આ વ્યક્તિએ કોરોના વાયરસની સારવાર માટે કરી એવી ઓફર, કે જાણીને તમને લાગશે નવાઇ

ભારતીયોની મહાનતા

image source

જ્યાં આખી દુનિયા નોવેલ કોરોના વાયરસથી ભયભીત છે ત્યારે પણ એવા કેટલાક વ્યક્તિઓ છે જે આપણા માટે પ્રેરણાદાયક કામ કરી રહ્યા છે. આમાં સૌપ્રથમ નામ પ્રયાગરાજના રહેવાસી હરકીરત સિંહનું છે. હરકીરત સિંહે કોરોના વાયરસ જેવા જીવલેણ વાયરસના ઉપચારની શોધ માટે પોતાનું શરીર દાન આપવાની જાહેરાત કરી છે.

હરકીરત સિંહે આ વિષયને સંબંધિત સાંસદ, ધારાસભ્ય, મુખ્ય સચિવ, જીલ્લા અધિકારી, અને મિશન નિર્દેશકને પત્ર લખ્યા છે. ૪૪ વર્ષીય હરકીરત સિંહને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય યુવા પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા છે. તેઓ હાલમાં પ્રયાગરાજમાં પોતાના ગામમાં પિતા અને ભાઈ સાથે રહે છે.

image source

હરકીરત સિંહ દ્વારા લખાયેલ પત્ર.:

પત્રમાં હરકીરત લખે છે કે, વાયરસ કોવિડ-19 એટલે કે, નોવેલ કોરોના વાયરસનો પ્રકોપ આખી દુનિયામાં ફેલાયો છે. પ્રત્યેક દિવસે લાખો વ્યક્તિઓ આ વાયરસની મહામારીનો શિકાર થઈ રહ્યા છે અને હજારો વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. આવામાં દેશના નાગરિક હોવાના કારણે રાષ્ટ્રહિત માટે સરકારને આશ્વસ્ત કરે છે કે, જો કોવિડ-19 મહામારીના વેક્સિન પરીક્ષણ તેમજ શોધ માટે માનવ શરીરની જરૂર પડે, તો તે પોતાનું શરીર સમર્પિત કરવાની સહમતિ આપે છે. આ પત્રના અંતમાં હરકીરત સિંહ લખે છે કે, ‘દેહ શિવા બર મોહે ઇહે, શુભ કરમન તે કભુ ટરુ.’

માનવ પરીક્ષણ કરી લીધા પછી જ નવી રસી સંભવ છે.:

image source

વધુમાં જણાવતા હરકીરત કહે છે કે, આ સત્ય છે કે, ભારત સહિત દુનિયાના ઘણા દેશો કોવિડ-19 અને કોરોના વાયરસના ઉપચાર માટે રાત-દિવસ એક કરીને શોધ કરી રહ્યા છે. આ કાર્યમાં સહયોગ કરવા માટે તે પોતાનું નાનું યોગદાન આપવા ઈચ્છે છે. કોરોના વાયરસ ભવિષ્યમાં આખી દુનિયામાં કેટલા લોકોનો વિનાશ કરશે, તેનો અંદાજ લગાવવો પણ ખુબ મુશ્કેલ છે.

હરકીરત સિંહે કહ્યું હતું કે, મેડીકલમાં કોઇપણ નવી દવા માનવ માટે સૌપ્રથમ માનવ શરીર પણ પરીક્ષણ થાય પછી જ શક્ય છે. તે માનવ પરીક્ષણ માટે પ્રથમ વ્યક્તિ બનવા તૈયાર છે. હરકીરત સિંહ ફક્ત ભારતમાં જ નહી, પણ વિદેશમાં પણ જ્યાં જરૂર હોય ત્યાં તેની પર પરીક્ષણ કરી શકાય છે.

image source

ભારત સરકાર દ્વારા સન્માનિત કરાયા છે હરકીરત સિંહ:

હરકીરત સિંહ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન હેઠળ લખીમપુરાના જીલ્લા સમુદાય પ્રક્રિયા મેનેજર તરીકે પોતાની સેવા આપી છે. આ સાથે જ હરકીરત સિંહને રાષ્ટ્રીય યુવા પુરસ્કારથી ભારત સરકારે સમ્માનિત પણ કરવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ