શું તમે પાલકને ઉકાળીને ખાવ છો? તો હવે એવું કરતા નહિ, વાંચો કેવીરીતે પાલકનો ઉપયોગ કરવો જોઈએ…

એક રીસર્ચમાં આ વાત સામે આવી છે કે પાલકને કાપીને તેની સ્મુધી બનાવીને પીવાથી તે સૌથી વધારે અસર કરે છે. લીલા શાકભાજીને ગરમ કરવાથી તેમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટ એ તૂટી જાય છે જયારે દહીં અને દુધમાં પાલકને મિક્સ કરીને પીવાથી તેમાં રહેલ શક્તિવર્ધક પોષકતત્વ લુટીન મળે છે. એક સ્ટડી અનુસાર પાલકને ઉકાળીને અથવા તળીને ખાવાથી લુટીન એ નસ્ટ થઇ જાય છે.

પહેલા પણ થયેલ રીસર્ચમાં એ વાત તો સાબિત થઇ જ ગઈ છે કે લુટીનથી હાર્ટ એટેકનું જોખમ ઓછું થઇ જાય છે અને આંખને થતું નુકશાન પણ રોકે છે.

સ્વીડનમાં લીકોપીંગ યુનિવર્સીટીના શોધકર્તાઓએ પાલક બનાવવાની અલગ અલગ રીત પર પરીક્ષણ કર્યું હતું અને તપાસ કરી કે તેના પોષકતત્વો પર કેવી અસર થાય છે.

વૈજ્ઞાનિકોએ નિયમિત રીતે લુટીનના સ્તરની તપાસ કરી અને તેમણે જોયું કે કાચી પાલકને દૂધમાંથી બનેલ વાનગીઓ સાથે મિક્સ કરીને ખાવાથી પાલકમાંથી વધુ ફાયદો મેળવી શકાય છે.

પીએચડી રિસર્ચર અને સ્ટડી લેખિકા રોસનના ચંગનું કહેવું છે કે પાલકને કોઈપણ રીતે ચઢાવવી જોઈએ નહિ તેને બને ત્યાં સુધી કાચી જ ખાવી જોઈએ. તમે ઈચ્છો છો તો સ્મુધી એ કાચી પાલક ખાવા માટેનો સૌથી શ્રેષ્ટ ઉપાય છે. સ્મુધી બનાવવા માટે ક્રીમ, દૂધ અને દહીં જેવા દૂધ ઉત્પાદકો સાથે મિક્સ કરીને બનાવો.

તેમણે જણાવ્યું છે કે જયારે પાલકને નાના નાના ટુકડામાં કાપવામાં આવે છે તો તેમાંથી વધારે લુટીન નીકળે છે અને દૂધ ઉત્પાદકોમાંથી મળવાવાળી ફેટથી લુટીનની સ્મુધીમાં મિક્ષ થવાની ક્ષમતા વધી જાય છે. જેટલું વધારે લુટીન સ્મુધીમાં મિક્સ થશે એટલો જ શરીરને વધારે ફાયદો થશે.

જયારે પાલકને વધારે સમય સુધી ગેસ પર ગરમ કરવામાં આવે છે તો તેમાંથી મળવાવાળા પોષકતત્વો નષ્ટ થઇ જાય છે.

એક સ્ટડી અનુસાર ધીમા ગેસ પર જો પાલક કે પછી બીજા શાકભાજી બનાવવામાં આવે તો તેમાં રહેલ વિટામીન બચી શકે છે અને માઈક્રોવેવમાં પાલક બનાવવી આ એક સારો ઓપ્શન છે.

એક રીસર્ચ પ્રમાણે લુટીન સપ્લીમેન્ટ હાર્ટ ડીઝીસ, કોલન, બ્રેસ્ટ કેન્સર અને ટાઈપ-૨ ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે અને તેમાં એ અસરદાર છે. આને આઈ વિટામીન પણ કહેવામાં આવે છે જેમાંથી સુરજના પ્રકાશથી થતા નુકશાનથી બચાવે છે.