આ છોકરા સાથે કોઇ છોકરીઓ લગ્ન કરવા માટે નથી તૈયાર, લંબાઇ જોઇને તમે પણ બોલી ઉઠશો OMG!

ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ ખાતે રહેતા ધર્મેન્દ્ર પ્રતાપ સિંહ માટે તેની લંબાઈ મુસીબત બની ગઈ છે. ધર્મેન્દ્ર લાંબા છે અને તેની લંબાઈ હજુ પણ વધી રહી છે અને હવે તેના માટે લંબાઈ વિશેષતાને બદલે શ્રાપ જેવી લાગી રહી છે. ધર્મેન્દ્રના કહેવા મુજબ તેના શરીરની લંબાઈ 8 ફૂટ અને 2 ઇંચ છે અને તેની આટલી લંબાઈ જોઈને જ છોકરીઓ તેની સાથે લગ્ન કરવાની ના પાડી દે છે.

45 વર્ષ થયા, હવે લગ્નની અપેક્ષા છોડી

image source

ધર્મેન્દ્ર પ્રતાપ સિંહના કહેવા મુજબ તે હવે 45 વર્ષના થઇ ગયા છે અને હજુ પણ તે કુંવારા છે. તેણે કહ્યું કે તેના અનેક સંબંધીઓએ તેના લગ્ન માટેની વાત આગળ વધારી પરંતુ તેમાં સફળતા ન મળી. ધર્મેન્દ્ર કહે છે કે મારી લંબાઈ જોઈને છોકરીઓ મારી સાથે લગ્ન કરવા તૈયાર નથી થતી. જેમ જેમ મારી ઉંમર વધી રહી છે તેમ તેમ મને એક જીવનસાથીની ખોટ સાલે છે. ધર્મેન્દ્ર એમ પણ કહે છે કે હવે તેણે લગ્ન થશે તેવી અપેક્ષા પણ છોડી દીધી છે.

સમાજવાદી પાર્ટીના છે સમર્થક, રેલીઓમાં પણ કરે છે પ્રચાર

image source

પ્રતાપગઢના નરહરપુર કસીયાહી ગામના વતની એવા ધર્મેન્દ્ર પ્રતાપસિંહ પોતાની લંબાઈને કારણે સ્થાનિક ક્ષેત્રે સારી એવી લોકપ્રિયતા ધરાવે છે. ઉપરાંત તેઓ સમાજવાદી પાર્ટીના સમર્થક પણ છે અને ચૂંટણી દરમિયાન સમાજવાદી પાર્ટી માટે પ્રચાર પણ કરે છે. એટલું જ નહીં પણ સ્થાનિક ક્ષેત્રે તે રાજકીય રેલીઓમાં ટોચના પ્રચારક ગણાય છે.

ધર્મેન્દ્રને જોઈ લોકો પડાવે છે સેલ્ફી

image source

ધર્મેન્દ્ર પાસે માસ્ટર ડીગ્રી છે અને અનેક વખત કામ સંબંધે તે દિલ્હી અને મુંબઇ પણ જાય છે. ધર્મેન્દ્ર કહે છે કે લોકો મારી લંબાઈ જોઈ મારી સાથે સેલ્ફી પડાવે છે અને ને ભેટ તથા પૈસા પણ આપે છે. હું જ્યારે દિલ્હીના કનોટ પ્લેસ અને મુંબઈમાં ગેટ વે ઓફ ઇન્ડિયા જાવ છું તો ત્યાં આવેલા પર્યટકો મને જોઈને અચંબામાં પડી જાય છે. જો કે લોકડાઉન બાદ હું હવે બહાર યાત્રા નથી કરતો અને મારી આવક પણ બંધ થઈ ગઈ છે.

સર્જરી કરાવી તો બેડ મોટું કરાવવું પડ્યું

image source

ગયા વર્ષે અમદાવાદમાં ધર્મેન્દ્ર પ્રતાપસિંહે એક બાઈલેટ્રલ હિપ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવી હતી. ગઠિયા રોગના દુખાવાના કારણે ધર્મેન્દ્રને ચાલવામાં મુશ્કેલી પડતી હતી એટલા માટે આ સર્જરી કરાવી હતી. જો કે લાંબા માણસની સર્જરી કરવી એ સ્પેશ્યલ કેસ ગણાય અને ધર્મેન્દ્રના કિસ્સામાં પણ આવું બન્યું. હોસ્પિટલ સત્તાવાળાઓએ તેની સર્જરી માટે તેના બેડથી લઈને ઓપરેશન થિએટર સુધી બધું તેની લંબાઈને ધ્યાનમાં રાખીને કરવું પડ્યું.

image source

એ ઉપરાંત ધર્મેન્દ્રની સર્જરી કરવા માટે જે સાધનોનો ઉપયોગ થવાનો હતો તે સ્પેશિયલ ચેન્નાઇથી મંગાવવામાં આવ્યા કારણ કે તેનો આકાર સામાન્ય ન હતો. મુંબઈમાં ટેક્સી ડ્રાઇવર તરીકે કામ કરતા ધર્મેન્દ્ર પ્રતાપસિંહના ભાઈ રામેન્દ્ર પણ લોકડાઉન બાદ હવે પોતાના ગામ પરત આવી ગયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ