લો બોલો, અહીં કૂતરાને લઇને બે વ્યક્તિઓ એવા ઝઘડી રહ્યા છે કે પોલીસ કરાવી રહી છે કૂતરાનો DNA ટેસ્ટ

એમપી પોલીસ માલિકીની ઓળખ માટે એક કૂતરાનો ડીએએ ટેસ્ટ કરાવી રહી છે. હોશંગાબાદ જિલ્લામાં એક કૂતરાના માલિકને લઈ ઝઘડો ચાલી રહ્યો છે. જેને સોલ્વ કરવા માટે પેલીસ પણ અત્યાર સુધી સફળ નથી થઈ. બે માલિકોનો દાવો છે તેના આધાર પર પોલીસે કૂતરાનો ડીએનએ ટેસ્ટ કરાવવાનો નિર્ણય કર્યો છે. 3 વર્ષના લેબ્રા ડોગ પર બે લોકોએ દાવેદારી કરી છે. એક દાવેદાર પત્રકાર છે અને બીજો દાવેદાર રાજનીતિક કાર્યકર્તા છે.

image source

હોશંગાબાદ જિલ્લાના દેહાત થાનાના પ્રભારી હેમંત શ્રીવાસ્તવે મિડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે ત્રણ મહિના પહેલા પત્રકાર શદાબ ખાને ફરિયાદ નોંધાવી હતી કે તેમનો કૂતરો કોકો ગાયબ થઈ ગયો છે. 18 નવેમ્બરે તેમણે કહ્યું કે મારો કૂતરો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેતા કાર્તિક શિવહરેના ઘરમાં છે

શદાબની ફરિયાદ બાદ પોલીસ કૂતારને પોલીસ સ્ટેશનમાં લઈ આવી. 19 નવેમ્બરે કાર્તિક શિવહરેએ પોલીસ સ્ટેશન આવીને કહ્યું કે કૂતરો તેમનો છે. તેમણે કૂતરાનું નામ ટાઇગર જણાવ્યું. સાથે સાથે એ પણ કહ્યું કે તેમણે કૂતરાને થોડા અઠવાડિયાઓ પહેલા ઇટારસીથી ખરીદ્યો છે. પોલીસ સ્ટેશનના પ્રભારીએ જણાવ્યું કે કૂતરો બન્ને નામે બોલાવવાથી જવાબ આપી રહ્યો છે. તે કોકો અને ટાઇગર નામ સાથે ફ્રેન્ડલી છે.

ડીએનએ ટેસ્ટનો નિર્ણય

image source

પેલીસ અધિકારીએ જણાવ્યું કે શિવહરેનો દાવો છે કે આ કૂતરાને તેમણે ઇટારસીથી ખરીદ્યો છે, જ્યારે શદાબ ખાનનો દાવો છે કે તે કૂતરો તેમણે પંચમઢીથી ખરીદ્યો છે. બન્નેના દાવા બાદ પોલીસે કૂતરાનો ડીએનએ ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો છે. શનિવારે પોલીસ ટીમ પંચમઢી ઇટારસી ડૉગના પેરેંટ્સના બ્લડ સેંપલ લેવા ગઈ છે. શુક્રવારની રાત્રે વેટનરી ડોક્ટરે કુત્તરાનુ સેંપલ લીધું છે. ત્યાર બાદ પોલીસે સિવહરેને કૂતરું તેની પાસે રાખવાની પરવાનગી આપી છે.

બન્ને ઇચ્છે છે કે આ કેસમાં સત્ય સામે આવે. શદાબ ખાને જણાવ્યું કે તેમણે કૂતરા સાથે સંબંધિત બધા જ પુરાવા પેલીસ સામે રજૂ કરી દીધા છે. સાથે સાથે તેમણે ડીએનએ ટેસ્ટને લઈને પણ મક્કમ છે. તો શિવહરેનું કહેવું છે કે શદાબ પરવાનગી વગર કૂતરાને લઈ ગયા છે. ટેસ્ટથી હકીકત સામે આવી જશે.

તો બીજી બાજુ આ આખાએ પ્રકરણને લઈ પેટાએ પોલીસને અસંવેદનશીલ ઠેરવી છે. રાજ્યમાં પેટાના કોઓર્ડિનેટર સ્વાતિ ગોરવ ભદોરિયાએ જણાવ્યું કે કુતૂરું બીમાર પડી ગયું છે, પોલીસે યોગ્ય રીતે તેની સંભાળ નથી લીધી. અમે ઇચ્છીએ છીએ કે પોલીસ અને તે વ્યક્તિ પર એફઆઈઆર કરવામા આવે,

જેણે પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમની કલમો હેઠળ ખોટા સ્વામિત્વનો દાવો કર્યો છે. હોશંગાબાદના એસપી સંતોષ સિંહ ગૌરે આ દાવાને નકાર્યો છે. તેમણે કહ્યું કે કૂતરાનો સાચો માલિક મળે તે સુનિશ્ચિત કરવા માટે અમે કેસને સંવેદનશીલ રીતે સોલ્વ કરી રહ્યા છીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ