આ છે વિશ્વનો સૌથી નાનકડો કાચીંડો, આંગળી પર બેસી શકે તેવો છે આકાર, બે વાર તસવીરો જોશો તો પણ જોયા જ કરશો

આપણા ઘર આંગણે જાતજાતના અને ભાતભાતના જીવો જોવા મળતા હોય છે જે માણસ જાત સાથે ભળીને પોતાનું જીવન વિતાવે છે. આ જીવોમાં પણ ગજબની ભિન્નતા હોય છે અમુક જીવો સાવ નાના હાથની આંગળીમાં બેસી શકે તેવા જ્યારે અમુક તેની સરખામણીએ વિકરાળ લાગે તેવા હોય છે. આવો જ એક જીવ છે કાચીંડો.

image soucre

કાચીંડાની રંગ બદલવાની ખૂબી વિશે તો લગભગ દરેક વાંચક જનતા જ હશે અને કદાચ કાચીંડાને રંગ બદલતો નિહાળ્યો પણ હશે. સામાન્ય રીતે આપણા ઘર આંગણે જોવા મળતા કાચીંડાની લંબાઈ ઓછામાં ઓછી 4 કે 5 ઇંચની હોય છે પરંતુ વૈજ્ઞાનિકોની નજર એક એવા કાચીંડા પર પહોંચી છે જેની લંબાઈ એક ઇંચ કરતા પણ ઓછી છે. વૈજ્ઞાનિકોને કાચીંડાની આ અનોખી પ્રજાતિ ઉત્તરી મેડાગાસ્કરના જંગલોમાં જોવા મળી છે. કાચીંડાની આ પ્રજાતિનું નામ બ્રુકેશિયા નાના છે

image source

વૈજ્ઞાનિકોના મત મુજબ આ પ્રજાતિના કાચીંડા વિશ્વના સૌથી નાના રેપ્ટાઇલ એટલે કે સરકીને ચાલતા જીવ પૈકી એક છે અને તેને નેનો કાચીંડા ગણાવ્યા છે. જર્મનીના હેમબર્ગ સ્થિત નેચરલ હિસ્ટ્રી સેન્ટરના વૈજ્ઞાનિક ઓલિવર હોલીસ્કેચના કહેવા મુજબ આ નેનો કાચીંડાનું ઘર મેડાગાસ્કરના જંગલ છે.

અનેક વર્ષોથી આ જંગલ કાપવાનું કામ ચાલી રહ્યું હતુ પરંતુ હવે આ નાનકડા જીવ નેનો કાચીંડાને બચાવવા માટે તેને સંરક્ષિત કરવામાં આવી રહ્યું છે. નેનો કાચીંડા પ્રજાતિના સંરક્ષણ માટે જંગલ કાપવાનું અટકાવી દેવાને એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

image source

નોંધનીય છે કે વૈજ્ઞાનિકોને આ ખાસ પ્રજાતિના બે નર અને બે માદા કાચીંડા મળ્યા છે. નર કાચીંડાનો આકાર માદા કાચીંડાની સરખામણીએ નાનો છે. નર કાચીંડાનો આકાર 0.53 ઇંચ છે જ્યારે માદા કાચીંડાનો આકાર 0.75 ઇંચ છે.

image source

વૈજ્ઞાનિકોના સંશોધન મુજબ.માદા નેનો કાચીંડાના શરીરનો 20 ટકા ભાગ રીપ્રોડક્ટિવ અંગ છે. વૈજ્ઞાનિક માર્ક શર્જના કહેવા અનુસાર અમુક જીવોમાં રીપ્રોડક્ટિવ અંગ શરીરના અનુપાત મુજબ મોટા થાય છે અને આ નવા કાચીંડા સાથે પણ એવું જ છે.

image source

ઉલ્લેખનીય છે કે વિશ્વભરમાં અત્યાર સુધી 11,500 રેપ્ટાઇલ મળી ચુક્યા છે. જો કે નેનો કાચીંડાની આ પ્રજાતિ આકારની સરખામણીએ સૌથી નાની છે. નેનો કાચીંડાની આ શોધખોળ જર્મની અને મેડાગાસ્કરના વૈજ્ઞાનિકોની ટીમે સંયુક્ત રીતે કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ