2 મોં, 2 કાન અને 4 આંખોવાળુ ‘અનોખું વાછરડુ, લોકો ચમત્કાર માનીને કરી રહ્યાં છે જોવા માટે પડાપડી

આમ તો આપણે અનેક ચમત્કારો સાંભળતા હોઇએ છીએ. ક્યારેક કોઇક માણસ કઇક વિશ્વાસ આવે નહી એવુ કામ કરે તો આપણે તેને ચમત્કાર કહેતા હોય છે. હાલમા આવો જ એક ચમત્કાર પશુમા જોવા મળ્યો છે જેને જોઈને બધાના હોશ ઉડી ગયા હતા.મળતી માહિતી મુજબ આ અનોખી ઘટના ઉત્તર પ્રદેશના ચાંદૌલીમાં જોવા મળી હતી. ચાંદૌલીના બારહુલી ગામે એક ગાયએ બે મોઢા, બે કાન અને ચાર આંખોવાળા વાછરડાને જન્મ આપ્યો છે. એક રિપોર્ટ મુજબ આ ગામના દૂર-દૂરના વિસ્તારના લોકો પણ ગાય અને તેના અનોખા વાછરડાને જોવા માટે અહી આવવા લાગ્યા છે અને લોકો માને છે કે આ ચમત્કાર થયો છે.

2353545
image source

જ્યારે પરિવારે આ વાછરડાને જોયુ ત્યારે તે પણ ચોંકી ગયો હતો. આ વિશે વિગતે વાત કરીએ તો આ વાછરડાનો જન્મ બહુલી ગામના રહેવાસી અરવિંદ યાદવના ઘરે થયો હતો. કહેવામા આવ્યુ છે કે હવે તે સંપૂર્ણ સ્વસ્થ છે. વાછરડાને જોવા માટે અરવિંદના ઘરે લોકોનુ એક ટોળું એકઠા થઈ ગયું હતું અને દૂર-દૂરથી લોકો તેને જોવા માટે આવી રહ્યા છે. અરવિંદે સાથે થયેલ વાતચીતમા તેણે જણાવ્યું હતું કે રવિવારે જ્યારે ગાયએ વાછરડાને જન્મ આપ્યો ત્યારે તેના પરિવારજનોને પણ આ જોઈને નવાઇ લાગી હતી.

મળતી માહિતી મુજબ બે માથાવાળા પ્રાણીઓને બાયસિફિલિક અથવા ડિસ્યુફિલિક કહેવામાં આવે છે અને ત્રણ માથાવાળા પ્રાણીઓને ટ્રાઇસિફિલિક કહેવામાં આવે છે. પોલિસેફાલિક પ્રાણીના દરેકનું પોતાનું મગજ હોય છે, જે તેના બાકીના અવયવોને નિયંત્રિત કરે છે. ઘરના સભ્યોએ જોયું કે વાછરડીને બે માથા અને ચાર આંખો છે. તે ખૂબ જ નવાઇ પમાડનાર હતું. લોકો તેને પ્રકૃતિનો કરિશ્મા માને છે. જો કે ચંદૌલીના મુખ્ય પશુ ચિકિત્સા અધિકારીએ કહ્યું કે આ કોઈ દૈવી ચમત્કાર નથી પરંતુ કેટલીકવાર ગર્ભમાં ગર્ભના વિકાસ દરમિયાન કોષો ઘણા ભાગોમાં વહેંચાય છે અને આ વધારાના વિકાસને કારણે થાય છે એટલા માટે વાછરડાને બે માથા છે.

આ કોઈ પહેલો કિસ્સો નથી કે આવુ અજિબ જોવા મળ્યુ હોય. આ અગાઉ પણ ચીનના ગુઇઝોઉ ગામમાં આવુ બન્યું હતુ. ત્યા 15 ઓગસ્ટના રોજ ચીનના એક ગામમાં બે કાન, બે મોઢા અને ચાર આંખોવાળી એક અનોખી વાછરડીનો જન્મ થયો હતો. તેના માલિકે કહ્યું કે તે બંને મોંમાંથી દૂધ પી શકે છે પરંતુ બે મોં હોવાને કારણે આ ગાય ઉભી રહી શકતી નથી. ચીનના ગુઇઝોઉ ગામમાં જન્મેલા આ અનોખા વાછરડાને જોવા માટે લોકો એકઠા થયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong