આ મોડલ બિકીની પહેરીને રેમ્પ વોક કરતા-કરતા પડી ગઇ, અને પછી શું થયુ તમે પણ જોઇ લો આ વાયરલ વિડીયોમાં

Miss Universe-2019ના સ્પર્ધકો સાથે બની એવી ઘટનાઓ કે જાણીને ઉડી જશે તમારા પણ હોશ

image source

મિસ યૂનિવર્સ 2019 સ્પર્ધા સાથે સંબંધિત એક મોટી ખબર ચર્ચામાં છે. આ વર્ષે સ્પર્ધામાં યોજાયેલા બિકીની રાઉન્ડમાં એક એવી ઘટના બની જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

આ ઘટનાની મળતી વિગતો અનુસાર સ્પર્ધામાં રેમ્પ વોક દરમિયાન કેટલીક સ્પર્ધકો ફર્શ પર લપસી પડી હતી. આ રાઉન્ડ સ્વિમસૂટ રાઉન્ડ હતો અને તેમાં સ્પર્ધકોએ બિકીની પહેરી રેમ્પ વોક કરવાનું હતું.

આ વોક દરમિયાન જ કોઈ કારણોસર એક સ્પર્ધક લપસી પડી હતી. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. આ ઘટના બની હતી મિસ ફ્રાંસ સાથે.

રેમ્પવોક દરમિયાન જે બન્યું તેનો વીડિયો ખૂદ મિસ ફ્રાંસ માઈવા કૂચએ પોતાના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે તે સ્વિમસૂટ રાઉન્ડમાં વોક કરી રહી હતી ત્યારે જ તે લપસી પડી હતી.

જો કે લપસીને પડ્યા બાદ આત્મવિશ્વાસ સાથે માઈવા ઊભી થઈ અને નિર્ણાયકો સામે સ્મિત સાથે જોઈ અને પરત ફરી હતી.

image source

જો કે માઈવા એકમાત્ર સ્પર્ધક નથી જેની સાથે આ ઘટના બની હોય. માઈવા ઉપરાંત અન્ય કેટલીક સ્પર્ધકો પણ રેમ્પ વોક દરમિયાન લપસી ચુકી છે.

જો કે રસપ્રદ વાત એ છે કે રેમ્પમાં જે જગ્યાએ આ ઘટના બની હતી તેને જોઈ આભાસ થાય છે કે આવું જાણી જોઈને કરવામાં આવ્યું હતું. જો કે આયોજકોનું કહેવું છે કે રેમ્પ પર તે જગ્યાએ પાણી ઢોળાયેલું હતું અને તેના કારણે સ્વિમસૂટ રાઉંડમાં આ ઘટના બની હતી.

image source

મિસ યૂનિવર્સ સ્પર્ધાના સ્વિમસૂટ રાઉન્ડમાં બનેલી આ ઘટનાની ચર્ચા સોશિયલ મીડિયા પર જોરશોરથી થઈ રહી છે.

જો કે માઈવાએ પોતાનો વીડિયો શેર કરવાની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, ‘પડ્યા બાદ ઊભા થઈ અને આગળ વધવું તે જે મહિલાના જીવનનો સાર છે…’ આ વીડિયો શેર થયા બાદ આ રાઉન્ડમાં બનેલી ઘટનાઓ અંગે લોકો પણ અનેક તર્ક વિતર્ક રજૂ કરી રહ્યા છે.

image source

મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં જ મિસ યૂનિવર્સ 2019 સ્પર્ધા પૂર્ણ થઈ છે. આ સ્પર્ધામાં વિજેતા મિસ સાઉથ આફ્રિકા જોજિબિની ટૂંજી થઈ છે. જોજિબિનીએ 90 સુંદરીઓને હરાવી આ તાજ પોતાના નામે કર્યો છે.

ઉલ્લેખનીય છે કે મિસ યૂનિવર્સ 2019 સ્પર્ધા અમેરિકાના અટલાંટામાં રવિવારે યોજાઈ હતી. 68માં મિસ યૂનિવર્સ સમારોહમાં વિશ્વભરની 90 સુંદરીઓએ ભાગ લીધો હતો. તેમાં ભારતનું પ્રતિનિધિત્વ વર્તિકા સિંહએ કર્યું હતું.

આ સ્પર્ધામાં ભારતની વર્તિકા સિંહએ ટોપ 20માં પોતાનું સ્થાન બનાવ્યું હતું પરંતુ ત્યારબાદ તેનું પ્રદર્શન સતત નિરાશાજનક રહેતા તે ટોપ 10 સુધી પહોંચી શકી નહીં.

image source

મહત્વપૂર્ણ છે કે આ અગાઉ ભારત તરફથી સુષ્મિતા સેન, લારા દત્તા, માનુષી છિલ્લરએ આ તાજ પોતાના નામે કર્યો હતો. પરંતુ આ વર્ષે ભારતની વર્તિકા ટોપ 10 સુધી પણ પહોંચી શકી નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ