કામધેનું – દેશી ગાયના દૂધમાંથી બનેલ શુદ્ધ ઘી છે અનેક દર્દોમાં અકસીર ઉપચાર, શુદ્ધ ઘીથી દૂર ન ભાગશો, દેશી ગાયના દૂધમાંથી બનેલું ઘી છે ઉત્તમ દવા

ભારત દેશમાં દરેક પ્રાણીઓને ખાસ સંરક્ષણ અને અભયારણ આપ્યું છે પરંતુ ગાયને દેવીય પ્રાણીઓમાં ગણવામાં આવે છે. તેને ગાયમાં કહેવાય છે કે તેંત્રીસ કરોડ દેવતાઓનો વાસ રહેલો છે. હિન્દુસ્તાનની સંસ્કૃતિમાં ગાયને માતા તરીકેનો દરજ્જો અપાયો છે. તેમજ ગાયને કામધેનુ કહે છે.

એટલે કે સમસ્ત ઇચ્છાઓ પૂરી કરાનારી દેવી. તેમાંથી પ્રાપ્ત થયેલ દૂધ અને તેમાંથી મળતી શક્તિ એ મનુષ્યો અને પ્રાણીઓ માટે જીવન ટકાવી રાખવા માટે વરદાન સ્વરૂપ છે.

આખા વિશ્વમાં સૌથી વધુ ગાયો હોય તો છે ભારત દેશમાં તેમાં પણ ગીરની દેશી ગાયો અને તેના દૂધની ગુણવત્ત સવિશેષ છે. તે દૂધમાંથી અન્ય ઉત્પાદનો બને છે જેમ કે દહીં અને ઘી… આ સિવાય માવો અને મીઠાઈઓ તથા પનીર મુખ્ય છે.

આજે અમે તમારા માટે લાવ્યાં છીએ દેશી ગાયના ઘીમાંથી કેટલાય ઘરેલુ ઉપચારો વિશેની માહિતી. જી હા, આ કામધેનુના દૂધમાંથી બનેલું ઘી આપના સ્વાસ્થ્ય માટે એક ઉત્તમ ઔષધ છે.

એક એવું ટોનિક જેનાથી શરીરની દરેક પ્રકારની નબળાઈઓ / અશક્તિ દૂર થઈને સાચી તાકાત મળે છે. એટલે જ તો ખેતરોમાં દિવસ રાત ખેતી કરતા ખેડૂતોની તાકાત જોઈ લો ! ગામડાંના જૂના માણસો અને ઘરના ઘરડાં વડીલોએ હંમેશાં દેશી ઘીથી બનેલી સુખડી અને રાબ પીવાનું કહ્યું હશે તે એમને એમ તો નહીં જ કહ્યું હોય ને!

જુઓ દેશી ગાયના દૂધમાંથી બનેના કણીદાર શુદ્ધ ઘીના ચમત્કારીક ઉપચારોઃ

ઘી નાકમાં નાખવાથી તે એલર્જિક પ્રતિક્રિયાઓ દૂર કરે છે.

નાકમાં ઘી નાખવાના ઉપચારથી લકવાની સારવાર કરવામાં આવે છે

નાકમાં ઘી નાખીને માનસિક તણાવ દૂર થઈને ગાંડપણ પણ દૂર થઈ શકશે.

ઘી અને મિશ્રી મીલાવીને ચટાડવાથી ભલભલા નશામાં રહેલા વ્યક્તિને રાહત મળે છે પછી ભલે તે નશો દારુનો હોય, ભાંગ કે ગાંજાનો હોય.

ઘીને નાકમાં નાખીને, જેમને સંભળાતું ન હોય તેમના કાનની સારવાર થઈ શકે છે.

નાકમાં ઘી નાખવાથી શરદીથી સૂકાયેલું નાક સાફ થાય છે અને મન ફ્રેશ થઈ જાય છે.

નાકમાં ઘી નાખીને કોમામાં રહેલ વ્યક્તિની પણ ચેતના પાછી આવી જાય છે.

ઘી નાખવાનો નુસ્ખો અજમાવીએ તો ખરતા વાળ અટકે છે અને માથાના નવા વાળ પણ ઊગી આવે છે.

નાકમાં ઘી નાખવાથી માનસિક શાંતિ મળે છે, યાદશક્તિ પણ વધે છે.

હાથમાં તજા ગરમીને લીધે થતી બળતરા ઠીક થાય છે, જો ઉનાળામાં આકરા તાપથી લૂ લાગી જાય તો ગાયના દૂધના તાજા ઘીથી મસાજ કરવાથી રાહત મળે છે.

જો તમને વારંવાર હિંચકી આવે તો તેને રોકશો નહીં, માત્ર ગાયના દૂધનું શુદ્ધ દેશી ઘી અડધી ચમચી લો. હિંચકીમાં રાહત મળશે.

ભોજનમાં નિયમિત ઘીના વપરાશથી એસિડિટી અને કબજિયાતની ફરિયાદ ઘટે છે.

ઘી શારીરિક અને માનસિક શક્તિ વધારે છે.

ગાયના શુદ્ધ ઘીથી બાળકોની છાતી અને બરડા પર મસાજથી ઉધરસમાં રાહત મળે છે.

શરીરમાં જો ખૂબ જ નબળાઈ લાગે તો ગાયના ઘી અને સાકરને દૂધમાં મેળવી પીવાથી તુરંત શક્તિ અનુભવાય છે.

હાથની હથેળી અને પગના તળિયામાં તાજું ઘી ઘસવાથી ઠંડક અનુભવાશે અને બળતરા નહીં થાય.

ગાયના દૂધથી બનેલું શુદ્ધ દેશી ઘી કેન્સર જેવા જીવલેણ રોગને માત્ર રોકતું જ નથી પરંતુ તેના ઉપયોગથી આશ્વર્યજનક રીતે શરીરમાં આગળ ફેલાતું રોકે પણ છે.

જે વ્યક્તિ હૃદયરોગના હુમલાથી પીડાય છે અને જેઓ શુદ્ધ શાકાહારી છે; તેઓને ગાયનું ઘી ખાવાની સલાહ મળે છે, તેનાથી હૃદય મજબૂત બને છે.

ગાયના ઘીમાં કેન્સર સામે લડવાની સંપૂર્ણ ક્ષમતા છે. તેનાથી સ્તન અને આંતરડાના ખતરનાક કેન્સરથી ટાળી શકાય છે.

ઘી, છાલ કાઢ્યા વિનાના કાળા ચણાં અને બુરુ ખાંડને એક સાથે પીસી લ્યો અને તે ત્રણેયને એક સમાન માત્રામાં મિશ્રિત કરો. તેના નાના નાના લાડુ બનાવી લ્યો. ખાલી પેટ પર સવારે હૂંફાળા દૂધ સાથે લેવાથી સ્ત્રીઓ અને પુરુષોનું શરીર ઘાટીલું અને મજબૂત બને છે.

ફોડલીઓ અને અળાઈઓ પર ગાયનું ઘીને લગાવવાથી રાહત મળે છે.

ગાયના ઘીને બાળકની છાતીએ ઘસવાથી સરળતાથી તેનો કફ કાઢી શકાય છે.

જો કોઈને સાપ કરડી જાય તો તેને ૫૦થી ૧૦૦ ગ્રામ જેટલું શુદ્ધ દેશી ઘી પીવરાવવું જોઈએ. સાથે નવશેકું ગરમ પાણી પણ પીવરાવવું જોઈએ. આમ કરવાથી દર્દીને ઉલ્ટી થશે કે પછી ઝાડા પણ થઈ શકે છે. પરંતુ તેનું ઝેર ચોક્કસ ઉતરી જશે.

દેશી ગાયના દૂધમાંથી બનેલ ધીને નાકમાં નાખવાથી માઈગ્રેનનો અસહ્ય દુખાવો મટી જાય છે.

યાદ રાખો કે ગાયના ઘીના સેવનને કારણે કોલેસ્ટેરોલમાં વધારો થતો નથી. વજન પણ વધતું નથી, પરંતુ તે વ્યક્તિના વજનને સંતુલિત કરે છે. નબળા વ્યક્તિનું વજન વધે છે, મેદસ્વી વ્યક્તિના મેદસ્વીપણું (વજન) ઓછું કરે છે.

એક ચમચી ગાયનું શુદ્ધ ઘી, એક ચમચી બુરુ ખાંડ અને 1/4 ચમચી પીસેલાં મરીનો ભૂકો ખાલી પેટ પર સવારે કે સૂવાના સમયે ચાટી જઈને મીઠા ગરમ દૂધ સાથે પીવાથી અંખોનું તેજ વધે છે.

My eye

ઘીને ઠંડા પાણીમાં નાખો અને પછી ઘીને પાણીમાંથી અલગ કરી કાઢી લો અને આ પ્રક્રિયા લગભગ સો વખત કરો અને તેમાં થોડું કપૂર ભેળવી દો.

આ પદ્ધતિ દ્વારા પ્રાપ્ત ઘીને અસરકારક દવામાં રૂપાંતરિત કરવામાં આવે છે જેનો ઉપયોગ દરેક ત્વચા રોગમાં ચમત્કારિક રીતે કરવામાં આવે છે સોર્યા.સિસ માટે આ અકસીર ઉપાય કહેવાય છે.
ગાયનું શુદ્ધ ઘી કોલેસ્ટરોલ માટે ખૂબ સારું છે. હાઈ કોલેસ્ટેરોલના દર્દીઓને માત્ર ગાયનું ઘી ખાવાની છૂટ હોય છે. તે ખૂબ જ સારું ટૉનિક પણ છે.

જો તમે નાકમાં દિવસમાં ત્રણ વાર થોડા ટીપાં નાખશો તો તે વાત, કફ અને પિત્ત એમ ત્રિદોષને સંતુલિત કરશે.

માઈગ્રેન હોય કે કેન્સરની અસર; દેશી ઘીથી અનેક એવા સરળ ઉપચારો આપણાં આયુર્વેદમાં છે જેનાથી શરીર નિરોગી રાખી શકાય છે… એક એક પોઈન્ટ વાંચી જોવા જેવા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ