33 વર્ષ પહેલા આટલી બધી ફી વસુલી હતી રામાયણના હનુમાને, આંકડો જાણીને લાગશે ઝાટકો

33 વર્ષ પહેલાં રામાયણમાં હનુમાનજીનું પાત્ર ભજવવા માટે દારા સિંઘને ચૂકવવામાં આવી હતી અધધ રકમ

image source

સમગ્ર દેશમાં અરે કહો કે મોટા ભાગની દુનિયામાં હાલ લોકડાઉનની સ્થીતી છે અને તેવા સંજોગોમાં લોકો ઘરે બેઠા કંટાળી રહ્યા છે, મોબાઈલ મચડી મચડીને કંટાળી રહ્યા છે અને એક અહેવાલ પ્રમાણે નિરાશા એટલે કે અવસાદ અને ડીપ્રેશનના કેસીસ પણ દીવસેને દીવસે વધી રહ્યા છે. તેવા સંજોગોમાં લોકોને મનોરંજન પુરુ પાડવા દૂરદર્શન પર ફરી એકવાર 33 વર્ષ બાદ રામાયણનું પુનઃપ્રસારણ શરૂ કરવામાં આવ્યું છે અને આશ્ચર્યની વાત એ છે કે છેલ્લા પાંચ વર્ષમાં કોઈ પણ ટેલીવીઝન સોપ કે શોની ટીઆરપી આટલી બધી ઉંચી નહોતી ગઈ જેટલી આજે રામાયણની છે.

image source

રામાયણના દર્શકો માટે દૂરદર્શનનો તે સૂવર્ણકાળ ફરી જીવવાનો વારો આવ્યો છે અને લોકો યાદ રાખીને રામાયણ જોવા માટે ટીવી સમક્ષ ગોઠવાઈ જાય છે. લોકોને આ સિરિયલના પાત્રો ખૂબ જ ગમ્યા હતા અને આજે પણ ગમી રહ્યા છે. અને ભગવાન રામ સીતા તેમજ હનુમાનજીના પાત્રો જે કલાકારો દ્વારા ભજવવામાં આવ્યા હતા તેમને લોકો વાસ્તવમાં પણ ભગવાન માનવા લાગ્યા હતા અને રીતસરના તેમને પ્રણામ કરવા તેમના પગે પડી જતા હતા.

રામાયણમાં હનુમાનજીનું પાત્ર વર્લ્ડ બેસ્ટ કૂશ્તીબાજ દારા સિંઘ દ્વારા ભજવવામાં આવ્યું હતું. અને આ પાત્ર ભજવવાની સાથે ફરી તેમની કેરીયર આસમાનને આંબવા લાગી હતી. એક અહેવાલ પ્રમાણે મળતી માહિતી અનુસાર શરૂઆતમાં દારા સિંઘે ભગવાન હનુમાનનું પાત્ર ભજવવાની ના પાડી દીધી હતી.

image source

હનુમાનજીના પાત્ર માટે સિરિયલના નિર્માતા રામાનંદ સાગરનો દારા સિંઘ પર ફોન આવ્યો હતો અને તેમણે તેમને આ પાત્ર ઓફર કર્યું હતું. જેના જવાબમાં દારા સિંઘે જણાવ્યુ હતું. કે તેમની ઉંમર 60 વર્ષની થવા જઈ રહી છે અને આ પાત્ર માટે કોઈ યુવાન કલાકાર પર પસંદગી ઉતારવી જોઈએ. ત્યારે રામાનંદ સાગરે સામી દલીલ કરી હતી કે તમે જ અમારા હનુમાન છો અને આ રોલ માટે તમારા સિવાય બીજું કોઈ જ ઉત્તમ ન હોઈ શકે. અને છેવટે દારા સિંઘને આ રોલ માટે હા પાડ્યા સિવાય છૂટકો ન રહ્યો અને તેમણે ખૂબ જ દીલથી આ પાત્ર ભજવ્યું.

image source

રામાયણ પર ફિલ્મો ઘણી બધી બની ગઈ હતી પણ તેમાં કેટલાક મહત્ત્વના પ્રસંગોનો જ ઉલ્લેખ કરવામાં આવતો હતો. ભારતીય મનોરંજન જગતમાં એવું પહેલીવાર બની રહ્યું હતું કે રામાયણની વિસ્તૃત રજૂઆત સિરિઝ દ્વારા કરવામાં આવી રહી હતી. અને લોકોને તે ખૂબ પસંદ આવી રહી હતી. એક એક પાત્ર એક એક પ્રસંગો બધું જ ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું હતું. આ સિરિયલના કલાકારોનો એક અલગ ફેનવર્ગ ઉભો થઈ ગયો હતો અને તેમને પૂજનિય માનવામાં આવતા. કેટલીક જગ્યાએ જ્યારે રામ-સીતા અને હનુમાન હાજરી આપતા ત્યારે તેમની રીતસરની પૂજા કરવામાં આવતી.

આ સિરિયલમાં સૌથી મોંઘા કલાકારોમાંના એક દારાસિંઘ હતા. એવા પણ અહેવાલ છે કે તેમને સૌથી વધારે ફી ચૂકવવામાં આવી હતી. તે સમયે એટલે કે આજથી 33 વર્ષ પહેલાં એટલે કે 80ના દાયકાની મધ્યમાં તેમને 30 લાખ રૂપિયાથી ઊપરની ફી ચૂકવવામાં આવી હતી. આ ફીને જો આજના ભાવવધારામાં ફેરવવા જઈએ તો તે 6 કરોડ રૂપિયા ઉપર થાય. જે ઘણી વધારે છે.

image source

ચાલો થોડું દારા સિંઘ વિષે પણ જાણી લઈએ

દારા સિંઘ વિશ્વ પ્રસિદ્ધ કુશ્તી ખેલાડી રહ્યા હતા. અને આમ જોવા જઈએ તો ભારતના પહેલાં સૂપર હીરો પણ તેમને કહી શકાય. તેમણે ઘણી બધી બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોમાં મુખ્ય અભિનેતા તરીકે કામ કર્યું છે. જો કે તેમની પહેલી પસંદ તો હંમેશા કુશ્તી જ રહી હતી પણ તેમના કદાવર શરીરના કારણે તેમને ઘણી બધી ફિલ્મોની ઓફરો આવતી રહેતી. અને છેવટે એક પ્રોડ્યુસરના આગ્રહથી તેમણે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું.

image source

જો કે શરૂઆતમાં તેમને પોતાની કુશ્તીની રમત અને ફિલ્મોમાં અભિનય વચ્ચે સંતુલન જાળવતા વાર લાગી અને ક્યારેક ક્યારેક તો તેમણે કુશ્તી સાથે કોમ્પ્રોમાઇઝ પણ કરવું પડતું પણ સમય જતાં બધું જ બેલેન્સ થવા લાગ્યું. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે દારા સિંઘ પોતાની એક પણ રમત હાર્યા નથી માટે જ તેઓ વિશ્વપ્રસિદ્ધ કુશ્તીબાજ કહેવાયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ