આ તારીખે છે અચલા સપ્તમિ, આ વ્રત કરવાથી મળે છે સંતાન સુખ અને સાથે શરીરના અનેક રોગોમાંથી મળે છે મુક્તિ પણ

મહા મહિનાની શુક્લ પક્ષની સપ્તમી તિથીને અચલા સપ્તમી તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે અચલા સપ્તમી 19 ફેબ્રુઆરી 2021ને બુધવારે આવી રહી છે. આ તિથિ ભગવાન સૂર્ય નારાયણને સમર્પિત કરવામાં આવે છે. એને સૂર્ય સપ્તમી, રથ સપ્તમી અને આરોગ્ય સપ્તમીના નામથી પણ ઓળખવામાં આવે છે. જો આ તિથિ રવિવારે આવે તો એનું મહત્વ વધી જાય છે. રવિવારના દિવસે મહા મહિનાની શુક્લ સપ્તમી આવે તો એને અચલા ભાનું સપ્તમી કહેવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર આ તિથિને ભગવાન સૂર્યના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવવા છે. તો ચાલો જાણી લઈએ અચલા સપ્તમીનું મહત્વ અને એની સાથે જોડાયેલી પૌરાણિક કથા.

અચલા સપ્તમી મહત્વ.

image soucre

.શાસ્ત્રોમાં અને મેડિકલ સાયન્સ એમ બંનેમાં સૂર્યને આરોગ્યદાયક ગણવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર સૂર્યની ઉપાસનાથી શરીરના રોગોથી મુક્તિ મળે છે. આ દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કરવાનું અને ઉગતા સૂર્યને જળ ચડાવવાનું વિધાન છે. માન્યતા છે કે સૂર્ય સપ્તમીના દિવસે સૂર્ય તરફ મોઢું રાખીને પૂજા કરવાથી ચર્મ રોગોમાંથી મુક્તિ મળે છે. જ્યોતિષમાં પણ સૂર્યને મહત્વ આપવામાં આવ્યું છે.જ્યોતિષ અનુસાર સૂર્યની ઉપાસના કરવાથી પિતા અને પુત્રના સંબંધ મજબૂત થાય છે અને માન સમ્માનની પ્રાપ્તિ થાય છે. જે રીતે દરેક તહેવાર અને વ્રત પાછળ કોઈને કોઈ પૌર4 કથા હોય છે એવી જ રીતે અચલા સપ્તમી ઉજવવા પાછળ પણ કારણ છે. તો ચાલો જાણી લઈએ અચલા સપ્તમી સૂર્યોદય સમય અને પૌરાણિક કથા.

image soucre

સપ્તમી તિથિ આરંભ- 18 ફેબ્રુઆરી 2021ને ગુરુવારે સવારે 8 વાગ્યાને 17 મિનિટથી .

સપ્તમી તિથિ સમાપ્ત- 19 ફેબ્રુઆરી 2021ને શુક્રવારે સવારે 10 વાગ્યાને 58 મિનિટ સુધી.

સપ્તમીના દિવસે અરુણોદય-સવારે 6 વાગ્યાને 32 મિનિટ

સપ્તમીના દિવસે અવલોકનીય (જોઈ શકાય એવો) સૂર્યોદય- સવારે 6 વાગ્યાને 56 મિનિટ.

અચલા સપ્તમી (સૂર્ય સપ્તમી) પૌરાણિક કથા.

image source

પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર શામ્બને પોતાના શારીરિક બળ અને સૌષ્ઠવ પર ખૂબ જ અભિમાન થઈ ગયું હતું. શામ્બે આ અભિમાનમાં આવીને દુર્વાસા ઋષિનું અપમાન કરી દીધું. દુર્વાસા ઋષિને શામ્બના આવા વર્તનના કારણે ગુસ્સો આવી ગયો, એ પછી એમને શામ્બને કુષ્ઠ થઈ જવાનો શ્રાપ આપી દીધો.

image soucre

ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના પુત્ર શામ્બને ભગવાન સૂર્ય નારાયણની ઉપાસના કરવા માટે કહ્યું. શામ્બે ભગવાન કૃષ્ણની આજ્ઞા માનીને સૂર્ય ભગવાનની આરાધના કરવાનું શરૂ કરી દીધું. જેના ફળ સ્વરૂપે સૂર્ય નારાયણની કૃપાથી એને પોતાના કુષ્ઠ રોગમાંથી મુક્તિ મળી ગઈ. એટલે સૂર્ય સપ્તમીના દિવસે જે પણ સૂર્ય ભગવાનની આરાધના સાચા હૃદયથી કરે છે એને રોગોમાંથી મુક્તિ મળે છે અને આરોગ્ય, પુત્ર અને ધનની પ્રાપ્તિ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ