બોલિવૂડના આ 5 સેલિબ્રિટિ સ્ટાર દુબઇમાં આલિશાન એપાર્ટમેન્ટ ધરાવે છે..

દુબઈ યુએઈનું એક અદ્ભુત શહેર છે, તેનાથી સમગ્ર વિશ્વના લોકો આકર્ષાયેલા રહે છે. તે પોતાના લક્ઝરિયસ તેમજ અતિ દિલકશ આવાસોથી વિશ્વભરના ધનાડ્ય લોકોને આકર્ષે છે.

 

View this post on Instagram

 

A post shared by Dubai (@dubai) on

કેટલાક લોકો તો દુબઇમાં રહે પણ છે જેમાંના કેટલાક હોલિવૂડ તેમજ બોલિવૂડના સ્ટાર્સ પણ છે. આપણા આજના લેખમાં અમે તમને એવી કેટલીક બોલિવૂડ હસ્તિઓ વિષે જણાવવા જઈ રહ્યા છે જેઓ દુબઈમાં પણ આલિશાન ઘર ધરાવે છે. તેમાંના કેટલાક તો અત્યંત સુંદર છે.

 

View this post on Instagram

 

A post shared by Dubai (@dubai) on


દુબઈમાં આવેલા બોલિવૂડ સેલિબ્રિટીના મકાનોઃ

યુએઈના દુબઈ શહેરમાં રિયલ એસ્ટેટ માર્કેટ હંમેશા આકાશ આંબતું રહે છે, જો કે તેની અસર આપણા બોલિવૂડના સ્ટાર્સને નથી થતી. તેમાંના કેટલાક બોલિવૂડ સ્ટાર્સે તો એવા સમયે દુબઈમાં મકાન ખરીદ્યા છે જે વખતે એટલે કે વર્ષ 2008માં ત્યાંનું પ્રોપર્ટી માર્કેટ ખુબ જ હાઈ હતું.

 

View this post on Instagram

 

A post shared by Dubai (@dubai) on


બોલિવૂડ સ્ટાર્સ ખુબ જ ધનિક લોકો હોય છે. તેમાંના મોટા ભાગના સેલિબ્રિટિ પોતાનો રૂપિયો પ્રોપર્ટીમાં રોકતા હોય છે. આ બોલિવૂડ સ્ટાર્સે પોતાના પૈસા દરેક વસ્તુઓમાં રોક્યા હોય છે પછી તે રિટેઇલ પ્રોજેક્ટથી માંડીને દુબઈં રિયલ એસ્ટેટ, રેસ્ટોરન્ટ વિવિધ સ્પોર્ટ ફ્રેન્ચાઇઝી સુધી હોઈ શકે છે. આ સુંદર સ્ટાર્સ પોતાની રજાનો સમય હંમેશા વિદેશની પિક્ચર પર્ફેક્ટ જગ્યાઓ પર પસાર કરવા માગતા હોય છે. અને આજ કારણસર કેટલાક બોલિવૂડ સ્ટાર્સ વિદેશોમાં પણ વિવિધ જગ્યાએ પોતાના ઘર ધરાવે છે.

1. શાહરુખ ખાનઃ

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@iamsrk) on


દુબઈમાં અગણિત બોલિવૂડ સ્ટાર્સના ઘર આવેલા છે. અમારી પાસે શાહ રુખ ખાનની પ્રોપર્ટીની કેટલીક વિગતો છે. જોકે આ અભિનેતાએ એવું જણાવ્યું છે કે દુબઈના ધ પામ જુમેઇરાહ ખાતે આવેલું સુંદર ઘર એક અત્યંત સુંદર ભેટ છે. પણ એવી જાણકારી મળી છે કે તેની આ પ્રોપર્ટી પામ જુમેઇરાહને એન્ડોર્સ કરવાની ફી તરીકે તેને મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@iamsrk) on

શાહરુખ ખાનની આ મિલકત બે સ્તર પર વહેંચાયેલી છે 14000 સક્વેર ફૂટના પ્લોટ પર 8500 ફૂટનું બાંદકામ કરવામાં આવ્યું છે, કેહવાય છે કે આ સિગ્નેચર વિલા લગભગ 17.84 કરોડની છે. આ સુંદર વિલામાં એક અલાયદો સ્વિમિંગ પુલ અને એક સુંદર બિચ છે જ્યાં આ ખાન કુટુંબ રજાની મજા માણી શકે છે.

2. અભિશેક બચ્ચન અને ઐશ્વર્યા રાઈ બચ્ચનઃ

 

View this post on Instagram

 

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on


આ બે સુપરસ્ટાર પતિ-પત્નિ દુબઈના જુમેઇરાહ્ઝ ગોલ્ફ એસ્ટેટમાં આલિશાન પ્રોપર્ટી ધરાવે છે. આ લેવિશ વિસ્તાર કે જેને રિઝોર્ટ સ્ટાઇલ વિલાનું રૂપ આપવામાં આવ્યું છે. અહીં આવેલી વિલાઓ 5600 સ્ક્વેર ફીટથી લઈને 10600 ફૂટમાં ફેલાયેલી છે. તેની લગભઘ કિંમત 15થી 35 મિલિયન યુએઈ દિરહામ છે. આ દરેક વિલા સુંદર બગીચા અને રિઝોર્ટ સ્ટાઇલ સ્વિમિંગ પુલથી સજ્જ હોય છે. આ ઉપરાંત પણ તેઓ એમિરેટ્સ હિલ્સમાં પણ એક સુંદર બંગલો ધરાવે છે. જે તેમને એક પ્રોપર્ટી ડેવલપર પાસેથી ભેટમાં મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

જોકે 2017 એ દુબઈના પ્રોપર્ટી બજારમાં ઇન્વેસ્ટ કરવા માટેનો ઉત્તમ સમય હતો. તમે આજે પણ અહીં એક સુંદર ઘર મેળવી શકો છો.

3. શિલ્પા શેટ્ટી કુન્દ્રાઃ

 

View this post on Instagram

 

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on


અદ્ભુત અભિનેત્રી કે જેણી હાલ એક બિઝનેસ વુમન પણ બની ગઈ છે તેણી પણ બુર્જ ખલિફામાં એક અત્યંત આલિશાન ફ્લેટ ધરાવે છે, આ ઇમાર દુનિયાની સૌથી ઊંચી ઇમારત છે. આ કપલ “રાજ મહલ”નામની એક પ્રોપર્ટી ધરાવે છે જે ઇંગ્લેન્ડના સરે પ્રાંતના વેઇહબ્રિજ ખાતે આવેલી છે આ ઉપરાંત તેઓ મેફેયર અને લંડનની ઓક્સફર્ડ સ્ટ્રીટમાં પણ પ્રોપર્ટી ધરાવે છે.

4. સલમાન ખાનઃ

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on


દુબઈ એ સલમાન ખાનનું માનિતું શહેર છે. આ અભિનેતાએ દુબઈના જ એક પરા ધી એડ્રેસ, ડાઉનટાઉનમાં એક એપાર્ટમેન્ટ ખરીદ્યો છે જે તેણે સુંદર રીતે સજાવ્યો પણ છે. સલમાન પોતાની બિંગ હ્યુમન નામની બ્રાન્ડને પ્રમોટ કરવા પણ દુબઈ આવી ચુક્યો છે. દુબઈ એક એવી જગ્યા છે જ્યાં સમગ્ર વિશ્વના લોકોની આંખો તકાયેલી હોય છે. ત્યાંનું રીચ કલ્ચર, સુંદર આર્કિટેક્ચર, આકર્ષક મકાનો, ઊંચી ગગનચુંબી ઇમારતો આ બધું જ દુબઈના આકર્ષણો છે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on

સલમાન ખાન અવારનવાર યુએઈની મુલાકાત લેતો રહે છે. તેને એમિરેટ્સ દેશો પ્રત્યે એક અલગ જ લગાવ છે અને કદાચ તે જ કારણસર તે આ શહેરમાં રોકાણ કરવા પ્રેરાયો હશે.

5. સોહૈલ ખાનઃ

 

View this post on Instagram

 

A post shared by sohail khan (@sohailkhanofficial) on


બોલિવૂડના સુપર સ્ટાર સલમાન ખાનનો, પ્રોડ્યુસર-ડિરેક્ટર ભાઈ સોહેલ ખાન પણ દુબઈમાં પ્રોપર્ટી ધરાવે છે, તે મિડલ ઇસ્ટના એક ન્યૂયોર્કના મેનહટન જેવા વિસ્તારમાં આવેલી છે. તેનો આ અત્યંત લેવિશ એપાર્ટમેન્ટ 21 માળના રેસિડેન્શિયલ ટાવરમાં આવેલો છે, જેનું નામ છે બુર્જ પેસિફિક તેમાં 150 સુંદર એપાર્ટમેન્ટ્સ આવેલા છે અને કેટલાક પેન્ટહાઉસીસ પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on

સોહેલ ખાને એક એવું નિવેદન પણ આપ્યું હતું, “અમે ખરેખર દુબઈમાં પ્રોપર્ટી શોધી રહ્યા છીએ, આખું વર્ષ અમે વ્યસ્ત રહીએ છીએ માટે દુબઈમાં એક પ્રોપર્ટી લેવાનો તો અમારો વિચાર છે જ, અને એમ પણ તે મુંબઈથી માત્ર અઢિ કલાકના અંતરે જ આવેલું છે.”

સોહેલ ખાને એવું પણ જણાવ્યું હતું, “એક બીજા ઘર તરીકે આ શહેર રહેવા માટે સુરક્ષિત છે. એક હોલિડે હોમ તરીકે તમે બાળકો સાથે આ જગ્યાએ સુરક્ષિત અનુભવો છો.”

 

View this post on Instagram

 

#Repost @beingsalmankhan “Bandhu @sohailkhanofficial aur Captaan ka Bhaihood.”

A post shared by sohail khan (@sohailkhanofficial) on


“અહીંની સુરક્ષા વ્યવસ્થા અદ્ભુત છે, અહીંનું ફૂડ, લોકો અને જગ્યાઓ ખુબ જ સુંદર છે. પણ હું હંમેશા કહું છું તેમ લોકો જ જગ્યાને ઘર બનાવે છે. અને અહીંના લોકો ખુબ જ સારા છે.”

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ બોલીવુડની જાણી અજાણી વાતો અને માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ