જોઇ લો વિડીયોમાં કપિલ શર્મા શોની તૈયારી પરદા પાછળ કેવી રીતે ચાલે છે..

કપિલ શર્મા શોના ફેન છો તો જુઓ પરદા પાછળ ખરેખર શું ચાલતું હોય છે ?

image source

કપિલ શર્માની ગણતરી આજે દેશના સૌથી ઉત્તમ કોમેડિયનોમાં મોખરાના સ્થાનમાં થાય છે. બોલીવૂડની કોઈ પણ ફિલ્મ પોતાના પ્રમોશન માટે અચૂક આ શોમાં આવે જ છે અને કેટલાક તો એવુ પણ માને છે કે તેમની ફિલ્મોની સફળતા પાછળ કપિલ શર્માના શોનો પણ ઘણો ફાળો છે. કપિલ શર્માનો શો સમગ્ર દેશ તેમજે વિદેશમાં પણ એટલો પોપ્યુલર છે કે તે ટીઆરપી લીસ્ટમાં સતત ટોપ 10માં રહે છે. આ શોને સલમાન ખાન પ્રોડ્યુસ કરી રહ્યો છે.

image source

આ શો એકથી દોઢ કલાકનો આવે છે પણ તેના માટે શોના કલાકારોએ તૈયાર થવા માટે કલાકોના કલાકોની મહેનત કરવી પડે છે. અને લોકોને હસાવવા માટેના ડાયલોગ્સ તેમજ જોક્સ માટે તેમને દિવસો સુધી મહેનત કરવી પડે છે.

આજે અમે તમારા માટે શોના સેટની કેટલીક એવી તસ્વીરો લઈને આવ્યા છે જેને જોઈને તમને ખ્યાલ આવશે અને જાણવા મળશે કે પરદા પાછળ ખરેખર શું ચાલતું હોય છે. આ વિડિયો સોની ટીવીના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Sony Entertainment Television (@sonytvofficial) on

આ વિડિયોમાં નવજોત સિંઘ સિદ્ધુની જગ્યા લેનારી અર્ચના પુરન સિંહ કપિલના શોના સેટ પર પહોંચે છે. સેટ પહ પહોંચતા જ તેણી સેટની પાછળ બનેલા એક નાનકડા મંદીરે શિશ નમાવે છે. ત્યાર બાદ તેણી એકસ પાતળી ગેલેરીમાંથી સેટ પર પહોંચે છે. આ દરમિયાન અર્ચના જણાવે છે કે તેણીએ સેટ પર પહોંચવા માટે આ પાતળી ગલીમાંથી જવું પડે છે.

image source

આ વિડિયો ગયા રવિવારે રજૂ થયેલા એપિસોડ પહેલાંની છે જેમાં કાજોલ અને શ્રૃતિ હસન પોતાની આવનારી ફિલ્મ દેવીના પ્રમોશન માટે પોતાની બાકીની સ્ટારકાસ્ટ સાથે આવ્યા હતા. અર્ચના જ્યારે પોતાની ખુરશી પર પહોંચે છે ત્યારે ત્યાં હાજર દર્શકો સાથે પણ તેણી થોડી વાત કરે છે તેમના હાલચાલ પુછે છે.

ત્યાર બાદ અર્ચના દેવી ફિલ્મના નિર્માતા નિરંજન અયંગર સાથે વાત કરતી જોવા મળે છે. નિરંજન અર્ચનાને જણાવે છે કે તે દેવીના પ્રમોશન માટે શો પર આવ્યા છે અને તે પોતાની શોર્ટ ફીલ્મની બાકીની સ્ટારકાસ્ટની રાહ જોઈ રહ્યા છે.

image source

ત્યારે અર્ચના જણાવે છે કે બધા જ સ્ટાર્સ તૈયાર થઈ રહ્યા છે અને તેણી તેમની રાહ જોઈ રહી છે. કાજોલ સવારના 10 વાગ્યાની આવી ગઈ હતી અને બાકીના સ્ટાર્સ તૈયાર થઈ રહ્યા છે. અર્ચના પોતાની વિડિયોમાં જણાવે છે કે ‘અમિતાભ બચ્ચને એક ખુબ જ સુંદર વાત કરી હતી કે એક અભિનેતાનું મુખ્ય કામ રાહ જોવાનું હોય છે. ખુબ જ ધીરજ હોવી જોઈએ. તેણે ક્યારેક શોટ રેડી થવાની, તો ક્યારેક સીનની, તો ક્યારેક જગ્યાની તો વળી ક્યારેક બીજા લોકોની રાહ જોવી પડે છે.’

image source

અર્ચનાએ અભિનેત્રી શિવાનીની બધા સાથે ઓળખ કરાવી, આ દરમિયાન તેણીએ એ પણ જણાવ્યું કે તેણી પોતે પણ શિવાનીની ફેન છે. આ દરમિયાન તમે વિડિયોમાં જોઈ શકો છો કે શોના ક્રૂ મેંબર તૈયારીઓમાં વ્યસ્ત છે. જેમાં તમે ટીમના સભ્યો તેમજ પ્રમોશન માટે આવેલા એક્ટર્સને પણ કંઈને કંઈ કરતા જોઈ શકો છો.

image source

કપિલ શર્મા શો એક ઉત્તમ ટીમના કારણે હીટ થયેલો શો છે. આ શોમાં અર્ચના પૂરન સિંહ, ક્રિષ્ના અભિષેક, કીક્કુ શારદા ભારતી સિંહ, ચન્દન પ્રભાકર અને સુમોના ચક્રવર્તી પણ અલગ અલગ પાત્રો નિભાવતા જોવા મળે છે. સમગ્ર વિશ્વમાં કપિલ શર્મા શોનું એક મોટું ફેન ફોલોઇંગ છે જેઓ શનિ – રવિ આવવાની રાહ માત્ર આ શો માટે જોતા હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ