દહીં ખાવાના છે અઠળક ફાયદા, જાણીને તમે પણ દરરોજ કરશો સેવન…

દહીં ખાવાના છે અઠળક ફાયદા, જાણીને તમે પણ દરરોજ કરશો સેવન

દહીંમાં પ્રોટીન, મિનરલ્સ અને વિટામિન ભરપૂર માત્રામાં હોય છે, જે સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક છે. દહીંનું સેવન આંતરડાને સ્વસ્થ રાખવા માટે બહુ જરૂરી છે. લો ફેટ વાળા દહીંનું સેવન કરવાથી વજન કંટ્રોલમાં રહે છે. તે સિવાય સ્કિન અને વાળને એકદમ મુલાયમ કરવામાં મદદ કરે છે. દહીંની છાસ બનાવીને પીવાથી પેટની ગરમીથી રાહત મળે છે અને ડાઈઝેશન સારું રહે છે અને ભુખ પણ વધારે લાગે છે એટલાં માટે પોતાની ડાયેટમાં દહીંને જરૂરથી સામેલ કરો અને તેનાથી હેલ્થની સમસ્યાથી છૂટકારો મેળવો.

આંતરડાને સ્વસ્થ રાખવા માટે-


ઝાડા થયા હોય ત્યારે દહીં બહુ ફાયદાકારક છે કેમ કે, તેમાં રહેલાં બેકટેરિયાની સારી પ્રજાતિયાં લેક્ટોબેસિલસ અને સ્ટ્રેટોકોકસ હોય છે જે ઈમ્યૂનિટી સિસ્ટમને મજબૂત બનાવામાં મદદ કરે છે. તે સિવાય દહીંનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યાથી છૂટકારો મળે છે. તેમજ દહીમાં અજમો નાંખીને તેનું સેવન કરવાથી પણ કબજિયાત દૂર થાય છે.

વજન ઓછું કરવામાં કરે છે મદદ –

વજન કંટ્રોલ કરવા માટે સામાન્ય રીતે લો ફેટ વાળું દહીં ખાવાની સલાહ આપવામાં આવે છે કેમ કે, લો ફેટ વાળું દહીં માત્ર આંતરડાને સ્વસ્થ રાખવાની સાથે પાચનતંત્રને પણ મજબૂત કરે છે અને તમારું વજન ઓછું કરવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી કમરની ચરબી ઓછી થઈ જાય છે.

હૃદયને રાખે છે સ્વસ્થ –


દહીંનું સેવન કરવાથી શરીરમાં સીરમ કોલેસ્ટ્રોલની માત્રા ઓછી થઈ જાય છે, જેનાથી હાર્ટની સમસ્યાથી બચી શકાય છે. દહીં ખાવાથી 10 ટકા હૃદયની બીમારીનો ખતરો ઓછો થઈ જાય છે અને હૃદયના ધબકારા યોગ્ય રીતે જાળવી રાખે છે. પ્રોબાયોટિક દહીં કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું કરવામાં મદદ કરે છે એટલાં માટે ડાયાબિટિસ મેલિટસ ટાઈપ 2 વાળા લોકોએ તેને પોતાની ડાયટમાં જરૂરથી સામેલ કરવું જોઈએ. તે સિવાય દહીંમા હાર્ટ ડિસીઝ, હાઈ બ્લડપ્રેશર અને કિડનીની બીમારીને દૂર રાખે છે. તેમજ કોલેસ્ટ્રોલને વધતા અટકાવે છે.

કોલોરેક્ટલ કેન્સર-


દહીંમાં એવા તત્ત્તવો હોય છે જે કોલોરેક્ટલ કેન્સરને રોકવામાં મદદ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે. એટલાં માટે ડોક્ટર દહીંને પોતાની ડાયટમાં સામેલ કરવાની સલાહ આપે છે.

હાડકાને મજબૂત રાખે છે-

દહીંમા કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે હાડકાને મજબૂત રાખવામાં મદદ કરે છે. તે સિવાય તે દાંત અને નખને મજબૂત બનાવે છે. દહીં ખાવાથી માંસપેશિયો પણ સારી રીતે કામ કરે છે. તેમજ દહીંમાં હીંગનો વઘાર કરીને તેનું સેવન કરવાથી સાંધામાં થતા દુઃખાવામાંથી રાહત મળે છે.

પેટને સ્વસ્થ રાખવા માટે-


પેટની સમસ્યાથી હેરાન થતા લોકોએ ભોજનમાં ભરપૂર પ્રમાણમાં દહીં સામેલ કરવું. તેનાથી પેટની તમામ સમસ્યાથી છૂટકારો મળશે. તેમાં રહેલાં બેક્ટેરિયા પેટની બીમારી દૂર કરે છે. પેટમાં જ્યારે સારા પ્રકારના બેક્ટેરિયાની ઉણપ સર્જાય છે ત્યારે ભૂખ ન લાગવાની સમસ્યા થાય છે. ત્યારે પોતાની ડાયટમાં જરૂરથી દહીં સામેલ કરવું તેના તમને ભૂખ પણ વધારે લાગશે. તેમજ દહીંની છાસ કે લસ્સી બનાવીને પીવાથી પેટની ગરમી જલ્દીથી દૂર થઈ જાય છે.

ગ્લોઈંગ સ્કિન-


દહીમાં ચણાવો લોટ મિક્સ કરીને તેને ત્વચા પર લગાવવાથી સ્કિનમાં ચમક આવી જાય છે. તેમજ બધા ડાઘ દૂર થઈ જાય છે. અને ખીલની સમસ્યાથી છૂટકારો મળે છે. તેમજ સ્કિન એકદમ ગ્લો કરવા લાગે છે અને ત્વચાના રંગમાં પણ નિખાર આવે છે. તે સિવાય ગરમીમાં સ્કિન બળી ગઈ હોય કે વધુ પડતી ડાર્ક થઈ ગઈ હોય તો દંહીથી મસાજ કરવાથી ફાયદો થાય છે.

માથામાં ડેનડ્રફની સમસ્યાને દૂર કરે છે –


માથામાં ડેન્ડ્રફ થયો હોય ત્યારે દહીં લગાવાથી ફાયદો થાય છે. તેમજ તેનાથી વાળ એકદમ સિલ્કી અને ચમકદાર બને છે. તેમજ તમે દહીંથી વાળ પણ ધોઈ શકો છો. તેનાથી ડેન્ડ્રફ પણ દૂર થઈ જાય છે. દહીં પ્રાકૃતિક કંડીશનર છે. તમે કંડીશનરની જગ્યાએ દંહીનો ઉપયોગ પણ કરી શકો છો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ