તારીખ પે તારીખ: 2003માં શરૂ થયેલ મેટ્રો પ્રોજેક્ટ 2021માં પણ અધુરો, જાહેર કરાઈ નવી ડેડલાઈન

અમદાવાદમાં તો થોડા રૂટ પર મેટ્રો ટ્રેન શરૂ થઈ પરંતુ અમદાવાદથી ગાંધીનગર સુધીની સફર કાપવા હજુ લોકોને 2022 સુધીની રાહ જોવા પડશે. અમદાવાદથી ગાંધીનગર સુધીના મેટ્રો પ્રોજેક્ટમાં 2003 થી તારીખે પે તારીખ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ પ્રોજેક્ટ 2003માં શરૂ થયો હતો. જેને 17 વર્ષ પૂરાં થયાં છતા પણ તેનું કામ પૂરૂ થઈ શક્યું નથી.

image soucre

હવે નવી ડેડ લાઈન 2022ની આપવામાં આવી છે. જેમ જેમ તારીખ લંબાતી જાય છે તેમ તેમ કોસ્ટિંગ વધતું જાય છે 2003 માં જ્યારે મેટ્રો રેલનો પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો ત્યારે પ્રોજેક્ટની કોસ્ટ 3500 કરોડ નક્કી કરવામાં આવી હતી. બીજી વખત જ્યારે 2007માં વિચાર કર્યો ત્યારે પ્રોજેક્ટ કોસ્ટ 8000 કરોડ થવાની હતી. ત્યાર બાદ 2014માં મેટ્રો રેલના પ્રોજેક્ટની કોસ્ટ 10773 કરોડ થઈ અને હવે વિલંબ થતાં આ કોસ્ટ વધીને 12787 કરોડ થઇ ચૂકી છે. મતલબ જેમ જેમ સમયગાળો વધી રહ્યો છે તેમ તેમ કોસ્ટિંગ વધી રહી છે.

2018માં પૂર્ણ કરવાનો હતો ટાર્ગેટ

તમને જણાવી દઈએ તે અત્યાર સુધીમાં માત્ર છ કિલોમીટરની જ મેટ્રો રેલ શરૂ થઈ શકી છે.

image soucre

આ પ્રોજેક્ટ અમલમાં મુકાયા બાદ મેટ્રો રેલનું કામ 2018માં પૂર્ણ કરવા માટેનો ટાર્ગેટ હતો, પરંતુ અત્યાર સુધીમાં માત્ર છ કિલોમીટરની જ મેટ્રો રેલ શરૂ થઇ ચૂકી છે. જોકે અમદાવાદની મેટ્રો રેલના 32 કિલોમીટરનું કામ બે વર્ષમાં પૂર્ણ કરી 2022 સુધીમાં અમદાવાદના મુસાફરો મેટ્રોમાં સફર કરી શકે એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. નોંધનિય છે કે 2022માં ચૂંટણીઓ આવી રહી છે. હવે જોવાનું એ રહેશે છે આ નવી તારીખમાં કામ પુરૂ થાય છે નહીં.

2021ના નવા વર્ષમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરી શરૂ થશે

image source

હાલમાં મળતી માહિતી પ્રમાણે અમદાવાદથી ગાંધીનગરની મેટ્રો રેલનું કામ 2021માં શરૂ થશે અને 2023માં પૂર્ણ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે, જોકે નિર્ધારિત 6700 કરોડનો ખર્ચ વધીને 7000 કરોડને પાર જાય એવી સંભાવના જોવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે ગાંધીનગરમાં મેટ્રો માર્ગની કુલ લંબાઈ 34 કિલોમીટર હતી, પરંતુ સુધારેલા ડીપીઆર પ્રમાણે મેટ્રો રૂટની લંબાઈ 28. કિ.મી. સુધીની કરવામાં આવી છે.

image soucre

તેમાં બે કોરિડોર હશે-પ્રથમ 22.84 કિલોમીટરની લંબાઇ મોટેરાને મહાત્મા મંદિર સાથે જોડાશે અને બીજી ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીથી 5.42 કિલોમીટર લાંબી શાખા પીડીપીયુ અને ગિફ્ટ સિટીને જોડશે. કેન્દ્રએ બીજો તબક્કો મંજૂર કર્યો છે, પરંતુ કોરોનાને કારણે કામ શરૂ થઇ શક્યું નથી. હાલમાં કોરોનાકાળ ચાલી રહ્યા છે અને થોડા દિવસમાં વેક્સિનેશન પણ શરૂ થઈ જશે. હવે જોવુ એ રહ્યું કે 2021ના નવા વર્ષમાં આ મેટ્રો પ્રોજેક્ટની કામગીરી કેટલી ઝડપથી વધે છે કે પછી તારીખ પે તારીખ પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!