અહીં ‘બુરેવી’ ચક્રાવાતનું એલર્ટ અપાયું, આટલી જગ્યાએ ટકરાવાની પુરી શક્યતા, જાણો સમગ્ર માહિતી

હાલમાં 2020ના વર્ષમાં લોકો કંટાળી ગયા છે. એક પછી એક નવી મુસીબત આવી રહી છે અને લોકો હવે તો ત્રાહિમામ છે, એવામાં હવે કેરળ વાસીઓ માટે નવી મુસીબત સામે આવી છે. કેરળમાં આવતીકાલે ‘બુરેવી’ ચક્રાવાતનું એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. આ ચક્રાવાતના કારણે રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. અધિકારીઓએ વિષમ પરિસ્થિતિની સામે લડવા માટે 2000થી વધારે રાહત શિબિર ખોલી છે અને સાથે 5 ડિસેમ્બર સુધી માછીમારો માટે સમુદ્રમાં જવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે.

image source

તો આવો એવા સ્થળ વિશે વાત કરીએ કે જ્યાં ‘બુરેવી’ ચક્રાવાતની અસરવ રહેવાની છે. તો સૌ પ્રથમ તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ બુધવારે મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સાથે વાત કરી છે અને તેમને કેન્દ્રથી તમામ શક્ય મદદનો ભરોસો અપાયો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ભારતના હવામાન વિભાગે પૂર્વાનુમાનમાં કહ્યું છે કે તુરવનંતપુરમ, કોલ્લમ, પથનમથિટ્ટા, કોટ્ટાયમ, અલપ્પુઝા, ઈડુક્કી અને એર્ણાકુલમ જિલ્લામાં 3થી 5 ડિસેમ્બર સુધી ભારે વરસાદ અને જોરદાર હવાનો માહોલ રહેશે. તટવર્તી વિસ્તારોમાં દબાણના કારણે તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપમાં ભારે વરસાદની સંભાવનાના આધારે રાષ્ટ્રીય આપદા સંબંધન સમિતિએ પણ આ રાજ્યોની સ્થિતિની સમીક્ષા કરી છે. બેઠકમાં કહેવાયું છે કે 4 ડિસેમ્બરે એટલે કે આવતીકાલથી માછીમારોને પણ સમુદ્રમાં જવા માટે પ્રતિબંધ રહેશે.

image source

હવામાન વિભાગ અનુસાર જો આ વાવાઝોડા વિશે વાત કરવામાં આવે તો ભારે દબાણના વિસ્તારોની સાથે 2થી 4 ડિસેમ્બરની વચ્ચે ભારે વરસાદની સાથે અનેક રફ્તારની હવાઓ તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપના વિસ્તારોને પ્રભાવિત કરી શકે છે. આ સમયે પાક અને અન્ય આવશ્યક સેવાઓને નુકસાનની શક્યતા છે. તમિલનાડુમાં માછલી પકડવા ગયેલી 200થી પણ વધારે હોડીઓને સકુશળ પરત લાવવા માટે સરકાર પગલાં લઈ રહી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ક્યારે આવે છે અને આવે છે કેમ, તેમજ આવે તો કેટલી ભયંકર રીતે આવે છે અને કેટલું પ્રભાવિત કરે છે.

વાવાઝોડા પહેલા કરો આ તૈયારી?

image source

આવા સમયે સમાચારો અને ચેતવણીને સતત સાંભળતા રહો.

તમારા રેડિયોને ચાલુ હાલતમાં રાખો. એને સારી રીતે ચકાસી લો.

તમારા રહેઠાણની મજબૂતીની ખાતરી કરી લો, તેમજ બાંધકામને લાગતી ક્ષતિઓ દુર કરો.

તેમજ તમારા વિસ્તારના સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવાનો પ્રયત્ન કરો.

image source

તમારા ઢોર-ઢાંખરને ખૂંટાથી છુટા કરી દો.

જો તમે માછીમાર છો તો દરિયામાં જવાનું રદ કરો, અને તમારી બોટ સલામત જગ્યાએ લાંગરી દો.

જો તમે અગરીયા છો તો તરત જ ત્યાંથી કોઈ સલામત સ્થળે ખસી જાવ.

તમારા અને પરિવારના તમામ સભ્યો માટે સુકો નાસ્તો, પાણી, ધાબળા, કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો.

અગત્યના ટેલીફોન નંબર હાથ વગા રાખો.

image source

આશ્રય લઈ શકાય તેવા ઊંચા સ્થળો ધ્યાનમાં રાખો.

વાવાઝોડા દરમ્યાન શું કરવું?

રેડિયો પર મળતા સમાચારો સાંભળતા રહો અને એમાં અપાતી સૂચનાઓનું પાલન કરો.

વાવાઝોડા સમયે બહાર નીકળવાનું સાહસ જરા પણ કરવું નહિ.

જર્જરિત મકાન તેમજ વૃક્ષ નીચે આશ્રય લેવો નહિ અને અન્યને પણ એની સમજ આપવી.

વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા, અને અન્યને પણ બંધ કરવાં સલાહ આપવી.

image source

વાવાઝોડા સમયે રેલ મુસાફરી અને દરિયાઈ મુસાફરી કરવી હિતાવહ નથી.

વીજળીના થાંભલાથી દુર રહેવું અને બીજાને પણ દુર રહેવા સલાહ આપવી.

દરિયા નજીક, ઝાડ નીચે કે વીજળીના થાંભલા કે વીજ લાઈનોની નજીક ઉભા રહેવું નહિ.

માછીમારોને દરિયામાં જતા રોકવા અને હોડીઓ સલામત સ્થળે રાખવી

અગરીયાઓએ તરત જ અગરો છોડીને સલામત સ્થળે આશ્રય લેવો.

ખોટી અથવા અધુરી જાણકારી વાળી માહિતી તેમજ અફવા ફેલાવવી નહિ, આધારભૂત સૂચનાઓને અનુસરો.

વાવાઝોડું ગયા બાદ શું કરવું?

image source

બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ, પોલીસ, મ્યુનિસિપાલીટી કંટ્રોલરૂમ તથા તમામ અધિકારીની મદદ લેવી.

જરૂર પડ્યે તબીબી સારવાર તાત્કાલિક મળી રહે તેવી વ્યવસ્થા કરવી.

વાવાઝોડાના અસરગ્રસ્તોને મદદ કરવી, એમનો બચાવ કરવો અને એમને સલામત સ્થળે લઇ જવા.

ભારત સરકારના હવામાન ખાતા તરફથી મળતી આગાહીઓને અનુસરવું તથા એમના સંપર્કમાં સતત રહેવું.

image source

વાવાઝોડાના અસરગ્રસ્તોને જરૂરી મદદ ઉપલબ્ધ કરાવવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ