નહિં ભૂલી શકાય હિરલની કરુણ કહાનીને, જાણો દશમાંની વિધિમાં હિરલની મૃત્યુ પહેલાની ઇચ્છા કેવી રીતે પૂરી કરી પરિવારજનોંએ…

હીરલની અધૂરી રહેલી અંતિમ ઇચ્છા પરિવારે દસમાંની વિધીમાં કરી પૂર્ણ

14 ડિસેમ્બરે હીરલના જીવનનો કરૂણ અંત આવ્યો અને તે તેના વાહલાઓને મુકી અનંતની સફરે ઉપડી ગઈ. હીરલના રહેઠાણ એવા જામનગરના ડબાસંગમાં તેણીને વીજ કરંટ લાગવાથી તેણી ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને છેવટે કેટલાએ મહિનાઓની સારવાર અને ડોક્ટરોના અથાગ પ્રયાસ છતાં તે ન બચી શકી.

23 ડિસેમ્બરે તેણીના દસમાની વિધિ કરવામા આવી હતી. તેણીના દસમાની વિધિમાં ગામના મંદીરમાં વિધિ કરવામાં આવી હતી અને ઘરે નાની દીકરીઓનો જમણવાર રાખવામાં આવ્યો હતો. પણ આ જમણવારની વાત જ અનોખ હતી. કારણ કે આ જમણવારમાં બાળકોને આજકાલ ખુબ ભાવે છે તેવી મેગી પિરસવામાં આવી હતી.

image source

વાસ્તવમાં આ ઇચ્છા હીરલની હતી તેણીને કેટલાએ વખતતી મેગી અને શ્રીખંડ ખાવાની ઇચ્છા હતી પણ તેના કથળેલા સ્વાસ્થ્યના કારણે તેણી તે ખાઈ નહોતી શકી અને આ રીતે તેણીની આ ઇચ્છા અધૂરી રહી ગઈ હતી. અને માટે જ તેણીના પરિવારજનોએ તેણીની આ ઇચ્છા બાળકીઓના જમણમાં શ્રીખંડ અને મેગી પિરસીને કરી હતી.

અસ્વસ્થ હાલતમાં હીરલ મેગી-શ્રીખંડ ખાઈ શકે તેવી સ્થિતિમાં નહોતી

image source

ઉપર જણાવ્યું તેમ હીરલને ગંભીર વીજ કરન્ટ લાગ્યો હતો અને તેણીના એક હાથ અને બન્ને પગને કાપવા પડ્યા હતા. પણ તેણીના મંગેતર ચિરાગ અને કુટુંબની લાગણી ભરી હૂંફના કારણે તેણીમાં જીવવાની આસ જાગી હતી અને અપાર પીડામાં પણ તેણી હસતી થઈ હતી. અને પોતાની જે પણ સ્થિતિ હતી તે તેણીએ સ્વિકારી લીધી હતી. પણ તેણીના જીવનના છેલ્લાં પાંચ દિવસ દરમિયાન તેની તબિયત સતત કથળતી ગઈ હતી. તેણી સતત ઉલટી કરે રાખતી હતી. તેણી પેટમાં કશું જ ટકતું નહોતું. ફેફસામાં વારંવાર પાણી ભરાઈ જતું હતું. માટે તેણી કંઈ ખાઈ પણ નહોતી શકતી.

તેણીને મેગી અને શ્રીખંડ ખાવાની જાણે તીવ્ર ઇચ્છા થઈ હતી

તેણીને સતત ઉલટી થતી હોવાથી તેણી કશું જ ખાઈ નહોતી શકતી. અને તેના મન સાથે શરીર સાથ નહોતું આપી રહ્યું માટે તેનું મન પણ સતત નબળૂ થવા લાગ્યુ હતું અને તેણી સતત બેચેની અનુભવી રહી હતી. તેણીના મૃત્યુના દિવસે એટલે કે 14 ડિસેમ્બરે તેણીએ પોતાની માતા પાસે મેગી અને શ્રીખંડ ખાવાની ઇચ્છા દર્શાવી. તેણીને આ બન્ને વાનગીઓ ખુબ જ પ્રિય હતી. પણ હોસ્પિટલમાં હીરલનું ધ્યાન રાખવા માટે કોઈ જ નહોતું તેણીની માતા તેને એકલી મુકીને બહાર જઈ શકે તેમ ન હતી માટે માતાએ મેગી સોમવારે મંગાવી આપવા તેણીને સમજાવી.

image source

સોમવારની સવારનો સૂરજ ન જોઈ શકી હીરલ

પણ કદાચ તેણીની આ ઇચ્છા હવે આવતાં જન્મે જ પૂરી થવાની હશે. તેણી ને તે જ દિવસે અચાનક જ શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને બસ તેણીએ આ સંસારથી વિદાઈ લઈ લીધી. મેગી-શ્રીખંડ ખાવા માટે તેણી સોમવારનો સુરજ પણ ન જોઈ શકી અને પરિવારને રડતો મૂકી તેણીએ આ દુનિયામાંથી વિદાઈ લીધી.

image source

માતા-પિતાએ હીરલની અંતિમ ઇચ્છા આ રીતે કરી પૂર્ણ

હીરલને મેગી અને શ્રીખંડ ખૂબ ભાવતા હતા અને છેલ્લા દિવસે તેણીએ માતા પાસે તેની જ માંગ કરી હતી પણ તેણી પોતાની પ્રિય વાનગીનો સ્વાદ માણે તે પહેલાં જ મૃત્યુ પામી. દીકરીની આ છેલ્લી ઇચ્છા માતાપિતાએ હીરલના દસમાંની વિધિ બાદ બાળકીઓને ભોજનમાં મેગી અને શ્રીખંડ પણ પીરસ્યા અને દીકરીની ઇચ્છા પુરી કરી. આ સિવાય હીરલની તસ્વીર આગળ તેણીને તેના ભાવતા ભોજનની થાળી પણ ધરવામાં આવી હતી.

image source

હીરલના પોતાના ગામ વડગામના સ્મશાનમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જેમાં આખુંએ ગામ તેના અંતિમદર્શને આવી પહોંચ્યું હતું. હીરલની કરુણાંતિકા અને હીરલ પ્રત્યેનો તેના મંગેતર ચિરાગનો પ્રેમ લોકો ક્યારેય નહીં ભુલી શકે. હવે તો ભગવાનને એટલી જ પ્રાર્થના કે આવતા જન્મે ભગવાન હીરલની બધી જ ઇચ્છા પૂર્ણ કરે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ