વાયરલ ફિવરને ભગાડવા માટે આદુ છે રામબાણ ઇલાજ, આ રીતે કરો તમે પણ તેનો ઉપયોગ

ઘરના કિચનમાં એવા કેટલાક મસાલા હોય છે જે શરીરના તમામ રોગોને જડમૂળથી ખતમ કરવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે.

image source

પરંતુ એના માટે પૂરી જાણકારી હોવી ખૂબ જરૂરી છે અને શિયાળામાં દરેક વસ્તુઓમ ઉપયોગમાં લેવાતા આદુંના અગણિત ફાયદાઓ છે. કારણકે આદુની તાસીર ગરમ હોય છે એટલે આદુંને શિયાળામાં વધારે ખાવામાં આવે છે.

image source

આમ કરવાથી શરદી, ખાંસી જેવી કેટલીક તકલીફો થતી નથી. આદુંમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, આયર્ન, કેલ્શિયમ જેવા પોષકતત્વો હોય છે જે આદુંને વધારે ખાસ બનાવી દે છે.

image source

આદુંનું સેવન કરવાથી શરીર પણ સ્વસ્થ રહે છે. સાથે જ આદુંનું સેવન કરવાથી ઘણી બધી તકલીફો માંથી છુટકારો મળી જાય છે. આદુંનું સેવન એ સ્થિતિમાં પણ કરી શકાય છે જ્યારે આપને જીવ મચલવો અને ઊલ્ટીની તકલીફ થાય. જોવા જઈએ તો આદું એક ઔષધિનું રૂપ છે. જેમાં એંટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ હોય છે જે સાંધાના દુખાવાને ખતમ કરવામાં મદદ કરે છે.

વાઇરલ ફીવર:

image source

વાઇરલ ફીવર આ દિવસોમાં ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે જે આપણા બધાના શરીરને નબળું બનાવી રહ્યું છે. ખરેખરમાં આ ફીવરનું કારણ શરીરની ઇમ્યુન સિસ્ટમ નબળી થઈ જાય છે. આમ તો વાઇરલ ફીવરના લક્ષણો પહેલા જ દેખાવા લાગે છે જેની પર આપણે ધ્યાન આપતા નથી.

વાઇરલ ફીવરના લક્ષણ:

image source

ગળામાં દુખાવો, માથામાં દુખાવો, વધારે થાક લાગવો, સાંધામાં દુખાવાની સાથે જ ઊલટી અને દસ્ત, આંખોનું લાલ થવું અને માથાનું ગરમ રહેવું આ બધા લક્ષણ વાઇરલ ફીવરના હોય છે. જેને નજરઅંદાજ કરવા જોઈએ નહિ.

આદુનો ઉકાળો:

image source

વાઇરલ ફિવરથી બચવા માટે આદુનો ઉકાળો રામબાણ ઈલાજ છે. આદુનો ઉકાળો બનાવવા માટે એક એક ચમચી પીસેલા મરી, હળદર, અને સૂંઠ કે આદુંને એક કપ પાણીમાં થોડી ખાંડ નાખીને ઉકાળી લો જય સુધી પાણી અડધું થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળો. ત્યાર બાદ તેને ઠંડો કરીને પી લેવો. ધ્યાન રાખવું કે વધારે ગરમ ઉકાળો પીવો જોઈએ નહિ.

તુલસી:

image source

વાઇરલ ફિવરમાં તુલસી પણ દવાનું કામ કરે છે. કેમકે તુલસીમાં એન્ટીબાયોટિક ગુણ હોય છે. તુલસીનો ઉપયોગ કરવા માટે એક ચમચી લવિંગનું ચૂર્ણ અને પંદર તુલસીના તાજા પાનને ઉકાળો. આપ ઈચ્છો તો આ પાણીને ગાળીને પી શકો છો કે પછી ગાળ્યા વગર એમ જ પણ પી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ