આ એક્ટ્રેસે શેર કરી બાળપણની તસવીર, ક્લિક કરીને જોઇ લો તમે પણ

દીપીકાની બોબ્ડ હેરવાળી નાનપણની તસ્વીરો થઈ રહી છે વાયરલ

image source

દીપીકા બોલીવૂડની અત્યંત સફળ અભિનેત્રી છે, તેણી સુંદર છે, પ્રતિભાશાળી છે અને આકર્ષક છે. અત્યાર સુધીમાં દીપીકા જેટલી સફળતાં ભાગ્યે જ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બીજી કોઈ અભિનેત્રીને મળી હશે.

image source

તેણીએ હંમેશા પોતાની પ્રોફેશ્નલ તેમજ પર્સનલ લાઇફ અલગ રાખી છે તેમ છતાં તેના ફેન્સને તેણીએ પોતાની પર્સનલ લાઇફ સાથે પણ તેટલા જ માહિતગાર રાખ્યા છે.

તે પછી તેનો પોતાના પતિ સાથેનો સંબંધ હોય કે પછી પોતાના માતાપિતા હોય કે પોતાની બહેન હોય.

image source

તેણી પોતાના ફેન્સને અવારનવાર પોતાનો અનોખો વણજોયો અંદાજ બતાવતી રહે છે. તાજેતરમાં તેણીની એક નાનપણની તસ્વીર વાયરલ થઈ રહી છે. જેમાં તેણીના વાળ બીલકુલ શોર્ટ એટલે કે બોબ્ડ હેર છે.

તેમાં તેણી પોતાની નાનપણની બેહનપણી સાથે છે. અને તેમાં તેણી ખુબ જ ક્યુટ લાગી રહી છે. દીપીકાએ આ તસ્વીરમાં એક મસ્ટર્ડ કલરનું સ્વેટર પહેર્યું છે. બૉય કટમાં તેણી અત્યંત ક્યૂટ લાગી રહી છે. અને તેણીનું માસુમ સ્મિત તો તેના ફેન્સને ઓર વધારે આકર્ષિ રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

દીપીકાએ આ તસ્વિર શેર કરતાં કંઈક આવું કેપ્શન રાખ્યું છે, ‘હમ્પ્ટી ડમ્પ્ટી સેટ ઓન અ વોલ… અને દહીં અને ભાત ખાધા છે !!!’

સાથે પોતાની બહેનપણી દીવ્યા નારાયણને પણ ટેગ કરી છે. આ તસ્વીર પર તેણીના કેટલાક ફેન્સે કંઈક આ રીતે કમેન્ટ્સ કરી છે.

image source

કેઈકે ‘ક્યુટનેસ ઓવરલોડેડ…તમે ખુબ વાહલા છો અને તમારી તસ્વીર વખાણને પાત્ર છે’ લખ્યું છે તો કોઈકે ‘યુ આર ટૂ ક્યૂટ’ લખ્યું છે.

તેની સાથે જ તેણીએ થોડા કલાકો પહેલાં પણ પોતાની બીજી એક નાનપણની તસ્વીર શેર કરી છે જેમાં તેણી પોતાની બીજી બે બહેનપણીઓ સાથે છે અને આ તસ્વીરની ખાસ વાત એ છે કે તેમાં ત્રણે બહેનપણીઓના વાળ શોર્ટ છે.

દીપીકા બધી જ તસ્વીરોની જેમ આમાં પણ તેટલી જ ક્યુટ લાગી રહી છે. આ તસ્વીર શેર કરતાં તેણીએ લખ્યું છે, ‘કેન નોટ વેઇટ ફોર ધીઝ ટુ મંચકીન્સ !!!’ અને સાથે પોતાની બન્ને બહેનપણીઓ દિવ્યા નારાયણ અને સ્નેહા રામચંદેરને ટેગ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

આ પહેલાં પણ દીપીકાએ ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાની તેમજ પોતાની નાની બહેનની નાનપણની તસ્વીરો શેર કરી છે અને આ વર્ષે પતિ રણવીરના બર્થડે પર તેણીએ રણવીરની પણ નાનપણની તસ્વીર શેર કરીને તેને બર્થડે વિશ કરી હતી.

image source

દીપીકા રિયલ લાઈફમાં ઘણી મસ્તીખોર છે જે અવારનવાર તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી જોઈ શકાય છે. પણ આવનારા વર્ષે તેણી એક અતિ ગંભીર મુદ્દા પર ફિલ્મ કરવા જઈ રહી છે.

આ ફિલ્મનું નામ છે, ‘છપાક’. ફિલ્મનું દીગ્દર્સન ગુલઝારની દીકરી અને ગયા વર્ષની ઓવોર્ડ વિનિંગ ફિલ્મ રાઝીની ડીરેક્ટર મેઘના ગુલઝાર કરી રહ્યા છે.

image source

આ ફિલ્મમાં દીપીકા એસિડ પિડિતાનું પાત્ર ભજવી રહી છે. આ એક વાસ્તવિક ઘટના પરથી લખવામાં આવેલી વાર્તા છે

આ ઉપરાંત દીપિકા ફરી એકવાર હોલીવૂડની ફિલ્મમાં જોવા મળશે તેવી પણ વાતો ફેલાઈ રહી છે. જો કે તેની કોઈ ઓફિશિયલ જાહેરાત અત્યાર સુધીમાં કરવામાં નથી આવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ