આ અકસીર ઘરેલૂ ઉપાયો વંદાથી અપાવશે મોટી રાહત

ઘરમાં આજકાલ ફરતા કોકરોચ એટલે કે વંદા સામાન્ય વાત બની ગઈ છે. અનેક ગૃહિણીઓ આ વાતથી પરેશાન રહે છે. આ સમયે તમે અનેક મોંઘી પ્રોડક્ટ્સ પર હાથ અજમાવવાના બદલે આ કેટલાક સસ્તા અને ઘરેલૂ ઉપાયો અજમાવી લેશો તો તમને રાહત મળી શકે છે.

image source

ઘરમાં વંદા ખાસ કરીને ગટરના રસ્તેથી આવતા હોય છે. આ સાથે તમે તેને કિચનમાં અને સ્ટોર રૂમમાં પણ ફરતા જોઈ શકો છો. માર્કેટમાં અનેક એવી પ્રોડક્ટ્સ છે જે દાવો કરે છે કે તેનો ઉપયોગ કરવાથી હંમેશા માટે તમે વંદાથી રાહત મેળવી સકો છો. આ રાસાયણિક ચીજોનો ઉપયોગ તમારા માટે ખતરનાક હોઈ શકે છે અને સાથે જ જો ઘરમાં બાળકો હોય તો તેમને માટે પણ તે મુશ્કેલી લાવી શકે છે. આજે અમે તમને કેટલાક એવા ઉપાયો જણાવીશું જેનાથી તમે ઝડપથી ઘરમાં રહીને જ વંદાથી રાહત મેળવી શકો છો.

તમાલપત્રનો ઉપયો

image source

તમે નહીં જાણતા હોવ પણ તમાલપત્રની સ્મેલથી ઘરના વંદા દૂર ભાગે છે. આ માટે તમે તેને જ્યાં વંદા રહે છે ત્યાં મૂકી આવો. આમ કરવાથી તે જાતે જ ભાગી જશે. આ સિવાય લવિંગની સ્મેલ પણ વંદાને પસંદ હોતી નથી. આ જગ્યાએ તમાલપત્રની સાથે લવિંગ રાખી લેવાથી ફટાફટ વંદા ભાગી જશે.

કેરોસીનની લો મદદ

image source

વંદાને કેરોસીનની સ્મેલ પણ પસંદ હોતી નથી. તેની તીખી સ્મેલથી વંદા આ જગ્યાઓથી દૂર ભાગે છે. તમે આ જગ્યાઓએ કેરોસીન છાંટો. તેની સ્મેલથી વંદા બહાર આવીને મરવા લાગશે.

રેડ વાઈન

image source

વંદાને રેડ વાઈનની સ્મેલ પણ પસંદ હોચી નથી, એક વાટકીમાં રેડ વાઈન બરીને જ્યાં વંદા રહેતા હો ત્યાં રાખો. આમ કરવાથી તમારા ઘરમાં છૂપાઈને રહેતા વંદા બહાર આવી જશે.

બોરેક્સ પાવડર

image source

બોરેક્સ પાવડરને છાંટવાથી પણ વંદા દૂર ભાગે છે. પણ આ ખતરનાક સાબિત થી શકે છે. કોઈ કારણે જો બોરેક્સ પાવડરને છાંટતી સમયે તમે બેદરાકીર રાખશો તો તે બાળકોને માટે મુશ્કેલી લાવી શકે છે. બાળકોને તેનાથી દૂર રાખવા જરૂરી છે. આ નુસખાની મદદથી પણ તમે ઘરમાંથી વંદાને જલ્દી ભગાવી શકો છો.

બેકિંગ સોડા અને ખાંડ

image source

આ સિવાય તમે બેકિંગ સોડા અને ખાંડની પણ મદદ લઈ શકો છો. આ બંને વસ્તુઓ તમને રસોડામાં સરળતાથી મળી રહે છે. ખાંડની મીઠાશ વંદાને આકર્ષિત કરે છે અને બેકિંગ સોડાથી વંદા મરી જાય છે. વંદાને મારવા માટેનો આ બેસ્ટ ઉપાય છે.

ડુંગળીનો રસ

image source

આ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે કેમકે તેનાથી કોઈ નુકસાન પણ થતું નથી. ડુંગળીનો રસ કાઢીને તેને એક વાટકીમાં ભરો, જ્યાં વંદા રહેતા હોય ત્યાં આ રસનો છંટકાવ કરો. 4-5 દિવસના અંતરે તેને સાફ કરીને ફરીથી અહીં આ રીતે ડુંગળીનો રસ છાંટો, જલ્દી જ વંદા ગાયબ થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ