રાહુની અસરથી બચવા જલદી કરો આ ઉપાયો

વર્ષ 2020 પર રહેશે રાહુની અસર, બચવા માટે અપનાવો આ 10 ઉપાય

image source

નવું વર્ષ એટલે કે 2020 શરુ થયું તેને એક માસ પૂર્ણ થઈ ચુક્યો છે. આ વર્ષની શરુઆત દરેક વ્યક્તિએ જોશભેર કરી હશે. દરેક વ્યક્તિ આ વર્ષમાં જીવનના નવા લક્ષ્યાંક પૂરા કરવા તનતોડ મહેનત કરતા હશે. પરંતુ શક્ય છે કે તેમના જીવનમાં અને તેના સપના પૂરા કરવામાં કેટલીક બાધાઓ આવે.

વ્યક્તિને પોતાના જીવનના ધ્યેય સુધી પહોંચવામાં અણધારી સમસ્યાઓ નડે. આવું થવા પાછળનું કારણ એ પણ હોય શકે છે કે નવા વર્ષ પર રાહુનું સ્વામિત્વ છે.

image source

નવા વર્ષની શરુઆતથી લઈ 23 સપ્ટેમ્બર 2020ની સવારએ 8.20 કલાક સુધી રાહુ મિથુન રાશિમાં બિરાજમાન રહેશે. વર્ષ 2020માં રાહુનું રાશિ પરિવર્તન એક મહત્વપૂર્ણ જ્યોતિષી ઘટના તરીકે જોવામાં આવી રહી છે. રાહુ એક છાયા ગ્રહ છે.

image source

આમ તો આ ગ્રહ કોઈ રાશિનો સ્વામી ગ્રહ નથી પરંતુ મિથુન રાશિમાં રાહુ ઉચ્ચનો હોય અને ધન રાશિમાં નીચ ભાવમાં હોય છે. જો કુંડળીમાં સૂર્યની સાથે શનિ અથવા શુક્ર હોય તો રાહુનો અશુભ પ્રભાવ ઘટી જાય છે. આ સિવાય રાહુને શાંત કરવા અથવા તો તેના અશુભ પ્રભાવને ઘટાડવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાયો પણ દર્શાવાયા છે.

આ ઉપાયોને કરવાથી પણ અશુભ પ્રભાવને દૂર કરી શકાય છે.

image source

રાહુના ગોચરનો પ્રભાવ દરેક રાશિ પર અલગ અલગ રીતે પડશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુ એક ક્રૂર ગૃહ માનવામાં આવે છે. રાહુના અશુભ પ્રભાવના કારણે જાતક અનેક માનસિક અને શારીરિક કષ્ટોને સહન કરે છે. આ વર્ષ એવા જાતકો માટે વધારે કષ્ટદાયી રહેશે જેમની કુંડળીમાં રાહુની સ્થિતિ ખરાબ છે.

image source

જે જાતકની કુંડળીમાં રાહુ નીચા સ્થાને અથવા તો નબળી સ્થિતિમાં હશે તે લોકો પોતાના જીવનમાં આવતાં કષ્ટને દૂર કરવા કેટલાક ઉપાયોની મદદ લઈ શકે છે. આ ઉપાયો વ્યક્તિને રાહુના ખરાબ પ્રભાવથી બચાવે છે. તો ચાલો તમને જણાવીએ વર્ષ 2020ને સુખરુપ પાર પાડવના ચમત્કારી ઉપાયો વિશે.

1. સાસરા પક્ષ સાથે સંબંધો સુમેળભર્યા રાખવા. વર્ષ દરમિયાન શુભ ફળ મળશે.

2. માથા પર નિયમિત રીતે ચંદન અથવા કેસરનું તિલક કરો.

3. નાળિયેરના ઝાડને જળ અર્પણ કરો. આ કામ રોજ સવારે કરવું. તમે નાળિયેરના છોડ ઉછેરી પણ શકો છો.

image source

4. હાથીને ભોજન અથવા ઘાસ ખવડાવો.

5. ઘરમાં શૌચાલય, બાથરુમ અને દાદરનો ભાગ સ્વચ્છ રાખવા નિયમિત સફાઈ કરવી.

6. ઘરમાં રસોડામાં બેસીને જ ભોજન કરવું. ક્યારેય બેડરુમમાં ભોજન કરવાની ભુલ ન કરવી.

image source

7. માંસ, તામસિ ખોરાક તેમજ મદિરા પાનથી દૂર રહેવું.

8. ભૈરવ મહારાજને કાચું દૂધ ચઢાવવું. તમે ભૈરવને મદિરા પણ ચઢાવી શકો છો.

9. નિયમિત રીતે ગુરુવારનું વ્રત કરવું.

image source

10. રોજ સવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

આ દસ ઉપાયોને જીવનના નિયમ બનાવી તેનું પાલન રોજ શ્રદ્ધાથી કરશો તો તેની શુભ અસર અચૂક અનુભવાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ