ના હોય! દિપીકા-રણવીર વચ્ચે જેવું થયુ એવું તો તમારી સાથે ક્યારે નહિં થયું હોય, વાંચો તો ખરા રંગેહાથે પકડ્યા પછી…

બોલીવુડની ટોપની અભિનેત્રીઓના લિસ્ટમાં સામેલ અભિનેત્રી દીપિકા પાદુકોણનું નામ પણ સામેલ છે. દીપિકા પાદુકોનની ફિલ્મો તો ચર્ચામાં રહે જ છે પણ એની સાથે સાથે એમની પર્સનલ લાઈફ પણ હંમેશા ચર્ચાનો વિષય રહી છે. દીપિકા હાલ સુખી દામ્પત્ય જીવન વિતાવી રહી છે પણ એક સમય એવો હતો જ્યારે સંબંધમાં મળેલા દગાના કારણે એ સંપૂર્ણપણે ડિપ્રેશનમાં જતી રહી હતી. દીપિકાએ જાતે એક ઇન્ટરવ્યૂમાં આ વિશે વાત કરી હતી.

image source

દીપિકા પાદુકોને વર્ષ 2018માં અભિનેતા રણવીર સિંહ સાથે લગ્ન કરી લીધા હતા. રણવીર સાથે લગ્ન કરતા પહેલા દીપિકા ઘણા વર્ષો સુધી એમને ડેટ પણ કરી ચુકી છે. પણ રણવીર સિંહને ડેટ કરતા પહેલા દીપિકા રણબીર કપૂરને પણ ડેટ કરતી હતી. આ બંનેના લગ્નનો અંદાજો પણ લગાવવામાં આવતો હતો. પણ એક સમય એવો આવ્યો કે બંને અલગ થઈ ગયા. દીપિકાએ થોડા સમય પહેલા આ વિશે આખી હકીકત જણાવી હતી. એમને રણબીરનું નામ લીધા વગર જણાવ્યું હતું કે એ સમયે શુ થયું હતું.

image source

એક ઇન્ટરવ્યૂમાં દીપિકાએ જણાવ્યું હતું કે એને પહેલા દગો આપ્યો અને પછી માફી માંગવા લાગ્યો. દીપિકાએ જણાવ્યું કે ” મારા માટે સેક્સનો અર્થ ફક્ત ફિઝિકલ હોવું જ નથી પણ એની સાથે ઇમોશન્સ પણ જોડાયેલા છે. હું જ્યારે પણ કોઈ રિલેશનશિપમાં રહી મેં એને ક્યારેય દગો નથી આપ્યો. હું એને દગો આપૂ કે ચિટ કરું તો હું એ રિલેશનમાં જ કઈ રીતે રહું? એના કરતાં સારું કે હું સિંગલ રહું અને મસ્તી કરું. પણ બધા એવા નથી હોતા, એટલે મને પહેલા ઘણું દુઃખ સહન કરવું પડ્યું. હું એટલી મૂર્ખ હતી કે મેં એને બીજો મોકો આપ્યો જ્યારે મેં એને રંગેહાથ પકડી લીધો હતો.”

image soucre

દીપિકાએ આગળ જણાવ્યું કે ” પછી એને મારી પાસે ભીખ માંગી હતી અને વિનવણીઓ કરી હતી તો મેં એને માફ કરી દીધો પણ એ મારી મૂર્ખામી હતી. મને આ બધામાંથી બહાર આવવામાં ઘણો સમય લાગ્યો. પણ હવે હું એ બધામાંથી બહાર આવી ચૂકી છું તો કોઈપણ મને એ સમયમાં પાછા નહિ લઈ જઈ શકે. એને જ્યારે મને પહેલીવાર દગો આપ્યો હતો ત્યારે મને એવું લાગ્યું કે આ રિલેશનશિપમાં કે પછી મારામાં ક કઈક કમી હશે. પણ જ્યારે દગો આપવો કોઈની આદત બની ગઈ હોય તો એ આવું જ કરે છે”

image source

એમને આગળ કહ્યું હતું કે “મેં મારી રિલેશનશિપમાં ઘણું બધું આપ્યું પણ મને બદલામાં કઈ ન મળ્યું. દગો એ કોઈપણ સંબંધને તોડી શકે છે. જ્યારે રિલેશનશિપમાં દગો આવી જાય છે તો સમ્માન જતું રહે છે, વિશ્વાસ જતો રહે છે કારણ કે એ તમારા સંબંધના પિલર હોય છે જેને તમે નથી તોડી શકતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ