દબંગ – ૩ પ્રોમોશનલ મોશન પોસ્ટર થયું રીલિઝ… ફેન્સ ચુલબુલ પાન્ડેનું સ્વાગત કરવા તૈયાર…

“સ્વાગત તો કરો હમારા” આવું લખેલ દબંગ – ૩નું પહેલું પ્રોમોશનલ મોશન પોસ્ટર થઈ ગયું છે રીલિઝ… સલમાનના ફેન્સમાં ફિલ્મ માટેનો ઉત્સાહ વધ્યો… દબંગ – ૩ પ્રોમોશનલ મોશન પોસ્ટર થયું રીલિઝ… ફેન્સ ચુલબુલ પાન્ડેનું સ્વાગત કરવા તૈયાર…

ચુલબુલ પાન્ડેના રૂપમાં સલમાન ખાન દર્શકોની સામે ફરી દેખાશે. દબંગ 3ના નિર્માતાઓએ ફિલ્મના પ્રથમ મોશન પોસ્ટરનું અનાવરણ કર્યું અને તેમાં આ બ્લોકબસ્ટર સ્લોગન લખાયેલું છે! સ્વાગત નહીં કરોગે હમારા…


“હુડ હુડ દબંગ દબંગ દબંગ દબંગ” વધુ એક વખત સાંભળવા માટે તૈયાર છો ને તમે? અમને તમારી ખાતરી નથી, પરંતુ અમે તો ગોગ્લસ પહેરીને એક પગ હલાવવીને બેલ્ટ પકડીને આ હિટ સોંગ ઉપર થીરકવા માટે એકદમ તૈયાર છીએ. જ્યારથી દબંગ 3માં સલમાન ખાન બોલિવૂડના સૌથી પ્રિય પોલિસ ઓફિસર – ચુલબુલ પાંડે – તરીકે પાછા ફરવાના સમાચાર આવ્યા છે ત્યારથી જ ચાહકો ઉત્સાહિત છે. અને, હવે, કે ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે; દબંગ 3 ફિલ્મના નિર્માતાઓએ તેનું પહેલું મોશન પોસ્ટર અનાવરણ કર્યું છે, જેમાં સલમાન ખાનને ચુલબુલ પાંડેની ભૂમિકામાં છે. અને, લાગે છે કે ખાન માટે વધુ એક બ્લોકબસ્ટર આવી રહી છે!

ક્લિપમાં સલમાન ખાન એની ખાસ સ્ટાઈલમાં દેખાય છે…


આ પ્રોમોશનલ મોશન પોસ્ટરની ક્લિપમાં સલમાન ખાનની તેની આગવી શૈલીમાં ચાલવાની સાથે તે ફિલ્મનું પ્રોમો શરૂ થાય છે, અને ચાલતા – ચાલતા તેઓ રસ્તામાં ભારે વસ્તુને લાત મારે છે. પછી કેમેરો તેના ચહેરાની નજીક જાય છે અને પછી સલમાનના ચહેરા ઉપર તેની ખાસ સ્ટાઈલમાં કેમેરો ફોક્સ થઈને હાઇલાઇટ થાય છે! છેલ્લી બે ફ્રેન્ચાઈઝીઓથી વિપરીત જેમની પાસે ‘સ્વગત નહીં કરોગે આપ હમારા’ આ ફિલ્મની પંચ લાઇન સાંભળીએ છીએ તેની સાથે આ વખતે આપણે પણ સલમાનને કહેતા સાંભળશું ‘સ્વગત તો કરો અમારા’. ફિલ્મના નિર્માતાઓના હિસાબે સલમાનના ફેન્સ આ પોસ્ટરને ખૂબ પસંદ કરશે અને તેમના પ્રિય ભાઈજાનના આ ચુલબુલ પાન્ડેના પાત્રને પણ એટલું પસંદ કરશે જેટલું અગાઉની બંને ફિલ્મોને કરી હતી.


આ સાથે આપને જણાવીએ કે દબંગ 3માં સલમાન ખાન સાથે સોનાક્ષી સિંહા, કીચા સુદીપ અને સૈય માંજરેકર પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું દિગ્દર્શન પ્રભુ દેવા દ્વારા કરવામાં આવ્યું છે અને સલમાન ખાનની એસકે ફિલ્મ્સ અને અરબાઝ ખાનના બેનર હેઠળ તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. દબંગ ૩ બહુ જ જલ્દી આપના નજીકના સિનેમાઘરોમાં આવી જશે, તેની રીલિઝની તારીખ છે ૨૦મી ડિસેમ્બર. તો તૈયાર થઈ જાવ ફરીથી તમારા ફેવરિટ પોલિસ ઇન્પેક્ટર ચુલબુલ પાન્ડે સાથે દબંગગીરી કરવા…

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ