જોઇ લો તસવીરોમાં ‘તારે ઝમીન પર’નાો દર્શિલ 13 વર્ષમાં કેટલો બદલાઇ ગયો છે…

તારે ઝમીન પરનો માસુમ દર્શિલ આજે 13 વર્ષ બાદ સાવ જ બદલાઈ ગયો છે

2007માં આવેલી આમિરખાન દીગદર્શીત અને અભિનિત ફિલ્મ તારે ઝમીન પર ફિલ્મમે તે વખતે બોક્ષ ઓફિસ પર જબરજસ્ત સફળતા મેળવી હતી. ફિલ્મની સ્ટોરીએ કેટલાએ માતાપિતાની વિચારશૈલીને જ બદલી નાખી હતી. ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવનાર દર્શિલ સફારીમાં કેટલીએ માતાને પોતાના વાહલસોયા દીકરા કે દીકરી દેખાયા હશે. આ ફિલ્મમાં દર્શિલ સફારીએ એક યાદગાર ભૂમિકા નિભાવી હતી.

image source

દર્શિલે આ ફિલ્મમાં ઇશાનનું પાત્ર નિભાવ્યું હતું જે દર્શકોના મન પર ઘણા લાંબા સમય માટે કોતરાઈ જાય તેવું હતું. આમિર ખાનની દીગ્દર્શક તરીકેની આ પ્રથમ ફિલ્મ હતી. આજે જોત જોતામાં તે નાનકડો 10 વર્ષનો નો નાનકડો દર્શિલ 23 વર્ષનો યુવાન બની ગયો છે.

image source

આજે તે ક્યુટ દેખાતો દર્શિલ હેન્ડસમ અને સ્માર્ટ દેખાવા લાગ્યો છે. આ તસ્વીરો જોઈને કોઈ પણ નહીં કહી શકે કે આ તે જ નાનકડો દર્શિલ છે જેણે અભ્યાસમાં નબળા એવા ઇશાનનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં તેને બેસ્ટ એક્ટર મટે ફિલ્મફેયર ક્રિટિક અવોર્ડ મળ્યો હતો. આમ જોવા જઈએ તો દર્શિલની બોલીવૂડમાં એન્ટ્રી ઘણી ધમાકેદાર રહી પણ ત્યાર બાદ તેને જોઈએ તેવી સફળતા ન મળી શકી.

image source

ફિલ્મ તારે ઝમીન પર કર્યા બાદ તેમે બમ-બમ બોલે, જોકોમેન જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. પણ તે ફિલ્મો ક્યારે આવી અને ક્યારે જતી રહી તેની દર્શકોને ખબર પણ ન રહી. દર્શિલ ઇશાન જેવો જાદૂ ફરી ક્યારેય ન બતાવી શક્યો.

image source

અને છેવટે 2016માં દર્શિલે બોલીવૂડમાંથી બ્રેક લેવાનો નિર્ણય લીધો. દર્શિલ માટે આ નિર્ણય અઘરો હતો પણ તેના માટે આ બ્રેક લેવો જરૂરી હતો. કારણ કે હવે તે પોતાની બીજી ઇનિંગ સફળ રીતે શરૂ કરવા માગતો હતો.

image source

જો કે તેણે અભિનયથી કોઈ જ બ્રેક નહોતો લીધો, તેણે ફિલ્મો પડતી મુકીને થિયેટરની દુનિયામાં પગ મુક્યો. તેણે પોતાનું સૌ પ્રથમ નાટક Could I help you કર્યું. અને તેમાં તેના અભિનયના ખૂબ વખાણ થયા. અને તેના અભિનયમાં લોકોને ફરી વિશ્વાસ બેઠો. અને ત્યાર બાદ દર્શિલે ક્યારેય પાછુ વાળીને ન જેયું. તેણે થિયેટરમાં વધારેને વધારે કામ કરવાનો પ્રયાસ કર્યો. તેનું પરિણામ એ આવ્યું કે તેણે એક પછી એક Two Adorable Losers, કૈસે કરેંગે, જેવા સુંદર અને સફળ નાટકો કર્યા અને તેનો અભિનય ઓર વધારે નિખરતો ગયો.

image source

એક ઇન્ટર્વ્યુમાં તેને જ્યારે તેના નાટકોની સફળતાના સંદર્ભમાં પુછવામાં આવ્યું કે તે શું ફિલ્મોમાં પાછો જોવા મળશે ત્યારે તેણે જણાવ્યું હતું કે તેને માત્ર અભિનયથી જ મતલબ છે તે પછી નાટક હોય, નાનો પરદો હોય કે ફિલ્મો હોય. એક્ટિંગ મારું પેશન છે અને તેને હું ત્યાં સુધી ચાલુ રાખીશ જ્યાં સુધી મને સારી વાર્તાઓ મળતી રહેશે.

image source

દર્શિલના ફ્યુચર પ્રોજેક્ટની વાત કરીએ તો તે ફિલ્મ ક્વેકિમાં શ્વેતા તિવારીની દીકરી પલક સાથે જોવા મળશે. આ ફિલ્મની જાહેરાત આમ તો ફિલ્મની જાહેરાત 2017માં થઈ હતી પણ હજુસુધી તેની રીલીઝના કોઈ જ સમાચાર નથી. જો કે દર્શિલને ઘણી બધી વેબસિરિઝમાં કામ કરવાની ઓફર આવે છે પણ તે સારી સ્ક્રીપ્ટની રાહ જોઈ રહ્યો છે. દર્શિલની હાલની તસ્વીરો જોતાં તે ઘણો બધો બદલાઈ ગયો છે. તેણે તાજેતરમાં ગુગલ ઇન્ડિયાની એક એડ શૂટ કરી છે જેમાં તે એક ક્રિકેટરની ભૂમિકામાં છે. તેણે તેની વિડિયો પોતાના ફેસબુક અકાઉન્ટ પર શેર કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ