દરરોજ ધ્યાનમાં બેસવાથી થાય છે અનેક ફાયદા, જાણો તેની સાચી રીત…

ધ્યાન કરવાની રીત:
તન મનને સ્વસ્થ રાખવા માટે ધ્યાન અને યોગ સૌથી સારા ઉપાય છે. દુનિયાની પ્રસિધ્ધ અને મહાન વ્યક્તિઓએ પ્રાચીન અને આધુનિક કાળમાં એનું પાલન કરે છે, તેમજ તેના લાભ અને મહત્વ પણ સ્વીકારે છે.

આજકાલ ધ્યાન શીખવાડવાના કેટલાક કેન્દ્ર છે, સંસ્થાઓ છે જે ધ્યાન કરવાની અલગ અલગ રીતો શીખવે છે. ધ્યાનની બધી જ વિધિઓમાં કેટલીક મૂળ સમાનતાઓ છે, જે એ વાતનો ઈશારો કરે છે કે બધી ક્રિયાઓનું મૂળ એક જ છે. એટલે જ બધી ક્રિયાઓ સારી છે. નિયમપૂર્વક ધ્યાન કરવાથી બધી જ રીતે ખૂબ ફાયદા થાય છે.

સરળ જીવન શૈલી મુજબ:
સાત્વિક ભોજન કરવું, શરીર સ્વચ્છ રાખવું, સકારાત્મક વિચારવુ અને સદગુણોનું પાલન કરવું. જેનાથી મનને શાંતિ અને સૂકુંનનો અનુભવ કરાવે છે. આ બધું ધ્યાન માટે સારી માનસિક સ્થિતિનું નિર્માણ કરે છે. બધી ધ્યાન ક્રિયાઓ આ વાતનો સ્વીકાર કરે છે.

ધ્યાન માટેનો યોગ્ય સમય:
ધ્યાન માટે સવારના ૩ થી ૭ વાગ્યા સુધીનો સમય અને રાત્રે ૧૦ વાગ્યા સુધીનો સમય ધ્યાન માટે ખૂબ યોગ્ય માનવામાં આવે છે. આ સમયે વાતાવરણ ખૂબ શાંતિ રહે છે અને ખલેલ પડવાની શક્યતા નહિવત હોય છે. ધ્યાન ક્રિયાઓ મુજબ આ સમય માનસિક શક્તિઓના વિકાસ માટે ખૂબ ઉત્તમ માનવામાં આવે છે.

ધ્યાનનું સ્થાન અને આસન:
ધ્યાન કરવા માટેનું સ્થળ શાંત અને હવા-ઉજાસ વાળું હોવું જોઈએ. જે આપના ઘરનું પૂજા સ્થળ હોઈ શકે છે કે કોઈ એકાંત સ્થળ પણ હોઈ શકે છે. રોજ એક જ જગ્યાએ બેસીને ધ્યાન કરવાથી ધ્યાન કરવાની ગુણવત્તા વધે છે.
જ્યારે ધ્યાન કરવા જમીન પર બેસો ત્યારે જમીન પર આસન પાથરવું આવશ્યક છે. આ આસન ચટાઈ, રૂ ની ગાદી પર પલાંઠી વાળીને, સુખાસન કે પદ્માસનમાં બેસીને ધ્યાન કરવું જોઈએ.

શરીરની સ્થિતિ:
ધ્યાન કરતી વખતે આંખો બંધ કે અર્ધખૂલી રાખી શકાય છે. પીઠ એકદમ સીધી હોવી જોઈએ. તેમજ શરીર આરામદાયક સ્થિતિમાં રહે તે રીતે બેસવું જોઈએ. અકડાઈને કે કોઈ એવી સ્થિતિમાં ના બેસવું કે જેનાથી અસુવિધા કે દુખાવો થાય. એ સ્થિતિમાં બેસવું જે સ્થિતિથી તમારું મન વિચલિત ના થાય.
હાથ ખોળામાં કે ઘૂંટણ પર રાખવા. જમીન પર બેસવું શકય ના હોય તો એક ખુરસી પર સીધા બેસી શકો છો. પગ જમીનને ના અડવા જોઈએ, પગ નીચે જમીન પર આસન પાથરવું આવશ્યક છે.

દીર્ઘ શ્વાસ કે પ્રાણાયમ:
ધ્યાનની શરૂઆતમાં પ્રાણાયમ કે ઊંડા શ્વાસ ધીરે ધીરે લેવાના હોય છે અને ધીરે ધીરે શ્વાસ છોડવાના હોય છે. આમ કરવાથી શરીરમાં અને દિમાગમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. જેનાથી મસ્તિષ્ક સક્રિય થાય છે પણ વિચારોની ગતિ પર નિયંત્રણ સંભવ છે.
ગુસ્સામાં કે આવેગમાં શ્વાસ ખૂબ ઝડપથી ચાલે છે. જેનાથી માનસિક અસ્થિરતા ઉતપન્ન થાય છે અને વધે છે. જ્યારે દુઃખ અને ભયમાં શ્વાસની ગતિ ધીમી થઈ જાય છે જેનાથી તાણ અને શોક ઉત્તપન્ન થાય છે. ઊંડા અને લાંબા શ્વાસ લેવાથી મનમાં શાંતિ અને સમભાવ ઉત્તપન્ન કરે છે.

પરમપિતા કે પરમશક્તિના અંશ રૂપે પોતે હોવાનો અનુભવ કરવો:
આ સંસાર ઊર્જાના અલગ અલગ સ્વરૂપોની અભિવ્યક્તિ છે. એક પરમ ઊર્જા કે શક્તિનું અસ્તિત્વ છે જે આપણું, બધા જીવ-જંતુ, પ્રાણીઓનું અને આ બ્રહ્મમાંડનું નિયમિત સંચાલન કરી રહી છે.
પોતાને એ પરમસ્રોતનો એક અંશ માનવાથી આપણને આપણી અપાર ક્ષમતા અને સંભાવનાઓનો અનુભવ થાય છે. ધ્યાન દરમિયાન એ પરમપિતા/શક્તિને એવી પ્રાર્થના કરવામાં આવે છે કે “અમારું ધ્યાન સફળ થાય, અમને અમારા દિવ્ય વાસ્તવિક સ્વરૂપનો અનુભવ થાય.”

વિચારો પર નિયંત્રણ:
ધ્યાન વિધિઓમાં કહેવાય છે કે વિચારોને રોકો, વિચારમુક્ત થવાનો પ્રયત્ન કરો. મનમાં વિચાર આવે તો તેમાં ખોવાવું કે ઉલઝવું નહિ. એક દર્શકની જેમ વિચારોના પ્રવાહને ફક્ત જોયા કરવું.

આ વિચાર શ્રેણીમાં પ્રવેશ કરીને તેને વધારવું નહિ. ધીરે ધીરે વિચારોની ગતિ ધીમી થતી જશે અને મન વિચારમુક્ત થઈ જશે. આ પ્રક્રિયામાં કેટલો સમય લાગશે? એ આપની ઇચ્છાશક્તિ અને પ્રયત્નની ગંભીરતા પર આધાર રાખે છે. ધીરજપૂર્વક અને સકારાત્મક વિચારો સાથે પ્રયત્નશીલ રહેવું.

એક બિંદુ પર ધ્યાન કેન્દ્રિત કરવું:
મનને વિચારોથી હટાવીને એક બિંદુ કે એક વિચાર પર સ્થિર કરવાનું હોય છે. લગભગ બધી જ પદ્ધતિમાં કહેવાય છે કે આંખ બંધ કરી આઈબ્રોના મધ્ય બિંદુ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહેવામાં આવે છે.

કેટલીક પદ્ધતિઓમાં કોઈ રંગની કલ્પના કરવાનું કે બંધ આંખોની પાછળના અંધકારને પ્રકાશમાં બદલાતા દેખાય તેવી કલ્પના કરવાનું કહેવામાં આવે છે. કેટલીક પદ્ધતિઓમાં મનને શ્વાસની ગતિ પર એકાગ્ર કરવાનું કહેવામાં આવે છે.

કોઈ મંત્રનો જાપ, કોઈ ગુરુ, દેવ કે આરાધ્યની છવિનું સ્મરણ:
ધ્યાન પદ્ધતિઓમાં કહેવાય છે કે સતત વિચાર કરતા મનને એક બિંદુ પર સ્થિર કરવા માટે મનમાં પોતાના ઇષ્ટ દેવ કે ગુરુની છવિના રૂપ, ગુણ, ભાવ વિશે વિચારવાનું કહેવાય છે.
મનમાં એમને પ્રાર્થના કરો. કોઈ મંત્રનો જાપ કરવો કે કોઈ સકારાત્મક વિચારને વારંવાર મનમાં બોલવું. જેમકે હું નિર્ભય છું, હું પરમશક્તિનો અંશ છું વગેરે. આ ક્રિયાઓનું સમન્વય મનને એકાગ્ર કરવામાં મદદ કરે છે.

નિયમિત ધ્યાન:
જેવી રીતે રોજ જમવાનું જમીએ છીએ, સુઇએ છીએ, દિનચર્યાનું પાલન કરીએ છીએ. એમ ધ્યાન પણ નિયમિત રીતે કરવાથી ધ્યાનથી થતા લાભનો અનુભવ આપણને થાય છે.

નિયમિત ધ્યાન વિચાર, કર્મ, ભાવનાઓમાં સંતુલન લાવે છે. જે જીવનમાં સફળતા અને સુખ લાવે છે. પ્રતિદિન ધ્યાન કરવાથી ધ્યાનના ઊંડાણમાં ઉતરવું સંભવ બને છે.

ધ્યાન કરવાથી થતા ફાયદાઓ:

ધ્યાનથી મનની ચંચળતા અને શરીરની અસ્થિરતા દૂર થાય છે.

ધ્યાનથી તાણ અને ગભરામણ દૂર કરી શકાય છે.