નીતા અંબાણીના આ ટ્રેડીશનલ લૂકે દીકરી અને વહુને પણ પાડી દીધા પાછળ…

નીતા અંબાણીના આ ટ્રેડીશનલ લૂકે દીકરી અને વહુને પણ પાડી દીધા પાછળ, આ ટ્રેડીશનલ લૂકમાં નીતા અંબાણી ઘરની જ મહિલાઓને આપી રહી છે ચેલેન્જ

મુકેશ અંબાણી પોતાની મોટી મોટી ડીલ્સ માટે વિશ્વમાં પ્રસિદ્ધ છે તો તેમના ધર્મ પત્ની તેમના લૂક માટે અને ખાસ કરીને એલિગન્ટ લૂક માટે પ્રખ્યાત છે. જો તમને એવું લાગતું હોય કે શ્લોકા મેહતા, ઇશા અંબાણી કે પછી રાધીકા મર્ચન્ટ જ હંમેશા અંબાણી ફેમિલિની લાઇમલાઇટ ચોરી લે છે, તો જરા થોબી જજો. કારણ કે આ વખતે નીતા અંબાણીએ પોતાની દીકરી, વહુ અને ભાવી વહુને પણ લૂક બાબતે પાછળ પાડી દીધા છે.

 

View this post on Instagram

 

A post shared by Mickey Contractor (@mickeycontractor) on

આ વખતે તેમના લૂકે જાણે પોતાના ઘરની જ ગર્લ ગેંગને ચેલેન્જ કરી હોય તેવા જાજરમાન અને આકર્ષક તેઓ લાગી રહ્યા છે. અને તેમનો આ લૂક હાલ ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકોને તેમનો આ લૂક પણ ખુબ જ ગમી રહ્યો છે. આજે નીતા અંબાણી 56 વર્ષના થયાં છતાં તેમની ફેશન સેન્સનો જોટો જડે તેમ નથી. આમ તો નીતા અંબાણી વેસ્ટર્ન અને ઇન્ડિયન બન્ને લૂક્માં આકર્ષક અને એલિગન્ટ જ લાગે છે પણ આ વાયરલ ઇમેજમાં તેણી અત્યંત રજવાડી અને જાજરમાન લાગી રહ્યા છે.

image source

તેમણે રોયલ બ્લૂ અને પીંક બોર્ડરવાળી ચોલી અને દુપટ્ટો પહેર્યો છે. તેણીના આ ટ્રેડીશનલ વસ્ત્રોમાં ગોટા પટ્ટીએ વસ્ત્રની શાનમાં ચારચાંદ લગાવી દીધા છે. તેમણે એવી સુંદર રીતે તસ્વીર માટે પોઝ આપ્યો છે કે જેથી કરીને તેમના વસ્ત્ર પર કરેલું સુંદર કામ પણ જોઈ શકાય. તેણીની આ તસ્વીર સેલિબ્રિટી મેકઅપ આર્ટીસ્ટ મિકિ કોન્ટ્રાક્ટરે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી.

image source

બસ, તસ્વીર શેર થતાં જ નિતા અંબાણીના ફેન્સ તેમના આ લૂક બાબતે સુંદર સુંદર કમેન્ટ્સ કરવા લાગ્યા, કોઈકે કહ્યું, નીતા અંબાણી આ લૂકમાં ખુબ એલિગન્ટ અને ગ્રેસફુલ લાગી રહ્યા છે, તો વળી કેટલાકે કહ્યું નીતા અંબાણીનો આ બ્લૂ લૂક તેમના પર ખુબ જ રોયલ લાગી રહ્યો છે. તો વળી કોઈકે તેમને સ્ટનીંગ અને અમેઝિંગ કહ્યા. તો વળી કેટલાકે તેમના વસ્ત્રો સાથે સાથે તેમની જ્વેલરી, હેર અને મેકઅપને પણ બિરદાવ્યા.

image source

પણ આ લૂકમાં જે ઉઠાવ આવ્યો છે તે ચણિયા બ્લાઉઝ અને દુપટ્ટા પર લગાવવામાં આવેલી ગોટા પટ્ટીથી આવ્યો છે. તમને જણાવી દઈએ કે ગોટા પટ્ટી મૂળે એક રાજસ્થાની ભરતકામ છે. જેમાં ઝરીની રીબીનના નાના-નાના ટુકડાનું વસ્ત્ર પર કામ કરવામાં આવે છે. જેના કારણે વસ્ત્રની બોર્ડર પર એકસુંદર પેટર્ન બને છે. હવે આપણે એ તો જોઈ લીધું કે અંબાણી કુટુંબના સુપ્રિમો એવા નીતા અંબાણી તો આ લૂકમાં અત્યંત આકર્ષક લાગી રહ્યા છે પણ હવે તેમની દીકરી અને વહુઓ તેમને ટક્કર આપી શકે છે ખરી !

image source

થોડા અઠવાડિયા પહેલાં નીતા અંબાણીને ધી મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટના ઓનરરી ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે અને આમ થતાં તેણી આ મ્યુઝિયમની પ્રથમ ભારતીય ટ્રસ્ટી બની છે. તેણી છેલ્લા ઘણા સમયથી ધી મેટ નામની આર્ટ સંસ્થા સાથે જોડાયેલા છે. તેમણે અવારનવાર પોતાનો કળા પ્રત્યેનો પ્રમે દર્શાવ્યો છે. હવે જોઈએ તેણી પોતાના તાજ પર બીજી કઈ સફળતાનું પીછું ઉમેરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ