શાકભાજી અને દાળ – કઢીને વધુ સ્વાદિષ્ટ બનાવા તમાલપત્ર નાખો છો ને? જાણો લો તેના આરોગ્રપ્રદ ગુણ…

તમાલપત્રને અનેક શાકમાં ઉમેરવામાં આવે છે, તે માત્ર સ્વાદ વધારવા જ નહીં, સ્વાસ્થ્ય માટે પણ છે એકદમ ફાયદાકારક… જાણો તે કયા કયા રોગો નિવારવા માટે છે ઉપયોગી… શાકભાજી અને દાળ – કઢીને વધુ સ્વાદિષ્ટ બનાવા તમાલપત્ર નાખો છો ને? જાણો લો તેના આરોગ્રપ્રદ ગુણ…

અનેક ઘર એવાં હોય છે જ્યાં પ્રવેશતાં જ રસોઈઘરમાંથી એકદમ સ્વાદિષ્ટ સોડમ આવતી હોય છે. ક્યારેક કોઈના ઘરે જમવા જઈએ ત્યારે દાળ – શાકના વઘારનો ધમઘમાટ એટલો સરસ આવે કે આપણજે તરત જ જમવાની ભૂખ લાગે. ભારત તેના તેજાઓ અને મસાલાઓ માટે યુગોથી જાણીતું છે. એજ કારણે વિદેશી વેપારીઓ આપણાં દેશમાં આવવા લલચાયા અને એ પછીનો ઇતિહાસ સહુ કોઈ જાણે છે.

તજ, મરી, એલચી, લવિંગ, બાદિયાં જેવા તેજ સોડમ અને આકરા સ્વાદવાળા મસાલાને આપણે આપણાં રસોડાંમાં મહત્વનું સ્થાન આપ્યું છે એમાં સુકાયેલાં કોઈ વૃક્ષના પાંદડાં જેવા લાગતાં તમાલ પત્ર પણ આપણે રસોઈમાં વાપરીએ છીએ. ભારતીય ભોજનમાં મસાલા તરીકે ઉપયોગમાં લેવાયેલ તમાલપત્ર તમને અનેક રોગોથી દૂર રાખે છે. સુગંધિત સ્વાદવાળી તમાલપત્રમાં આવશ્યક પોષક તત્વો અને ખનિજતત્વો રહેલાં હોય છે. તેમાં વિટામિન એ અને સી હોય છે. ચાલો જાણીએ કે તમાલપત્ર તમારા માટે કેટલું ફાયદાકારક છે.

પાચન સંબંધિત તકલીફો નિવારવા ઉપયોગી…

દાળ – શાકમાં મસાલા તરીકે ઉપયોગી આ તમાલ પત્રમાં શરીરને જરૂરી એવા વિટામિન અને મિનરલ્સ મળી રહે છે. જેમાં વિટામીન એ અને સીની સાથે ફોલિક એસિડની પણ માત્રા પ્રાપ્ત થતી હોય છે. જે પેટના પાચનતંત્રને નિયંમિત રાખવામાં મદદરૂપ છે. અને તે રસોઈમાં એટલા માટે ઉમેરાય છે જે માત્ર સ્વાદ કે સોદમ જ નથી વધારતો તેનાથી પેટના પાચનરસને વધારીને હોજરીને સુધારવામાં પણ કામ આવે છે.

ડાયાબિટિઝમાં ઉપયોગી…

ડાયાબિટીઝમાં પણ તમાલપત્ર બે રીતે ફાયદાકારક છે. ૨૦૧૬માં, જનરલ ઓફ બાયોકેમિકલ ન્યુટ્રિશનમાં પ્રકાશિત એક સંશોધન અનુસાર, જે લોકો ટાઈપ 2 ડાયાબિટીઝથી અસરગ્રસ્ત છે તેઓએ તમાલપત્ર જરૂર ખાવામાં લેવા જોઈએ. આનાથી તેમના ગ્લુકોઝનું સ્તર ઓછું રહેશે અને કોલેસ્ટરોલના ઘટાડામાં પણ સુધારો આવશે. પ્રકાર ૨ ડાયાબિટીઝના દર્દીઓએ દરરોજ ત્રણ ગ્રામ જેટલાં મીઠા લીમડાના પણ પાન ખાવા જોઈએ. આનાથી તેમના સ્વાસ્થ્યમાં સુધારો થશે. તમાલપત્રમાં તાંબુ, પોટેશિયમ, કેલ્શિયમ, ગેગ્નિઝ, સેલેનિયમ અને આયર્ન પણ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પેટની તમામ પ્રકારની સમસ્યાઓમાં તમાલપત્ર ફાયદાકારક છે.

અનિંદ્રાનો રોગ

એવું પણ કહેવામાં આવે છે કે તમાલપત્રનો ઉપયોગ સારી ઊંઘ લેવા માટે પણ કરી શકાય છે. જો તમને ઊંઘની સમસ્યા હોય છે તો ખાડીનું પાન તમારા માટે ફાયદાકારક છે. તમે પાણીમાં થોડાં તમાલપત્રના પાન પલાળી લો તે એકદમ ગળી જાય પછી તેને ગાળી અને પી શકો છો. આ પ્રયોગ કિડનીની કાર્યક્ષમતા શુદ્ધ કરવામાં પણ ફાયદાકારક છે.

જમ્યા બાદ આમળો નથી થતો…

તમાલપત્ર ખાવાથી જમ્યા બાદ ગેસ થતો નથી. ઘણીવાર સ્વાદિષ્ટ ભોજન કર્યા બાદ આપણને આમળો ચડવા લાગે છે. ગેસ અને પિત્તની પ્રક્રુતિ હોય તેવા લોકોએ તેજ મસાલાવાળું ભોજન ભલે જમો પણ જો તેમાં તમાલપત્ર પણ હોય તો પેટમાં રાહત રહે છે. કબજિયાત અને એસિડિટીના કિસ્સામાં, ખાડીનું પાન ખાવું સલાહભર્યું છે. તમને જરૂર રાહત અનુભવાશે. લાંબા સમય સુધી પેટમાં વળ પડવાથી લઈને કબજિયાત સુધી, તમાલપત્ર કોઈ પણ દવાથી ઓછું નથી.

પીરસતી વખતે કાઢી લેવામાં આવે છે તમાલપત્ર…

કોઈપણ પંજાબી કે ગુજરાતી શાક / સબ્જીમાં અથવા તો પુલાવ ભાત કે કઢીમાં પણ તમાલપત્રને આખા જ તોડ્યા વિના જ વઘારમાં નાખવામાં આવે છે. જમતી વખતે તેને ચાવી જવા કદાચ ન ગમે તો પીરસવા પહેલાં તેને વાનગીમાંથી કાઢી લેવા જોઈએ. તમે કહી શકો છો કે મસાલા તરીકેના સ્વરૂપમાં તમાલપત્ર તમારા સ્વાસ્થ્ય માટે એક વરદાન છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ