દિલ્હી પાસેનો આ રિસોર્ટ છે જબરદસ્ત, એકવારની મુલાકાત બની રહેશે કાયમી સંભારણું

તમે દિલ્હીની અનેક જગ્યાઓ જોઈ હશે અને ત્યાં ફરવાનો આનંદ પણ માણ્યો હશે પરંતુ શું તમે દિલ્હી પાસે જ આવેલા રિસોર્ટમાં ફરવા ગયા છો ? જો હજુ સુધી ન ગયા હોય અને તમારા પરિવારજન કે સ્નેહીજન સાથે જીવનનો અમુક ક્વોલિટી ટાઈમ વિતાવવા ઇચ્છતા હોય પરંતુ તમારી પાસે દિલ્હીના સુંદર રિસોર્ટસની માહિતી નથી તો હવે તમારે એ અંગે વિચારવાની જરૂર નથી.

image source

કારણ કે આજના આ ટ્રાવેલ સંબંધી આર્ટિકલમાં અમે આપને દિલ્હીનાં અમુક બેસ્ટ રિસોર્ટસ વિશે જણાવવાના છીએ જ્યાં તમે વિકેન્ડનો ક્વોલિટી ટાઈમ સ્નેહીજન સાથે વિતાવી શકો છો. વિકેન્ડના કારણે તમારે તમારી જોબમાંથી રજા પણ નહીં લેવી પડે અને અહીં તમને એવો આનંદ આવશે કે જીવનભર યાદ રહી જશે. તો કયા છે દિલ્હી પાસેના એ રિસોર્ટસ આવો જાણીએ જરા વિસ્તારથી…

હેરિટેજ વિલેજ રિસોર્ટ, માનેસર

image source

જો તમે તમારી યાત્રાને ટ્રેડિશનલ ટચ આપવા માંગતા હોવ તો ઉપરોક્ત વિકલ્પ તમારા માટે બેસ્ટ રહેશે. કારણ કે આ રિસોર્ટની બનાવટ હવેલી ટાઇપની છે અને દૂર દૂર સુધી લીલુંછમ ઘાસ પથરાયેલું દેખાય છે. અહીં અનેક આયુર્વેદીક ટ્રીટમેન્ટ પણ કરવામાં આવે છે.

આઇટીસી ભારત

image source

દિલ્હી અને ગુડગાંવથી થોડા અંતરે જ આ લકઝરી રિસોર્ટ આઇટીસી ભારત આવેલું છે. અહીં તમે તમારા પરિવારજનો કે સ્નેહીજન સાથે અસ્વમરણીય સમય વિતાવી શકો છો. આ રિસોર્ટ એટલો સુંદર છે કે અહીં જો તમે યોગ્ય સમય લઈને ગયા હોવ તો અહીં વિતાવેલો સમય તમારા માટે સંભારણું બની જશે.

ધ ટ્રી રિસોર્ટ

image source

જેમ આ રિસોર્ટનું નામ છે બિલકુલ તે રીતે જ આ રિસોર્ટ ચારે બાજુ લીલીછમ હરિયાળી વચ્ચે આવેલો છે. ઘેરા રંગના લાકડા પર ચમકતી લાઈટો અને કલરફુલ ફર્નિચર તમને પહેલી નજરે જ ગમી જાય તેવું છે. એટલું જ નહીં પણ અહીંથી અરવલ્લીની પહાડીઓનો લાજવાબ નજારો પણ આહલાદક અનુભવ કરાવે છે.

બોટૈનિક્સ નેચર રિસોર્ટ, સોહના

image source

વિકેન્ડ પર પરિવારજન, સ્નેહીજન કે મિત્રમંડળ સાથે આનંદનો સમય વિતાવવા માટે દમદમા તળાવના કિનારે આવેલું બોટૈનિક્સ નેચર રિસોર્ટ બેસ્ટ ઓપશન છે. અહીં માત્ર નિરાંત જ નહીં પણ મનોરંજન માટે અનેક પ્રકારની એક્ટિવિટી પણ છે જેમાં ભાગ લઈને તમે તમસર જીવનના યાદગાર દિવસો બનાવી શકો છો.

નિમરાના રિસોર્ટ

image source

દિલ્હીથી થોડી કલાકના અંતરે આવેલ હોવાથી આ રિસોર્ટ ગેટઅવે ની દ્રષ્ટિએ ઘણો જ લોકપ્રિય રિસોર્ટ છે. આ રિસોર્ટનો ખૂણે ખૂણો જોવાલાયક છે. અહીં રહીને તમને એ વાતનો તો અનુભવ થઈ જ જશે કે કેટલી સુંદરતાથી એક કિલ્લાને વ્યવસ્થિત રીતે હોટલમાં પરિવર્તન કરાયું છે. જમવામાં અહીં રાજસ્થાની અને ફ્રેન્ચ રેસિપી પીરસવામાં આવે છે. એ સિવાય અહીં તમે એડવેન્ચર એક્ટિવિટીની પણ મજા માણી શકો છો.

નોંધ : કોઈપણ ટુરિસ્ટ ડેસ્ટિનેશન પર ફરવા જતા પહેલા ત્યાંની કોરોના સંબંધી ગાઈડલાઇન્સ અને દિશા નિર્દેશો જાણી લેવા અને તેનું પાલન કરવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ