી 20 સેકન્ડ

રિપિટેશન – નહીં

સ્ટ્રેચિસ – પેટ, છાતી, સાથળ, એડી, જંઘામુળ, મુખ્ય સ્નાયુઓ, ગળુ અને આગળનું શરીર

મજબુતી – પીઠ

ધનુરાસન કેવી રીતે કરવું


1. પેટ પર સુઈ જાઓ, તમારા પગ, હીપની પહોળાઈ પર છુટ્ટા રાખો અને તમારા બાવડા શરીરને સમાન્તર રાખો.

2. હવે હળવેથી તમારા ગોઠણ વાળો અને તમારી પગની ઘૂંટી પકડી રાખો.

3. શ્વાસ બહાર કાઢો અને તમારી છાતી અને પગને જમીનથી ઉંચા રાખો. તમારા પગ પાછળ ખેંચો.

4. સીધું જુઓ અને તમારો ચહેરો તાણરહિત રાખો. એક સ્મિત તમને તે માટે મદદ કરશે.

5. આ જ પોઝમાં રહો અને તમારા શ્વાસોછ્વાસ પર કેન્દ્રિત થાઓ. તમારું શરીર ધનુશઆકારનું થઈ જશે.

6. જેવા તમે આ પોઝમાં આરામ અનુભવો, લાંબો ઉંડો શ્વાસ લો.

7. લગભઘ 15-20 સેકન્ડ પછી શ્વાસ બહાર કાઢો અને સામાન્ય સ્થિતિમાં આવી જાઓ.

સાવચેતી અને વિપરિત અસરો


આ આસન કરતાં પહેલાં કેટલાક ધ્યાનમાં રાખવા જેવી સાવચેતી માટેના મુદ્દા અહીં આપવામાં આવ્યા છે.

1. જો તમને સારણગાંઠની સમસ્યા હોય, તમારું બ્લડ પ્રેશર નીચું કે ઉંચુ રહેતું હોય, તમારી કમરમાં દુખાવો રહેતો હોઈ, માઇગ્રેઇન હોય, માથામાં દુઃખાવો રહેતો હોય, ડોકમાં વાગ્યું હોય અથવા તો તાજેતરમાં જ તમે પેટ પર કોઈ સર્જરી કરાવી હોય તો તેવા સંજોગોમાં તમારે આ આસન કરવું જોઈએ નહીં.

2. ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓએ આ આસન કરવું જોઈએ નહીં.

આસન શીખનાર માટે કેટલીક ટીપ્સ


જ્યારે તમે આ આસન કરવાનું શરૂ કરો, તો બની શકે કે તમારા માટે જમીન પરથી સાથળ ઉંચા કરવા મુશ્કેલ બને. તો ત્યારે તમે એક બ્લેન્કેટને રોલ કરી તમારા સાથળ નીચે મુકી શકો છો જે તમને સાથળ ઉંચા કરવામાં મદદ કરશે.

આ આસનમાં વિવિધ એડવાન્સ આસનો


આ આસનને વધારે ઉંડાણમાં કરવા માટે તમે પાર્શ્વ ધનુરાસન કરી શકો છો. તેના માટે તમારે પ્રથમ ધનુરાસન કરવાનું છે, તમારે શ્વાસ બહાર કાઢવાનો છે અને ખભાની એક બાજુને જમીનને અડાડવાની છે. અને ત્યાર બાદ તેજ બાજુના પગને જમીન પર અડાડવા અને તે તરફ વળવું. તમારે ધનુરાસનની જેમ આ આસનમાં પણ તમારા હાથથી પગની ઘૂંટી પકડી રાખવાની છે. આ પોઝમાં તમારે 20થી 30 સેકન્ડ રહેવાનું છે. બીજી બાજુ આ જ રીતે પુનરાવર્તન કરો. આ આસનથી તમારા પેટના ઓર્ગન્સને સારો સ્ટ્રેચ મળશે.

ધનુરાસનના ફાયદા


અહીં અમે તમને ધનુરાસના કેટલાક અદ્ભુત ફાયદા જણાવ્યા છે.

1. તે તમારી પીઠની સાથે સાથે પેટના સ્નાયુઓને મજબુત બનાવે છે.

2. આ આસન તમારા પ્રજનન અંગોને ઉત્તેજન પુરુ પાડે છે.

3. આ આસન કરવાથી તમારી ડોક, છાતી અને ખભા પહોળા થાય છે.

4. હાથ-પગના સ્નાયુઓ મજબુત બને છે.

5. તેનાથી તમારી પીઠ લવચીક બને છે.

6. આ આસન કરવાથી માનસિક તાણ દૂર થાય છે.

7. નિયમિત આ આસન કરવાથી માસિકધર્મ વખતની પ્રતિકૂળતામાં રાહત આપે છે.

8. મૂત્રપિંડના રોગ ધરાવતા લોકોને આ આસન રાહત આપે છે.

ધનુરાસન પાછળનું વિજ્ઞાન


પ્રાચિન યોગ અને આધુનિક વિજ્ઞાન દર્શાવે છે કે કરોડરજ્જુ તે માત્ર સૌથી નાજુક જ નહીં પણ શરીરનો ખુબ જ મહત્ત્વનો ભાગ છે. મોટા ભાગના આસનો કરોડને અસર કરતા હોય છે જેથી કરીને આપણા વૃક્ષ સમાન જીવનના મૂળિયા મજબૂત બને. કરોડને વિકસાવવા માટે કરોડરજુ ચાવીરૂપ છે. આ આસન મુખ્ય રીતે કરોડરજ્જુ પર ફોકસ કરે છે અને જ્યારે તે સંપૂર્ણ રીતે કરવામાં આ ત્યારે તે પીઠને મજબુત અને લવચિક બનાવે છે.

પ્રારંભિક આસનો


ભુજંગાસન

સલાભાસન

સુપ્તા વિરાસન

વિરાસન

ઉર્ધ્વ મુખ સવાનાસન

સેતુ બન્ધાસન

સર્વાંગાસન

અનુવર્તિ આસનો

મત્સ્યાસન

સેતુ બંધ સર્વાંગાસન

ઉર્ધ્વ ધનુરાસન

ઉર્ધ્વ મુખા સવાનાસન

ઉસ્ત્રાસન


હવે તમે જાણો છો કે આ આસન કેવીરીતે કરવું, તો રાહ શું જુઓ છો ? ધનુરાસન એક પ્રતિષ્ઠિત યોગાસન છે તે પીઠ માટે અતિ લાભપ્રદ છે. તમારે આ આસનની ટેવ પાડવી જોઈએ !

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ