ઇશા અંબાણીને ડર લાગતા મોમ નીતા સાથે ના બેઠી રાઇડ્સમાં, પુરાવા તરીકે જોઇ લો VIDEO

દીકરી ઇશા અંબાણીએ માતા નીતા અંબાણીની પ્રાઇમરી સ્કૂલનો પ્લાન જણાવ્યો

image source

જુઓ 4000 બાળકો સાથે નીતા – ઇશા અંબાણીએ કેવી રીતે ઉજવી નાતાલ

બાળકો સાથે નીતા અંબાણીએ પણ જીઓ વન્ડરલેન્ડમાં રાઇડ્સની મજા માણી, જુઓ વિડિયો

થોડા દિવસ પહેલાં ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલનો એન્યુઅલ ડે ઉજવવામાં આવ્યો હતો જેમાં બોલીવૂડના દીગ્ગજ કલાકારો પોતાના બાળકોના પર્ફોમન્સ જોવા ત્યાં ઉમટી પડ્યા હતા. અને માટે આખાએ એન્યુઅલ ડેની ઝલક વિડિયો દ્વારા સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

મુંબઈના ધનાડ્ય લોકોમાં ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલે ઘણી લોકપ્રિયતા મેળવી છે. હવે નીતા અંબાણી બીજી શાળા પણ ખોલવા જઈ રહ્યા છે જેની જાહેરાત તેમની દીકરી ઇશા અંબાણીએ શાળાના એન્યુઅલ ફંક્સન દરમિયાન કરી હતી.

image source

તેણીએ માતાની નવી શાળા વિષેના પ્લાન વિષે જણાવતા જાહેરાત કરી હતી. નીતા અંબાણીની આ શાળા પ્રાઈમરી અને મિડલ સ્કૂલ હશે. તેને ટેનિસ કોર્ટ્સ નજીક જ ઉભી કરવામાં આવશે.

આ જ સ્કૂલમાં બીજી ત્રણ શાળાઓ આવેલી હશે. દરેક સ્કૂલ તેના પોતાનામાં જ પરિપુર્ણ હશે અને તેમાં વાલીઓ માટે એક ખાસ લોન્જ પણ રાખવામાં આવશે.

આ શાળાની ડિઝાઈન ત્રણ સિદ્ધાંતો પર આધારિત હશે, ફ્લેક્સિબિલિટિ એટલે કે લવચિકતા, બીજી ટ્રાન્સપરન્સી એટલે કે પારદર્શિતા અને ત્રીજું કોલોબોરેશન એટલે કે સહયોગ.

image source

તમને જણાવી દઈએ કે નીતા અંબાણીને ઘણી નાની ઉંમરથી જ શિક્ષિકા બનવું હતું અને તેણીને બાળકો ખુબ જ પ્રિય છે અને માટે જ તેણીએ ખાસ કરીને નાના ભુલકાઓ માટે અલગથી શાળા બનાવવાનું નક્કી કર્યું છે.

તેણી સાથે તેણીની દીકરી ઇશા અંબાણી અને તેણીની બહેન મમતા દલાલ પણ શાળાના વ્યવસ્થાપનમાં જોડાયેલા છે.

નાતાલના દિવસે ઇશા-નીતા અંબાણીએ ખુશી વહેંચી

અંબાણી ગર્લ ગેંગ હંમેશા સમાચારમાં રહે છે પછી કુટુંબમાં થતાં લગ્નોની વાત હોય, કોઈ પાર્ટીની વાત હોય, તેમની શાળાના એન્યુઅલ ફંક્સનની વાત હોય કે પછી ક્રિસ્મસ સેલિબ્રેશનની વાત હોય.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

લોકો તેમના ચેરીટી કામોને તો વખાણે જ છે પણ તેમના લૂકને બિરદાવવાવાળો પણ એક મોટો વર્ગ છે. જે હંમેશા તેમના પહેરવેશને ફોલો કરતા રહે છે.

તાજેતરમાં નાતાલના ઉત્સવના પ્રસંગે નીતા અંબાણી તેમની દીકરી ઇશા અંબાણી સાથે જોવા મળ્યા હતા. આ પ્રસંગે નીતા અંબાણીએ ગ્રીન પોલકા ડોટ ટોપ પહેર્યું હતું જેના પર એક ડીટેઇલ્ડ વર્કવાળી નોટ પણ હતી અને તેની સાથે તેણીએ જીન્સ પહેર્યું હતું. તેની સાથે ગોલ્ડન હીલ્સ પહેર્યા હતા. અને ડાયમન્ડ ઇયરિંગ્સ પહેર્યા હતા.

ઇશાની વાત કરીએ તો તેણીએ સુંદર મજાનું ઘેરવાળુ રેડ ફ્રોક પહેર્યું હતું. તેની પફ્ડ સ્લિવ્ઝે તેમાં થોડું ફન પણ ઉમેર્યું હતું. તેણીએ પણ માતાની જેમ હીલ્સ પહેરી હતી અને ડાયમન્ડ ઇયરિંગ્સ પહેર્યા હતા. બન્ને મા-દીકરીએ વાળ છુટ્ટા રાખ્યા હતા. અને તેમનો મેકઅપ એકદમ લાઇટ હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

વિવિધ એનજીઓમાંથી આવતા 4000 બાળકો સાથે જીઓ વન્ડરવર્લ્ડમાં સમય પસાર કર્યો

આ ઇવેન્ટની તસ્વીરો તેમજ વિડિયો હાલ સોશિયેલ મિડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. નીતા અને ઇશા અંબાણીએ નાતાલના પ્રસંગે ખુશીઓ વહેંચવાનું કામ કર્યું હતું.

તેમણે પોતાના જીઓ વન્ડરલેન્ડમાં વિવિધ એનજીઓમાંથી 4000 બાળકોને આમંત્રણ આપીને તેમની સાથે ક્રીસ્મસ સેલિબ્રેશન કર્યુ હતું.

બાળકો સાથે નીતા અંબાણીએ લીધી રાઈડની મજા

જીઓ વન્ડરલેન્ડમાં બાળકો સાથે નીતા અંબાણીએ પણ રાઈડની મજા લીધી હતી. જેની વિડિયો પણ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

નીતા અંબાણી ઉપરાંત કેટલીક બોલીવૂડ હસ્તીઓએ પણ ક્રીસ્મસ સેલિબ્રેશનની પાર્ટી પોતાને ત્યાં રાખી હતી જેમાં કરીના કપૂર ખાન તેમજ સલમાનની બહેન અર્પિતા ખાનની પાર્ટીની તસ્વીરો હાલ વાયરલ થઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ