વરુણ ધવન અને નતાશાના લગ્નનું ગેસ્ટ લિસ્ટ આવ્યું સામે, જેમાં સલમાન અને શાહરૂખ ખાનને પણ…

બૉલીવુડ એકટર વરુણ ધવન અને એમની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ નતાશા દલાલના લગ્નની તૈયારીઓ ખૂબ જ જોર શોરમાં ચાલી રહી છે. 24 જાન્યુઆરીએ લગ્ન બંધનથી જોડાવા જઇ રહેલા વરુણ ધવન અને નતાશા દલાલ આ અવસરને ઘણો જ ખાસ બનાવવા જઈ રહ્યા છે.

image source

કોરોના કાળને જોતા વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નના ગેસ્ટનું લિસ્ટ બહુ મોટું બનવા તો નથી જઈ રહ્યું પણ વરુણ અને નતાશાના લગ્નમાં અમુક ખાસ મહેમાનોને બોલાવવાની તૈયારી છે. આ લિસ્ટના બોલિવુડના અમુક મોટા સેલિબ્રિટીનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે.

image source

બોલિવુડના ત્રણ ખાનમાંથી સલમાન ખાન અને શાહરૂખ ખાન વરુણ અને નતાશાના લગ્નમાં દેખાઈ શકે છે. સલમાન ખાન સાથે તો વરુણ ધ્વનિ ફેમિલીનો હંમેશા ખાસ સંબંધ રહ્યો છે.

image source

એ સિવાય આ લિસ્ટમાં કેટરીના કેફ, જેકલીન ફર્નાન્ડિઝનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. વરુણ ધવને જેકલીન ફર્નાન્ડિઝ સાથે કીક અને ઢીશુમ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે તો કેટરીના કેફ સાથે પણ વરુણ ધવન ખૂબ જ સારું બોન્ડિંગ ધરાવે છે.

image source

કેટરીના અને જેકલીન જેવી અભિનેત્રીઓની સાથે સાથે ડાયરેકટર કરણ જોહર, એકટર અર્જુન કપૂર, નિર્માતા સાજીદ નડિયાદવાળા, ઋચા કપૂર અને આલિયા ભટ્ટને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. એમાંથી મોટાભાગના એ સેલિબ્રિટીઓ સામેલ છે જેમની સાથે વરુણ ધવન કામ કરી ચુક્યા છે.

image source

તમને જણાવી દઈએ કે વરુણ ધવન તો પોતાના લગ્નને ખૂબ જ ધામધૂમથી કરવા માંગતા હતા પણ પોતાના પિતા ડેવિડ ધવનના કહેવા પર એમને પોતાનો પ્લાન ચેન્જ કર્યો છે.

image source

એવું જણાવવામાં આવી રહ્યું છે કે ડેવિડ ધવન કોરોના પ્રોટોકોલનું સખ્તાઈથી પાલન કરવા માંગે છે. એમને પોતાના બધા જ સ્ટાફ મેમ્બરને પણ ફોનનો ઉપયોગ ન કરવાની અપીલ કરી છે.

image source

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઓછા મહેમાન વાળા લગ્નની ભરપાઈ મુંબઈમાં એક શાનદાર રીસેપ્શન આપીને પુરી કરી દેવામાં આવશે. અલિબાગમાં લગ્ન પછી મુંબઈમાં એક ભવ્ય રીસેપ્શન પણ આપવામાં આવશે. જેમાં આખા બોલિવુડના બધા જ સેલિબ્રિટીને બોલાવવાની તૈયારી છે.

image source

તમને જણાવી દઈએ કે વરુણ ધવન અને નતાશા દલાલ એકબીજાને સ્કૂલ સમયથી ઓળખે છે. બંને એકબીજાને સારા મિત્રો રહ્યા છે. એ પછી આ મિત્રતા પ્રેમમાં પરિણમી અને છેલ્લા લાંબા સમયથી બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. નતાશા ગયા વર્ષે કરવા ચોથના વ્રતમાં પણ આખા પરિવાર સાથે જોવામાં આવી હતી. વરુણ ધવન અને નતાશા દલાલના લગ્ન ગયા વર્ષે એટલે કે વર્ષ 2020માં જ થવાના હતા પણ કોરોના વાયરસના કારણે ન થઈ શક્યા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ