શું તમે તમારા કામના સ્થળે ખુશમીજાજ રહેવા માગો છો, તો આ લેખ ચોક્કસ વાંચો.

આપણું કામ એ આપણું જીવન નથી પણ તે આપણા જીવનનો એક હીસ્સો છે. પણ આપણા જીવનનો ઘણો બધો સમય આપણે આપણા કામને આપતા હોઈએ છીએ માટે એ મહત્ત્વનું છે કે ત્યાં આપણે પ્રસન્નચિત રહીએ અને સારું પર્ફોર્મન્સ આપીએ.

આપણામાંના ઘણા બધા પોતાનો સમય સારી રીતે કેવી રીતે પસાર કરવાનું વિચારતા રહેતા હોય છે. તમે જ્યારે જોબ બદલતા હોવ અથવા તો તો તમારી આખી કારકીર્દીની લાઈન જ બદલી નાખતા હોવ છો તે વખતે તમે ઘણી બધી માનસિક અસ્વસ્થતામાંથી પસાર થતાં હોવ છો.

પણ તે વખેત આપણે એ વાતને ખાસ મહત્ત્વ આપવું જોઈએ કે આપણે આપણી નવી સ્થિતિમાં કેવું અનુભવીએ છીએ અને તેમાંથી કેટલું શીખીએ છીએ, તેમજ આપણા વ્યવસાયુ જીવનના પાસાઓ વિષે જાણીએ. દા.ત. જ્યારે તમે સેલ્ફ-એમ્પ્લોય્ડ હોવ, ત્યારે તમારા માટે તમારો ગ્રાહક અત્યંત મહત્ત્વનો હોય છે. અથવા જ્યારે તમે કોઈ પ્રોફેશનલ સર્વિસ ફર્મમાં લોયર, એકાઉન્ટન્ટ, કે કન્સલ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હોવ ત્યારે તમે જેતે પ્રોજેક્ટ પર કામ કરતા હોવ તે તમારા માટે મહત્ત્વનો હોય છે.

જીવનમાં સફળતા મેળવવા માટે તેમજ આપણા સારા જીવન માટે પ્રોફેશનની પસંદગીઓ ખુબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે આપણે હંમેશા તેની પસંદગીને કંઈ ખાસ મહત્ત્વ નથી આપતા અથવા તો એટલું મહત્ત્વ આપીએ છીએ કે આપણી રુચી ખરેખર શેમાં છે, આપણે કયું કામ વધારે સારી રીતે કરી શકીએ છીએ તેના પર ધ્યાન આપ્યા વગર આપણે આકર્ષક કેરિયર તરફ દોટ મુકીએ છીએ અને પછી તેમાં જ અટવાઈ જઈએ છીએ અથવા તો નિષ્ફળ જઈએ.

માટે હંમેશા તમારે તમારી કેરિયરની પસંદગી કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ. આ ઉપરાંત જ્યારે ક્યારેય પણ આપણી સમક્ષ કોઈ તક આવીને ઉભી રહે છે ત્યારે આપણે કશો પણ લાંબો વિચાર કર્યા વગર તેને ઠુકરાવી દઈએ છીએ. તો તેમ કરવું જોઈએ નહીં. હંમેશા શક્ય વિકલ્પો પર થોડો વિચાર કરવો જ જોઈએ. કોઈ પણ બાબતેને એક ચાન્સ આપવો જ જોઈએ. તેમ કરવાથી તમને તમારી મર્યાદાઓનો ખ્યાલ આવે છે.

ઘણીવાર એવું પણ બનતું હોય છે કે આ મારા રસની બાબત નથી એટલે હું તે નહીં કરું અથવા આ હું નહી કરી શકું વિગેરે જેવા નેગેટિવ વિચારો તમને આગળ વધવા દેતા નથી તો આવા સંજોગોમાં તમારે તે બાબત પર એક વાર તો હાથ અજમાવી જ લેવો જોઈએ. ઘણીવાર એવું બનતું હોય છે કે શરૂઆતમાં અઘરુ કે અરુચિદાયક કામ આપણને પાચળથી રસપ્રદ લાગવા લાગે છે. અને જ્યારે તે કામ પૂર્ણ થઈ જાય ત્યારે આપણને તેનો ગર્વ થાય છે.

ઘણીવાર આપણે એવું વિચારીએ છીએ કે જો આપણે આ તક હાથમાંથી જવા દઈશું તો પછી ક્યારેય પણ આવી તક મળશે નહીં અને તે આધાર પર આપણે નિર્ણય લઈ લઈએ છીએ એક સુરક્ષીત નિર્ણય લઈ લઈએ છીએ.

પડકાર જનક સ્થિતિઓમાં કામ કરવામાં કંઈ ખોટું નથી. પણ સ્થિતિ એટલી પણ પડકારજનક ન હોવી જોઈએ કે આપણે સારું પર્ફોમ ન કરી શકીએ અથવા તો આપણે સાવજ લેવાઈ જઈએ. કે પછી આપણામાં ઉર્જા જ ન રહે. લાંબા ગાળે તે આપણને નીચોવી નાખે છે માત્ર ખરાબ પર્ફોમન્સ બાબતે જ નહીં પણ તમારામાની ઉર્જા પણ ખંખેરાય જાય છે. તમારી કારકીર્દીની શરૂઆતમાં જ તમારે હીંમત રાખી તેવી જ લાઈન પસંદ કરવી જોઈએ જે તમને અનુકુળ હોય જેમાં તમે ફીટ થતા હોવ.

બીજો પડકાર એ હોય છે કે તમે યોગ્ય નીર્ણય લો. હંમેશા આપણે જે વિચાર્યું છે તેને મહત્ત્વનું ગણતા હોઈએ છીએ પણ વાસ્તવમાં તેનું કોઈ જ મહત્ત્વ નથી હોતું. આપણી મોટી ભૂલ ત્યાં થતી હોય છે જ્યાં આપણે એકદમ અલગ ઉત્તમ ઉદ્યોગ, એક સ્થાપિત, સમ્માનિત કંપની અથવા તો હાઇ સ્ટેટસ રોલ જેવી બાબતોને પ્રાધાન્ય આપતા હોઈએ છીએ અને મહત્વની નાની નાની બાબતોને ભૂલી જતા હોઈએ છીએ.

પ્રથમ નજરે તો આ બધા જ ક્રાઇટેરિયા આપણને યોગ્ય લાગતા હોય છે. પણ વ્યવહારુ રીતે પ્રોફેશનલ હેપ્પીનેસ માટે તેની ખુબ જ ઓછી પ્રિડિક્ટિવ વેલ્યુ હોય છે. પણ સામાન્ય રીતે એવું હોય છે કે જે જોબ અથવા તો પ્રોજેક્ટ આપણને એક્સાઇટિંગ ત્યારે લાગે છે જ્યારે આપણે તેની પાસેથી અપેક્ષા ઓછી રાખીએ અને માત્ર તેને સારી રીતે પુરુ પાડવા પર ધ્યાન આપીએ.

તમે તમારા કામના સ્થળે ત્યારે ખુશ રહી શો છો જ્યારે તમે જે કામ કરતા હોવ તે તમારા રસનું હોય તે તમારા જ્ઞાનનું હોય. હા ઘણાવાર એવું બનતું હોય છે કે કંઈક તકલીફ થતાં આપણને તેમાંથી રસ ઉડી જાય છે આ જ નબળી ક્ષણે આપણે નિષ્ફળતા તરફ વધવા લાગીએ છીએ. આવા સંજોગોમાં ક્યારેય હાર ન માનવી જોઈએ અને તે સમસ્યા પર કેન્દ્રીત થઈને તેને દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

જેમ જીવનમાં બધા જ દીવસો સરખા નથી હોતા તેમજ ધંધા કે કામના સ્થળે પણ બધા જ દિવસ સરખા નથી હોતા. ક્યારેક સફલતા હોય છે તો ક્યારેક નિષ્ફળતા હોય છે. તમારે કશું જ કરવાની જરૂર નથી પણ સફળ દિવસોને એન્જોય કરવાના છે અને નિષ્ફલ દિવસોમાંથી શીખીને આગળ વધી જવાનું છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ