વેનિલા બિસ્કિટ કેક – નાના મોટા દરેકને પસંદ આવશે આ બિસ્કિટ કેક તો એકવાર જરૂર ટ્રાય કરજો..

બિસ્કિટ કેક ખૂબજ ટેસ્ટી અને સાવ ઓછી જ સામગ્રીમાંથી સરળતાથી બની જતી એગલેસ કેક છે. તેને ઓવનમાં અને ઓવન વગર પણ બનાવી શકાય છે. બિસ્કીટ કેક એક ક્લાસીક ડેઝર્ટ છે, તેને ઘણા દેશોમાં ટી ટાઇમ કેક તરીકે સર્વ કરવામાં આવે છે. તેમાં ચોકલેટ પણ ઉમેરી શકાય છે. ખાસ કરીને કીડ્સને આ કેક ખાવી ખૂબજ પસંદ પડે છે.

આ કેક તમે પોટ્લક પાર્ટી માટે, બાળકોની પાર્ટી માટે કે ઘરે આવેલા ગેસ્ટ માટે ખૂબજ સરળતાથી બનાવી શકો છો. આઇસક્રીમ કે ચા સાથે સર્વ કરી શકાય છે.

મેં અહીં આ કેક પારલે જી ગોલ્ડ બિસ્કીટમાંથી બનાવી છે. ઓવનમાં બનાવી છે. લોયામાં પણ આ જ માપ પ્રમાણે બેક કરીને બનાવી શકાય. ગમે તે ગ્લુકોઝ બિસ્કીટમાંથી બનાવી શકાય છે. ચોકલેટ ટેસ્ટ માટે ચોક્લેટ બિસ્કિટમાંથી પણ બનાવી શકાય છે. તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી વેનીલા બિસ્કિટ કેક બનાવજો.

વેનિલા બિસ્કિટ કેક બનાવવા માટેની સામગ્રી :

  • 400 ગ્રામ પરલેજી ગોલ્ડ બિસ્કીટ ( કોઇ પણ બિસ્કીટ લઇ શકાય )
  • 2 કપ હુંફાળું મિલ્ક
  • 4 ટેબલસ્પુન સુગર પાવડર
  • 1 ટી સ્પુન વેનિલા એસેંસ
  • 2 ટે સ્પુન ફ્રુટ સોલ્ટ અથવા 2 ટી સ્પુન બેકીંગ પાવડર
  • 2 ટી સ્પુન મેલ્ટેડ ઘી
  • 1 ટી સ્પુન મેલ્ટેડ ઘી મોલ્ડ ગ્રીસ કરવા માટે
  • બટર પેપર મોલ્ડ્ના માપ પ્રમાણે
  • 2 ટેબલ સ્પુન મિક્ષ કલરની ટુટીફ્રુટી
  • 3 ટેબલ સ્પુન નાના નાના કાજુના ટુકડા

વેનિલા બિસ્કિટ કેક બનાવવાની રીત :

સૌ પ્રથમ ઓવનને 18૦* પર 10 મિનિટ પ્રીહીટ કરી લ્યો.

ત્યારબાદ મોલ્ડ્ને ગ્રીસ કરીને તેમાં બટર પેપર મુકી તેને પણ મેલ્ટેડ ઘીથી ગ્રીસ કરી લ્યો. અથવા ઘી લગાવી મેંદાથી ડસ્ટીંગ કરી મોલ્ડ રેડી કરી લ્યો.

હવે 400 ગ્રામ પરલેજી ગોલ્ડ બિસ્કીટ ( કોઇ પણ બિસ્કીટ લઇ શકાય ) લઈ તેના ટુકડા કરી લ્યો. ત્યારબાદ તેને થોડા થોડા વારફરતી ગ્રાઇંડર જારમાં ઉમેરી ગ્રાઇંડ કરી તેનો પાવડર બનાવી લ્યો. એક બાઉલમાં ટ્રાંસફર કરી લ્યો.

ત્યારબાદ એક મિક્ષિંગ બાઉલ લઈ તેમાં ગ્રાઇંડ કરેલો બિસ્કીટનો પાવડર ઉમેરી તેમાં 2 ટેબલ સ્પુન ઘી ઉમેરો.

સાથે તેમાં 4 ટેબલ સ્પુન સુગર પાવડર ઉમેરો. તમારા સ્વાદ મુજબ પાવડરનું પ્રમાણ લઇ શકાય.

હવે તેમાં 2 ટેબલ સ્પુન મિક્ષ કલરની ટુટીફ્રુટી અને 3 ટેબલ સ્પુન નાના નાના કાજુના ટુકડા ઉમેરીને મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ 2 કપ જેટલું હુંફાળું મિલ્ક લઇ ધીમે ધીમે બિસ્કિટના મિશ્રણમાં ઉમેરી મિક્ષ કરો. પોરિંગ કંસીસ્ટંસી જેવું બેટર બનાવો. લમ્સ ના રહે એ રીતે મિક્ષ કરી લ્યો.

હવે તેમાં 2 ટીસ્પુન ફ્રુટ સોલ્ટ ઉમેરી તેના પર 2 ટેબલ સ્પુન હુંફાળું મિલ્ક ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ ગ્રીસ કરી રેડી કરેલા મોલ્ડમાં આ મિશ્રણ પોર કરી મોલ્ડને 2-3 વાર ટેપ કરી લ્યો. તેના પર કાજુના થોડા નાના પીસ સ્પ્રીંકલ કરી લ્યો.

હવે 18૦* ડીગ્રી પર 10 મિનિટ પ્રીહીટ કરેલા ઓવનમાં મોલ્ડ મૂકી 18૦*ડીગ્રી પર 30-35 મિનિટ સુધી બેક કરો. 30 મિનિટ થાય એટલે સ્ટીક વડે ચેક કરી લ્યો. સ્ટીક ક્લીન બહાર આવે તો વેનિલા બિસ્કિટ કેક રેડી છે. જો સ્ટીક પર કેકનું બેટર લાગેલું દેખાય તો થોડીવાર વધારે બેક કરો.

કેક બરાબર બેક થઇ જાય એટલે ઓવનમાંથી બહાર લાવી 10 મિનિટ ઠરવા દ્યો. ત્યારબાદ ચપ્પુ વડે મોલ્ડ થી કેકની સાઇડ્સ છુટી કરી મોલ્ડમાંથી કેક પ્લેટ્માં કે વાયર રેક પર અનમોલ્ડ કરો. કેક્ની નીચેની સાઇડથી બટર પેપર રીમુવ કરી લ્યો.

વેનિલા બિસ્કીટ કેક સર્વ કરવા માટે રેડી છે. નાનપીસ કાપી સર્વિંગ પ્લેટમાં મૂકી સર્વ કરો. સવારના નાસ્તામાં કે નાની નાની પાર્ટી માટે આ ટેસ્ટી વેનિલા બિસ્કીટ કેક બનાવવી ખૂબજ સરળ બની જશે. બધાને ખૂબજ ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.