ધનતેરસના દિવસે જો કર્યા આ ૬ ઊપાય, તો જરૂર થશે ધનવર્ષા.

કાર્તક મહિનાના કૃષ્ણ પક્ષની તેરમી તીથીએ ધનતેરસનો શુભ તહેવાર આવે છે. આ દિવસે ભગવાન ધનવંતરી, કુબેર મહારાજ, માતા લક્ષ્મી તેમજ ગણપતિજીની પુજા કરવામા આવે છે. ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરી અમૃતનો કળશ લઈને સમુદ્ર મંથન દરમિયાન પ્રગટ થયા હતા.

image source

એવું કહેવાય છે કે આ દિવસે પુજા કરીને તેમજ કેટલીક શુભ વસ્તુઓની ખરીદી કરીને તમે આખું વર્ષ સમૃદ્ધ રહી શકો છો. તો આજે અમે તમને જણાવીશું ધનતેરસના દિવસે કરવાના ઉપાયો. આ ઉપાયો કરીને તમને આખા વર્ષ દરમિયાન ધન નહીં ખૂટે.

image source

ગોમતી ચક્રના આ ઉપાયથી આવનારા સંકોટોથી રક્ષણ મેળવો.

જો ગોમતી ચક્રનો ઉપયોગ યોગ્ય રીતે કરવામા આવે અને તેને વિધિપુર્વક રીતે ધારણ કરવામા આવે તો તેનાથી તમારા જીવનના બધા જ વિઘ્નો દૂર થઈ જાય છે. ધનતેરસના દિવસે પાંચ ગોમતી ચક્ર પર ચંદન લગાવીને તેને લક્ષ્મી પુજા કરતી વખતે મંદીરમાં સ્થાન આપવું. પછી આ ગોતમી ચક્રને તમે તમારા પર્સ, તમારી તીજોરી વિગેર જગ્યાએ રાખી શકો છો.

image source

લાલ વસ્ત્રોમાં રાખો ચોખા તમને મળશે શુભ ફળ

ધનતેરસની રાત્રે જ્યારે તમે કુબેર મહારાજ, લક્ષ્મીજી, ગણપતિજી અને ધનવંતરી ભગવાનની પુજા પુર્ણ કરી લો ત્યાર બાદ તમારે એક સ્વચ્છ લાલ વસ્ત્ર લેવુ અને તેમાં 21 આખા ચોખાના દાણા મુકવા અને તેની નાનકડી પોટલી બનાવી લેવી. તેને તમારે તમારી તીજોરી કે પછી પર્સમાં જ્યાં તમે તમારું ધન રાખતા હોવ ત્યાં મુકવી. આ ઉપાય કરવાથી ઘરમાં આર્થિક સદ્ધરતા આવે છે.

image source

કોડીઓનો ઉપાય

કોડીઓનો ઉપાય કરવા માટે તમારે ધનતેરસના દિવસે 11 કોડિઓ લેવી તેને લાલ કોરા વસ્ત્રમાં મુકી તેની પોટલી વાળી લેવી અને ધનતેરસથી ભાઈબીજ સુધી શ્રી સુક્તના પાઠ કરવા અને તેને મંદીરમાં જ સ્થાપિત કરવી. આટલા દિવસ પુજા કર્યા બાદ તમારે તે કોડી લઈને તમારી તીજોરી કે જ્યાં તમે ધન રાખતા હોવ તે સ્થાન પર મુકી દેવી. આ પ્રયોગથી તમારી સફળતામાં આવતા બધા જ વિઘ્નો દૂર થઈ જશે.

image source

અણધાર્યા ધનલાભ માટે આ ઉપાય અજમાવો

જો તમને ક્યાંયથી પણ ધન લાભ થવાની આશા ન હોય અને તમને પૈસાની જરૂર હોય તો તેના માટે તમારે ધનતેરસની રાત્રે તેર દિવા પ્રગટાવવા અને તેની બાજુમા એક એક કોડી મુકી દેવી અને અરધી રાત્રે જ્યારે દિવા ઓલવાઈ જાય ત્યારે દીવાની બાજુમાંથી કોડી લઈ લેવી અને તેને ઘરના એક એક ખૂણામાં મુકી દેવી. તમને અચાનક જ ક્યાંકથી ધનલાભ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ