પૈસો પૈસાને ખેંચે એ વાત દિપીકાએ સાબિત કરી બતાવી, જાણો કેવીરીતે એ પોતાના પૈસા રોકી રહી છે અને કરી રહી છે કમાણી..

ફિલ્મ અભિનેત્રી દિપીકા પાદુકોણે કમાણીનો નવો પ્રકાર શોધ્યો છે. આ પ્રકાર છે રોકાણ કરવાનો. તેમનો સૌથી નવો રોકાણ આઈડિયા છે બેલાટ્રિક્સ એરોસ્પેસ કંપની. આ કંપની સ્પેસ રિસર્ચનું સ્ટાર્ટ અપ છે. દિપીકા આના પહેલા પણ ઘણાબધા રોકાણ કરી ચૂકી છે. હમણા થોડા સમય પહેલા તેણે પોતાની એક રોકાણ કંપની પણ બનાવી છે. તેમની આ કંપની જ તેમના હવે બધા રોકાણ જોઈ રહી છે. આ કંપનીના માધ્યમથી દિપીકા એ ઘણાબધા રોકાણ કર્યા છે. બેલાથરિક્સ એરોસ્પેસમાં તેમનું આ સૌથી નવુ રોકાણ છે. બેલાથરિક્સ એરોસ્પેસે કોના પાસે એકત્રિત કર્યા રૂપિયા।

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

બેલાટ્રિક્સ એરોસ્પેસના સહ સંસ્થાપક યશસ કર્ણમે જણાવ્યુ કે તેમના સ્ટાર્ટ અપે તાજેતરમાં જ ૩૦ લાખ ડોલરની રકમ એકત્રિત કરી છે. આ ૩૦ લાખ ડોલર ઘણા લોકો એ મળીને કંપનીમાં લગાવ્યા છે. તેમાં હીરો મોટોકોર્પના સુમન કાંત મુંજાલ સિવાય દિપીકા પાદુકોણ પણ શામેલ છે. તેના સિવાય ૭ અન્ય રોકાણ કર્તા પણ પૈસા લગાવવામાં શામેલ છે.

શું કરી રહી છે કંપની – બેલાટ્રિક્સ એરોસ્પેસ આ સમયે અંતરિક્ષ માં મોટુ પેલોડ સસ્તામાં મોકલવાની તૈયારીમાં લાગેલ છે. કંપની રિવયતી સિસ્ટમને બદલે માઈક્રોબેવ પ્લાઝ્મા થ્રસ્થર (એમપીટી) તકનીક પર કામ કરી રહી છે. આ સામાન્ય કેમિકલ પ્રાપલ્સન સિસ્ટમથી વધારે સક્ષમ છે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

જાણો બીજે ક્યાં ક્યાં રોકાણ – દિપીકા પાદુકોણ પાછલા ઘણા સમયથી રોકાણ ની સંભાવનાઓ પર કામ કરી રહી છે. તેમણે પોતાના રોકાણ માટે એક કંપની એકે એન્ટરપ્રાઈઝીઝ બનાવી છે. આ કંપની ૧૮ મહિનામાં ઓનલાઈન ફર્નિચર રેંટલ પ્લેટફોર્મ ફર્લેન્કો અને બ્યુટી પ્રોડકટ્સ વેચવા વાળી ઓનલાઈન પ્લેટફોર્મ પર્પલ જેવી સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરી ચૂકી છે. તેના સિવાય યોગર્ટ બનાવનાર ફ્રેન્ચ ફૂડ ઉત્પાદ દિગ્ગજ ડૈનોન ના માલિકીના હક વાળી એપિગામિયા માં પણ રોકાણ કર્યુ છે. તેના સિવાય હજુ ઘણા રોકાણ તેમણે જણાવ્યા નથી.

દિપીકા પાદુકોણે IDFC સ્પેસક્રાફ્ટ સ્ટાર્ટઅપ Bellatrix Aerospace માં કર્યુ રોકાણ – આઈઆઈએસસી (IISC) ઈન્ક્યુબેટેડ સ્પેસિટેક સ્ટાર્ટઅપ બેલાટ્રિક્સ એરોસ્પેસ એ ઉધમ પુંજી રોકાણકારોથી ૩ મિલીયન ડોલરનું ફંડિગ એકત્રિત કર્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

આ સંદર્ભ માં જાણકારી આપતા બેલાટ્રિક્સ એરોસ્પેસના સહ સંસ્થાપક યશાસ કર્ણમે કહ્યુ કે,”શીર્ષ રોકાણકાર આઈડીએફસી પરંપરા, સ્ટાર્ટઅપએક્સસીડ, કરસવેન ફંડ,અને સરવમ પાર્થરનર્સ એ પ્રિ-સિરિઝ એ દૌરનું નેતૃત્વ કર્યુ હતુ. ત્યાં જ આ રાઉન્ડમાં રોકાણકાર દિપીકા પાદુકોણ (KA enterprise, ગ્રોએક્સ વેંચર્સ , ઈન્ક્યુબેટર્સ CIIE (IIM અમદાવાદથી) અને Sine (IIT (બોમ્બેથી) શામેલ હતા.

જણાવી દઈએ કે બેંગલુરુ સ્થિત સ્ટાર્ટઅપ બેલાટ્રિક્સ એરોસ્પેસની સ્થાપના ૨૦૧૫ માં કરવામાં આવી હતી. આ સ્ટાર્ટઅપ અંતરિક્ષ માં પોતાની થ્રસ્ટર પ્રોધોગિકી પ્રદર્શિત કરે છે. સ્ટાર્ટઅપ હવે નાસા અને યુરોપીય અંતરિક્ષ એજન્સી ના માનકોની સમીક્ષા કરી રહ્યા છે જેથી આ સુનિશ્ચિત થઈ શકે કે તેમની તકનીક વૈશ્વિક માનકોને પૂરા કરે છે. બેલાટ્રિક્સ એરોસ્પેસ આ ફંડિગનો ઉપયોગ પોતાની ટીમનો વિસ્તાર કરવા માટે કરશે.

 

View this post on Instagram

 

CAMP:NOTES ON FASHION MET GALA 2019 @zacposen @lorraineschwartz @sandhyashekar @georgiougabriel @shaleenanathani @nehachandrakant

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

સ્પેસટેક સ્ટાર્ટઅપ એક ઈલેક્ટ્રિક-આધારિત પ્રણોદન પ્રણાલી, માઈક્રોવેવ પ્લાઝ્મા થ્રસ્ટર્સ નું નિર્માણ કરી રહ્યુ છે. આ પ્રણાલી ગ્રાહકોને વાજબી કિંમત પર મોટા પેલોડને અંતરિક્ષ માં લઈ જવાની ક્ષમતા આપે છે. ઉપલબ્ધ રાસાયણિક પ્રણોદન પ્રણાલીઓ Chemical Propulsion system) ની તુલનામાં આ એક પર્યાવરણને અનુકુળ વિકલ્પ પણ છે.

ત્યાં જ રોકાણકર્તા રાઉંડની અગવાઈ કરનાર IDFC-Parampara ના જનરલ પાર્ટનર, જતિન દેસાઈ એ કહ્યુ કે,

“ભારતમાં ખાનગી અંતરિક્ષ ઉધોગ વીસી રોકાણો માટે એક રસપ્રદ સ્થાન બનતુ જઈ રહ્યુ છે, ભારતીય કંપનીઓ વૈશ્વિક સમકક્ષો સાથે આક્રમક રુપથી પ્રતિસ્પર્ધા કરી રહ્યા છે. અમે આ ક્ષેત્રમાં ઘણી કંપનીઓનું મુલ્યાંકન કર્યુ અને મેળવ્યુ કે બેલાટ્રિક્સ બિઝનેસ મોડલ અને ટીમ એક આશાજનક દાંવ છે. કંપની હવે વૈશ્વિક સ્તરીય ઉત્પાદો ના નિર્માણ અને એક વૈશ્વિક પદચિન્હ સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે”.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

બેલાટ્રિક્સ ના સંસ્થાપક રોહન ગણપતિને અનુસાર, ૨૦૨૦ ના અંત સુધી પોતાની સિરિઝ એ ફંડિગ રાઉંડને પૂરા કરવાની આશા કરી છે.

કમાણીના મામલામાં રણવીર થી ઘણી આગળ છે દિપીકા, ફિલ્મ માટે પણ લે છે વધારે ફીસ

દિપીકા પાદુકોણ અને રણવીર સિંહ ૧૪ અને ૧૫ નવેમ્બર ના રોજ લગ્ન ના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. બન્ને બોલીવુડ ના મોસ્ટ પોપ્યુલર કપલ્સમાંથી એક છે. ફિલ્મોથી લઈને એડ વર્લ્ડ સુધી બન્નેનું રાજ ચાલે છે. એટલે કમાણીના મામલે બન્ને ઘણા આગળ છે. પરંતુ શું તમે જાણો છો રણવીર અને દિપીકામાંથી વધારે પૈસા કોણ કમાય છે. તો ચાલો અમે તમને જણાવીએ આ કુલ કમાણી બાબતમાં.

દિપીકા-રણવીરના ભાગમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો છે. જો વાત કરીએ બન્નેના નેટવર્થ એટલે કે કુલ કમાણીની તો ૨૦૧૭માં આવેલી ફોર્બ્સની સૌથી વધુ કમાણી કરનાર એક્ટર્સની યાદીમાં દિપીકા છઠા સ્થાન પર હતી. ૨૦૧૭માં તેમની સંપત્તિ કુલ ૧૧ મિલિયન ડોલર જણાવવામાં આવી હતી એટલે કે લગભગ ૮૦ કરોડ રૂપિયા.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

ત્યાં જ, ૭માં સ્થાન પર રહેલા રણવીરની નેટવર્થ લગભગ ૧૦ મિલિયન ડોલર હતી એટલે કે લગભગ ૭૪ કરોડ. બન્નેને મેળવીને ૨૧ મિલિયન ડોલર થાય છે જે ભારતીય કરંસીના હિસાબથી ૧૫૪ કરોડ રૂપિયા થયા.

જો વાત કરીએ બન્નેની ફીસની તો દિપીકા એ પદ્માવત માં કામ કરવા માટે સંજય લીલા ભણસાલી પાસે ૧૨ કરોડ રૂપિયા ફી તરીકે લીધા હતા. ત્યાં જ, દરેક ફિલ્મ માટે તે અંદાજીત ૬-૭ કરોડ રૂપિયા લે છે પરંતુ પદ્માવત બાદ તેમણે દરેક ફિલ્મ માટે ૧૨ કરોડની જ ડિમાન્ડ કરવાની શરૂ કરી દીધી છે. દિપીકા બ્રાન્ડ એંડોર્સમેંટ માટે પણ ૫ થી ૭ કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ