દવાના પેકિંગ પર લાલ પટ્ટી હોવાનું શું છે રહસ્ય, જાણો આ પાછળનું ગંભીર કારણ

મિત્રો, અમુકવાર આપણે વસ્તુઓ ખરીદતી વખતે યોગ્ય ધ્યાન દેતા નથી અને તેના પર રહેલી નીશાનીઓને પણ નજરઅંદાજ કરી દઇએ છીએ. આ વસ્તુઓમા એક વસ્તુ છે મેડીસીન. જ્યારે પણ આપણે કોઈપણ પ્રકારની મેડીસીનની ખરીદી કરીએ છીએ ત્યારે તેના પર લાલ રંગની એક પટ્ટી અવશ્યપણે જોવા મળે છે પરંતુ, ક્યારેય તમને મનમા એવો વિચાર આવ્યો છે કે, આ પટ્ટી તમને શુ દર્શાવે છે? જો તમે પણ જાણવા ઈચ્છુક છો કે, આ લાલ રંગની પટ્ટી તમને શું જણાવી રહી છે? તો આ આખો લેખ અવશ્યપણે વાંચજો.

image source

મોટાભાગના લોકો જ્યારે પણ બિમાર પડે છે ત્યારે ડૉક્ટર પાસે જવાની જગ્યાએ સીધા જ મેડીકલ સ્ટોર પર દોટ મુકે છે અને પોતાની અડધી-અધુરી સમસ્યા જણાવીને દવાની ખરીદી કરી લે છે. આમ, કરવાથી તમારી તો બિમારી ઠીક થઇ જાય છે પરંતુ, અમુકવાર ગંભીર પ્રકારની આડઅસરો પણ તેના કારણે તમને જોવા મળે છે.

image source

જ્યારે પણ તમને સામાન્ય તાવની સમસ્યા આવે કે શરદીની સમસ્યા થાય છે તો તમારે મેડિકલ સ્ટોર તરફ દોટ મુકવાની જગ્યાએ દાકતર પાસે જ જવાનો આગ્રહ રાખવો અને તેમની યોગ્ય સલાહ અને સુચન લીધા બાદ જ દવાની ખરીદી કરો. દવાના પેકિંગ પર જે લાલ રંગની પટ્ટી જીવા મળે છે, તેનાથી ખુબ જ ઓછા લોકો માહિતગાર છે પરંતુ, ડોકટરોને તેના વિશે ઘણી બધી માહિતી હોય છે.

image source

આ સિવાય આ દવાઓના પેકિંગ પર રહેલી લાલ રંગની પટ્ટી એવુ દર્શાવે છે કે, ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના આ દવાઓની સરળતાથી ખરીદી થઇ શકતી નથી. આ જે એન્ટીબાયટીક દવાઓ છે, તેનો ખોટી રીતે ઉપયોગ ના થાય તેના માટે તેના પેકિંગ ઉપર આ લાલ રંગની પટ્ટી મારવામા આવે છે.

image source

આ ઉપરાંત અમુક દવાઓ એવી પણ હોય છે કે, જેના પત્તા પર એક્સ.આર.એક્સ. લખવામા આવેલુ હોય છે. આ શબ્દનો અર્થ એવો કાઢી શકાય છે કે, આ દવાઓ તમને ક્યારેય પણ મેડિકલમા મળશે નહી પરંતુ, આ દવાઓ તમે સીધી ડૉક્ટર પાસે જ જઈને લઇ શકશો.

image source

આ એવા પ્રકારની દવાઓ હોય છે કે, જે ડૉક્ટર દ્વારા જ આપવામા આવી શકાય છે. જો કોઈ ડૉક્ટર તે દવા લખી આપે અને તમને મેડીકલમા લેવા માટે જણાવે તો પણ તમને કોઈ મેડીકલ સ્ટોરમા આ દવા નહી મળે. આવા પ્રકારના અમુક કારણોને લીધે જ્યારે પણ તમે દવાની ખરીદી કરો છો ત્યારે તેના પર લાગેલા નિશાનને તમે ધ્યાનથી જુઓ અને તે શું દર્શાવે છે તે અંગે સમજવાનો તમે પ્રયત્ન અવશ્યપણે કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ