દરેક સ્ત્રી પાસે આ માહિતી હોવી જ જોઈએ, ઓવરી સાથે જોડાયેલ આ હકીકતો…

સેકસ્યુઅલ હેલ્થની લોકોમાં જાગરૂકતા વધે તેના માટે સરકાર દ્વારા અને પ્રાઇવેટ સંસ્થાઓ દ્વારા અનેક સેમીનાર અને બીજું ઘણુબધું કાર્ય કરવામાં આવે છે. પણ ઘણી એવી મહિલાઓ છે જે હંમેશા સેક્સ રીલેટેડ વાતો કરવામાં શરમાતી હોય છે. ઘણી મહિલાઓને તેમના વિષેની જરૂરી વસ્તુઓ વિષે પણ ખબર નથી હોતી. પુરતી જાણકારી ના હોવાને લીધે તેમને અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આજે અમે તમને મહિલાઓના અંડાશય એટલે કે ઓવરી વિષે થોડી જરૂરી માહિતી જણાવીશું.

આપણે આપણા ફેફસા, લીવર અને હૃદય વિષે તો સારી એવી જાણકારી રાખતા હોઈએ છીએ પણ શું તમે ઓવરી વિષે જાણો છો? લગભગ જ કોઈ મહિલા હશે જે આના વિષે સચેત હશે. આ ઓવરી એ સ્ત્રીના શરીરનું એ અંગ છે જ્યાં મહિલાને માતા બનાવનાર ઈંડા એટલે કે બીજ બને છે. આ બીજ એ છે જેની સાથે પુરુષના શુક્રાણું મળે છે અને બાળક બને છે. દરેક સ્ત્રીને તેની ઓવરી સાથે જોડાયેલ આ જાણકારી હોવી જ જોઈએ.

૧. ઓવરીની સાઈઝ બદલાતી રહે છે : શરીરના બાકીના અંગ એ એક સાઈઝ સુધીના બનીને અટકી જાય છે પણ ઓવરીની સાઈઝ એ હંમેશા બદલાતી રહે છે. આ ઓવરી એ ઉંમર સાથે અને પીરીયડ ના સમયગાળા દરમિયાન તેની સાઈઝ બદલતી રહે છે. જયારે તે બીજ બનાવી રહી હોય છે ત્યારે તેની સાઈઝ મોટી હોય છે લગભગ ૫ સેમી જેટલી તેની સાઈઝ હોય છે. સીસ્ટ એટલે કે ગાંઠ થવાના કારણે પણ તેની સાઈઝ માં વધારો ઘટાડો થતો રહે છે. જોકે આ કોઈ ડરવા જેવી વાત નથી. મેનોપોઝ સાથે સાથે આ ઓવરી એ તેની સાઈઝ બદલવાનું બંધ કરી દે છે. મેનોપોઝમાં તે સંકોચાઈ જાય છે.

૨. ઓવરીને પણ સ્ટ્રેસ થાય છે : જે સમયે ઓવરી એ બીજ બનાવી રહી હોય છે એ સમયને ઓવ્યુલેશન કહેવામાં આવે છે. આ સમય દરમિયાન સ્ટ્રેસ બહુ અસર કરે છે. જો તમે કોઈ મહિલા એ વધારે પડતા તણાવમાં છે તો તેની ઓવરી એ બીજ બનાવવાનું બંધ કરી દે છે.

૩. બર્થ કંટ્રોલ પીલ સાથે ઓવરી જોડાયેલ છે.

ડોકટરોનું માનીએ તો બર્થ કંટ્રોલ પિલ્સ ઓવરીને માટે ફાયદાકારક છે. સંભાળવામાં થોડું અજીબ લાગશે પણ આ સાચી વાત છે. અમે ઈમરજન્સી પિલ્સની વાત નથી કરી રહ્યા અમે વાત કરી રહ્યા છે ગર્ભનિરોધ ગોળીની. આ ગોળી લેવાથી ઓવરીનું કેન્સર થવાની શક્યતા બહુ ઓછી થઇ જાય છે.

૪. ઓવરી એ લગભગ પોતાની જાતે જ સારી થઇ જાય છે.

ઓવરીમાં ઘણી મહિલાઓને સીસ્ટ થઇ જતું હોય છે. સીસ્ટ એટલે કે કેવીટી-નુમા જેવી વસ્તુ જે પસ ભરાઈ જાય છે. આને સારું કરવા માટે સર્જરી પણ છે અને દવાઓ પણ છે. પણ દરેક સીસ્ટ ખતરનાક નથી હોતી. આમાંથી ઘણી સીસ્ટ ત્રણ થી ચાર મહિનામાં પોતાની જાતે જ સારી થઇ જાય છે. તેને કોઈપણ ડોક્ટરને બતાવવાની જરૂરત નથી.