આજે પણ જીવે છે મહારાણા પ્રતાપના વંશજ, દરરોજની આવક છે અધધધ..રૂપિયા

નમસ્કાર મિત્રો આજે અમે તમને એવા રાજા વિષે જણાવા જઈ રહયા છીયે જે ભારતમાં થી રાજશાહી નાબૂદ થયા પછી પણ રાજાની જેમ પોતાનું જીવન જીવે છે તો આ રાજાનું નામ છે અરવિંદ સિંઘ મેવાડ તમે આ નામ કદાચ નહિ સાંભળ્યુ હોય પણ તમને જણાવી દઈએ કે આ રાજા બીજા કોઈ નહિ પણ મેવાડના રાજા મહારાણા પ્ર્તાપના વંશજ છે.

image source

અરવિંદ સિંઘ મેવાડ રાજ ઘરાનાના હાલના રાજવી છે અને અરવિંદ સિંઘ મેવાડ રાજઘરાના ના 76 માં વંશજ છે અરવિંદ સિંઘની ઉમર આજે 75 વર્ષ જેટલી છે.

ઉદયપૂરમાં રહે છે આ રાજવી

image source

વાચક મિત્રોમાથી ઘણા મિત્રો એ ઉદયપુરની મુલાકાત તો લીધી જ હશે અને ઉદયપુરના પ્રખ્યાત સિટી પેલેસની મુલાકાત તો અચૂક કરી હશે આ અરવિંદ સિંઘ મેવાડ હાલ સિટી પેલેસમાં જ રહે છે.

તમને જણાવી દઈએ કે આ ઉદયપુરનો સિટી પેલેસ મહારાણા પ્રતાપના પિતા રાણા ઉદયસિહે બનાવ્યો હતો આ સિટી પેલેસ ઉદયપુરની લેક પીછોલા પાસે આવેલો છે.

image source

આજે પણ આ મહેલ મહારાજાની સંપત્તિ હેઠળ જ આવે છે તમને વિચાર આવતો હશે કે અત્યારે રાજાની આવક કઈ રીતે થતી હશે?

અરવિંદ સિંઘ મેવાડ HRH groups of hotel ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર છે .કારણકે તે આજે ઉદયપુરની મોટાભાગની હોટલોના માલિક પણ છે.

ઉદયપુરમાં સિટી પેલેસ સિવાય ઘણા મહેલો આવેલા છે જેને મહારાજા દ્વારા પેલેસ હોટેલમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યા છે.

image source

તમને મહારાજાની કમાણી વિષે સાંભળીને નવાઈ લાગશે કારણકે અરવિંદ સિંઘની દરરોજની આવક 25 લાખ છે જી હા ! તમે સાચું જ વાચ્યુ છે તમને જાણીને નવાઈ થશે કે આટલી બધી કમાણી કોઈ માણસ કઈ રીતે કરી શકે છે ?

મહારાજાની કમાણીનો મેઇન સ્ત્રોત છે સિટી પેલેસમાં ફરવા આવતા યાત્રિકો પાસેથી ઉઘ્રાવવામાં આવતી રકમ છે જે દરરોજ ની લાખોમાં કમાણી કરાવે છે.

image source

જે ફી સામાન્ય માણસો માટે તો 150 રૂપિયા જેટલી જ છે પરંતુ,આ ફીની રકમ વિદેશી લોકો માટે 1000 રૂપિયા જેટલી છે અહી દેશ વિદેશથી લોકો આ મહેલનું આર્કિટેક્ચર જોવા માટે આવે છે જેમાં મોટાભાગના વિદેશીઓમાં આર્કિટેક્ચરના વિધ્યાર્થીઓનો જ સમાવેશ થાય છે .

image source

અરવિંદ સિંઘની પાસે દેશ વિદેશથી મંગાવેલી ઘણી બધી વિંટેજ કારોનું માતબર કલેક્શન છે . આ ઉપરાંત અરવિંદ સિંઘ પાસે ભારતની અલગ અલગ જગ્યાઓના પ્રખ્યાત નસ્લના ઘોડાઓ છે જે આજે પણ મહેલની શોભા વધારે છે અરવિંદ સિંઘ પાસે પોતાની પ્રાઈવેટ સેના છે.

જે રાજકીય કાર્યક્રમોમાં પરેડ કરતી જોવા મળે છે આજે 21 મી સદીમાં પણ આજે આ રાજવી દ્વારા પહેલાના સમયમાં કરવામાં આવતી બધી વિધિઓ કરવામાં આવે છે.

image source

જેમકે પહેલાના સમયમાં કરવામાં આવતી અશ્વ્ પૂજન અને અને શસ્ત્ર પૂજન જેવી વિધિઓ પણ પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે . આજે પણ આ રાજવી પોતાના પરિવાર સાથે ઠાઠ માઠ થી જીવન જીવે છે આજે પણ આ રાજપરિવાર નું પ્રજામાં ખુબ જ માન છે 75 વર્ષના હોવા છતા પણ અરવિંદ સિંઘ ફાકડું અંગ્રેજી બોલે છે.

અને આજે પણ તે વિદેશીલોકો સાથે પેલેસની અંદર ટહેલતા જોવા મળે છે રાજાના પરિવારની વાત કરીયે તો તેના પરિવારમાં પત્ની , પુત્ર , 3 પુત્રીઑ , વહુ ,અને પ્રપોત્રીનો સમાવેશ થાય છે મહારાજા અરવિંદસિંઘના દીકરાનું નામ લક્ષ્યરાજ સિંઘ મેવાડ છે જે અરવિંદ સીઘ પછીના મેવાડની ગાદીના ઉતરાધિકારી છે.

image source

અરવિંદ સિંઘનો જન્મ 13 ડિસેમ્બર 1944 ના રોજ થયો હતો તેમના પિતાનું નામ ભગવતસિંઘ મેવાડ હતું અરવિંદ સિંઘના ભાઇનું નામ મહેન્દ્ર્સિંઘ મેવાડ છે

અરવિંદ સિંઘ એ તેનું શરૂઆતી શિક્ષણ અજમેરની મેયો કોલેજ માથી કર્યું હતું ત્યારબાદ હોટેલ મેનેજમેંટનો કોર્સ કરવા માટે શિકાગો ગયા હતા શિકાગોથી પરત ફર્યા બાદ તેમના લગ્ન કચ્છના રાજકુમારી વિજયકુમારી સાથે કરવવામાં આવ્યા હતા.

image source

અરવિંદ સિંઘ એક લોકપ્રિય ક્રિકેટર પણ હતા તેઓ શાળા , કોલેજ , યુનિવર્સિટિ અને રાજ્યની ટિમમાં પણ રમ્યા હતા ભારતની અંદર પોલો રમતનો વિકાસ કરવામાં પણ તેમનો મહત્વનો ફાળો રહ્યો છે.

મહારાજા ઉદયસિંહે બનાવેલા આ સિટી પેલેસની કેટલીક ખાસિયતો હતી.

જેમાં તેના દરવાજા અને સીડીઓનું બાંધકામ ખુબજ વિશેષ રીતે કરવામાં આવ્યું હતું . તેના બધા બારણાં અને સીડીઓ ના રસ્તા ખૂબ જ સાકડા અને નીચા બનાવવામાં આવ્યા હતા . જે લોકોએ એ સીટી પેલેસની મુલાકાત લીધી હશે તે લોકો આ વાતથી પરિચિત હશે.

image source

અને જો તમારી સાથે ગાઈડ હશે તો તમને ગાઈડે જરૂર એક ચેતવણી આપી હશે કે સિટી પેલેસની અંદર ચાલતી વખતે તમારા શરીરને જુકાવીને ચાલજો.

આ પ્રકારની રચના ખાસ દુશ્મનો થી બચવા માટે કરવામાં આવી હતી કે જ્યારે દુશ્મનો ચડાઈ કરીને આ મહેલામાં આવે ત્યારે તેના સાકડા રસ્તા એક કરતાં વધુ સૈનિકો ને એક સાથે પ્રવેશવા દેતા નથી અને તેના ઓછી ઊચાઇ વાળા રસ્તા દુશ્મનોને અડચણ રૂપ થઈ પડે છે.

image source

જે તેની જડપ ને ઘટાડી દે છે જેની મદદ થી રાજપરિવારની સ્ત્રીઓ સુરક્ષિત ઘરની બહાર નીકળી શકે સીડીથી ઉપરના ભાગમાં આવતા તમને એક માર્બલ જડિત એક કુંડ દેખાશે.

જે નવા રાજાના રાજ્યાભિષેક વખતે ચાંદીના સિક્કા થી ભરવામાં આવતો હતો . તેને રાજ્યાભિષેક કરયાબાદ નગરના લોકોને નવા રાજા તરફથી ભેટ તરીકે આપી દેવામાં આવતા હતા આ કુંડની ચારેબાજુ મોટા મોટા વૃક્ષો વાવવામાં આવ્યા છે.

image source

જે તમને જમીન પર ઉગાડેલા હોય તેવું લાગે છે . પરંતુ આ વિશાળ વૃક્ષો ચોથામાળે ઉગાડવામાં આવ્યા છે . આ કુંડની બાજુની સાઇડથી નીચેની તરફ ઉતરતા દીવાન – એ – આમ નામની જગ્યા આવે છે જેમાં અલગ અલગ કાચવાળા સુશોભિત જરૂખા બનાવેલા છે રાજ્યના બધા મહતવાના કામકાજની ચર્ચા અહી જ કરવામાં આવતી હતી .

સૌથી વચ્ચેના અને સૌથી સુશોભિત જરૂખા પર રાજા બેસતા હતા તેની બાજુમાં દિવાનનું સ્થાન હતું . અને તેની બન્ને બાજુ ની બારીઓમાં રાજપરિવારની સ્ત્રીઓ માટે સ્થાન રાખવામા આવ્યું હતું કે જેથી રાજ પરિવારની સ્ત્રીઓ બેસીને ચાલતી મહત્વની મિટિંગની સાક્ષી બની શકે.

image source

સિટી પેલેસ ની અંદર રસોડાની સુવિધા પણ હતી જેમાં અલગ અલગ કદ અને પ્રકારના વાસણો અને સાધનો હતા.આ ઉપરાંત, રાજ પરિવારનાના એક ખાસ અપંગ સભ્યના માટે ખાસ પ્રકારનું સંડાસ બનાવવામાં આવ્યું હતું.

જેમાં અપંગ રાજા બેસી શકે તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી . તેમાં એક ખુરશી મૂકવામાં આવી હતી.જે ખાસ લંડનથી આયાત કરવામાં આવી હતી.આ ઉપરાંત મજાની વાતતો એ હતી કે સિટી પેલેસમાં એક દરવાજો રાખવામા આવ્યો હતો.

image source

કદાચ ઘણા લોકોને ગાઈડે કીધું હશે કે આ દરવાજો ખોલીને બતાવે અને ઘણા લોકો એ પ્રયત્ન પણ કર્યો પણ હશે.પણ તેને આજ સુધી કોઈપણ ખોલી શક્યું નથી અને કદાચ કોઈ તેને ખોલી પણ નહીં શકે.

કારણકે તે દરવાજો ક્યાય ખૂલે તેમ જ નથી કારણકે રાજા એ તે દરવાજો અતિથિ સાથે રમુજ કરવા માટે બનાવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ