આ તારીખથી શરૂ થશે લગ્નની સીઝન, જાણો રોજના કેટલાં મૂહૂર્ત અને કેટલા છે શુભ દિવસ

દેશમાં એક તરફ કોરોના માથું ઉંચકી રહ્યો છે ત્યારે એપ્રિલ મહિનામાં લગ્ન માટે 8 દિવસ સુધીના મૂહૂર્ત મળી રહ્યા છે. એપ્રિલ સિવાય મે મહિનામાં લગ્નના કુલ 15 મૂહૂર્ત હોવાનું જાણવા મળી રહ્યું છે, કોરોનાની નવી ગાઈડલાઈન અનુસાર ફક્ત 100 લોકોની હાજરીમાં લગ્ન પ્લાન કરવાના રહેશે અને સાથે જ કર્ફ્યૂની ગાઈડલાઈન અનુસાર લગ્નનો સમય પણ જાહેર કરાશે.

image socure

21 એપ્રિલે રામનવમીના તહેવાર બાદ 22 એપ્રિલથી લગ્ન સીઝનની શરૂઆત થશે. આ પછી વર્ષનું બીજું અને મહિનાનું પહેલું લગ્નનું મૂહૂર્ત હશે. 14 એપ્રિલે ખરમાસની પૂર્ણાહૂતિ થઈ રહી છે અને સાથે જ 17 તારીખે શુક્રના ઉદય પછી આ વર્ષે લગ્ન માટે 50 મૂહૂર્ત હોવાનુ જાણવા મળી રહ્યું છે. જેમાં ખાસ કરીને અક્ષય તૃતિયા અને દેવઉઠી અગિયારસનું વણજોયું મૂહૂર્ત પણ સામેલ છે. લગ્ન સીઝન 22 એપ્રિલથી 15 જુલાઈ સુધી કાયમ રહેશે. આ પછી ચાતુર્માસની શરૂઆત થતી હોવાના કારણે માંગલિક કાર્યો બંધ થશે. કોરોનાના કેસ સતત વધતા હોવાના કારણે સંક્રમણને અટકાવવા માટે લગ્ન અને નાઈટ કર્ફ્યૂને લઈને સરકારે ખાસ ગાઈડલાઈન હાઈકોર્ટના આદેશ બાદ બહાર પાડી છે. તેને ફોલો કરવી પણ જરૂરી છે.

જાણો કઈ તારીખથી કઈ તારીખ સુધી રહેશે ચાતુર્માસ

image source

20 જુલાઈથી 15 નવેમ્બર સુધી ચાતુર્માસ કાયમ રહેશે. આ વખતે તમે કોઈ પણ સારા કે માંગલિક કામ કરી શકશો નહીં. 15 નવેમ્બરે દેવઉઠી અગિયારસની ઉજવણી બાદ જ કોઈ સારા કામ કરી શકાશે. મે અને જૂન મહિનામાં આ વખતે લગ્નના વધારે મૂહૂર્ત હોવાનું જાણવા મળી રહ્યું છે.

જાણો કયા દિવસોએ છે લગ્નના ખાસ મૂહૂર્ત

એપ્રિલથી જુલાઈ સુધીમાં કુલ 37 મૂહૂર્ત રહેશે.

image source

22 એપ્રિલ પછી 24-30 એપ્રિલ સુધી રોજ લગ્નના ખાસ મૂહૂર્ત છે. મે મહિનામાં 15 દિવસ માટે લગ્નના મૂહૂર્ત છે. જૂનમાં 9 અને જુલાઈમાં 5 દિવસ લગ્નના મૂહૂર્ત જોવા મળશે. 15 જુલાઈ પછી કોઈ મૂહૂર્ત નથી.

નવેમ્બર અને ડિસેમ્બરમાં 13 દિવસ છે લગ્નગાળો

image source

15 નવેમ્બરે દેવઉઠી અગિયારસ બાદ જ લગ્નની સીઝન ફરી શરૂ થશે. આ મહિને 15માંથી 7 દિવસ લગ્નના મૂહૂર્ત રહેશે. ડિસેમ્બરમાં 15 તારીખ પહેલા સુધી લગ્ન માટે 6 દિવસ મળશે. કેમકે પછી ખરમાસ હોવાથી કોઈ પણ સારા કામ કરવાની મનાઈ છે.

image socure

તો તમે પણ જો વર્ષના અંતમાં લગ્ન પ્લાન કરી રહ્યા છો તો તમારા મહેમાનનું લિસ્ટ અને સાથે ખાસ કરીને કોરોના ગાઈડલાઈનની સાથે સાથે લગ્નના મૂહૂર્તને પણ જાણી લો તે જરૂરી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!