દિપવીર એવોર્ડ ફંક્શનમાં પહોંચ્યા કંઇક અલગ અંદાજમાં, પણ પછી થયુ ના થવાનુ કંઇક એવુ કે…

રણવીર-દીપીકાએ ફરી આપ્યો કપલ ગોલ, બ્લેક આઉટફીટમાં બન્ને એકબીજાને કોમ્પ્લિમેન્ટ આપી રહ્યા છે, દીપીકાનો આ બ્લેક લૂકની કીંમત છે લાખો માં

રવિવાર રાત્રે મુંબઈમાં ‘સ્ટાર ક્રીન અવોર્ડ 2019’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવોર્ડ ફંક્શનમાં બોલીવૂડની મોટી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી અને બોલીવૂડ દીવાઝે તો એકથી એક વસ્ત્રોમાં પોતાની જાતને પ્રેઝન્ટ કરી હતી. આ વખતે બોલીવૂડ દિવાઝનો એક અલગ જ અંદાજ તેમના ફેન્સને રેડ કાર્પેટ પર જોવા મળ્યો હતો. તો વળી બોલીવૂડ એક્ટર્સ પણ કંઈ પાછા પડે તેમ નહોતા અને રણવીરના અનોખા અંદાજની તો વાત જ શું કરવી.

રેડ કાર્પેટ પર રણવીર દીપીકાની એન્ટ્રી થતાં જ ત્યાં હાજર બધાની નજર તેમના પર જડાઈ ગઈ હતી. સામાન્ય રીતે રણવીર પોતાના વિચિત્ર લૂકના કારણે લાઇમ લાઇટ ચોરી લેતો હોય છે પણ આ વખતે દીપીકાના બ્લેક એલિગન્ટ લૂકે લોકોને મોહિ લીધા હતા. આ કપલ દેશનું એક પાવર કપલ છે.

image source

તમે ઇન્ટરનેટ પર થતી આ વાયરલ તસ્વીરોમાં જોઈ શકો છો કે કેવી રીતે દીપિકા પાદુકોણે રણવીરના હાથમાં હાથ નાખ્યો છે અને બન્ને શાનથી રેડ કાર્પેટ પર ચાલી રહ્યા છે. હંમેશની જેમ આ વખતે પણ તેમની વચ્ચેની કેમેસ્ટ્રિનો કોઈ જ જવાબ નથી. દીપવીરે મિડિયાને પણ તસ્વીરો લેવા માટે પુરતો સમય આપ્યો હતો.

image source

રણવીરને આ વખતે બે-બે ટ્રોફી મળી છે તેના એક હાથમાં અવોર્ડની ટ્રોફી હતી તો બીજા હાથમાં જીવતી જાગતી ટ્રોફી સમાન દીપિકા પદૂકોણ હતી. બન્ને એક બીજાસાથે ખુબ ખુશ લાગી રહ્યા હતા અને બન્નેનો બ્લેક લૂક પણ એકબીજાને ખુબ જ કોમ્પ્લીમેન્ટ આપી રહ્યો હતો. દીપીકાના બ્લેક ગાઉનની સામે રણવીરે સાટીન ગ્રે સૂટ પહેર્યો છે.

image source

દીપીકાના આ શાનદાર લૂકની વાત કરીએ તો તેણીએ આ અવોર્ડ ફંક્શનની શાન વધારતો લોંગ બ્લેક ગાઉન પહેર્યો હતો. તે વન શોલ્ડર બોડી હેંગિંગ ગાઉન હતો. તો વળી તેની મોટી આંખો પર સ્મોકિ મેકઅપ કરવામા આવ્યો હતો અને તેનો મેકઅપ પણ ખુબ જ આકર્ષક હતો તો તેના હોઠ પર ન્યૂડ લીપ કલર લગાવવામાં આવ્યો હતો. તેની સાથે તેણીએ કેટલીક કીમતી એસેસરીઝ પણ પહેરી હતી.

image source
image source

દીપીકાના આ બ્લેક ગાઉનની કીંમત જાણી તમારી આંખો પહોળી થઈ જશે. તેણીનો આ સુંદર લોન્ગ ગાઉન એલેક્સ પેરીએ ડિઝાઈન કર્યો છે. જેની તસ્વીર તેણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ શેર કરી હતી. તેણીનો આ ગાઉન 1,60,000 રૂપિયાનો છે. જે દીપીકાની લોંગ ફીગર પર શોભી રહ્યો છે.

image source

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે દીપીકાની એક પણ ફિલ્મ બોક્ષ ઓફિસ પર આવી નહોતી. પણ આવનારા વર્ષમાં તેણી બે નોંધપાત્ર ફિલ્મોમાં જોવા મળશે જેમાંથી એક મેઘના ગુલઝાર દીગ્દર્શિત ફિલ્મ છપાક હશે. જેમાં તેણી એક એસિડ એટેક સર્વાઇવરનું પાત્ર ભજવી રહી છે. જેનો ફર્સ્ટ લૂક પણ કેટલાક મહિનાઓ પહેલા રિલિઝ થઈ ગયો છે. જ્યારે બીજી ફિલ્મમાં તે લગ્ન બાદ પહેલીવાર પતિ રણવીર સાથે જોવા મળશે. લગ્ન પહેલાં તો ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી તેમના ફેન્સે જોઈ લીધી છે પણ લગ્ન બાદ તેઓ સ્ક્રીન પર કેવો જાદૂ ફેલાવે છે તે જોવાનું રહ્યું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ